Gujarat Exclusive > દેશ-વિદેશ > માર્ગ અકસ્માતના વળતર અંગે કેન્દ્ર સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય

માર્ગ અકસ્માતના વળતર અંગે કેન્દ્ર સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય

0
101

ભારતમાં વ્યક્તિ પગપાળા અથવા સાયકલથી રસ્તા પર જઈ રહ્યા હોય, ત્યારે વાહનચાલક તેને ટક્કર મારી ભાગી ગયા હોવાના કેસ અવારનવાર સામે આવે છે. દર વર્ષે હજારો લોકો આવા કિસ્સાઓમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થાય છે અને અનેક લોકો પોતાનો જીવ પણ ગુમાવે છે. આવા કિસ્સામાં ગુનેગારને પકડી શકાતો નથી. તેથી મૃતકોના પરિવારોને યોગ્ય મદદ પણ મળતી નથી. પણ હવે આવું નહીં થાય. સરકારે આવા માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારોને વધુ વળતર આપવાની દરખાસ્ત કરી છે.

કેન્દ્ર સરકારે હિટ એન્ડ રન અકસ્માતમાં મોતના કેસમાં વળતરની રકમ 25,000 રૂપિયાથી વધારીને 2 લાખ કરવાની દરખાસ્ત કરી છે. આ સાથે જ માર્ગ પરિવહન મંત્રાલયે હિટ એન્ડ રન અકસ્માતમાં પીડિતો માટે વળતરની રકમમાં વધારો કરવાની યોજનાની દરખાસ્ત કરી છે. જેમાં માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા લોકો માટે 50,000 રૂપિયાનું વળતર ચૂકવવાની દરખાસ્ત થઈ છે.

મંત્રાલયે હિટ એન્ડ રન અકસ્માતમાં પીડિતોના વળતર માટે યોજનામાં ફેરફાર કરવાની જરૂર હોવાનું કહ્યું હતું. ગંભીર ઈજા માટે રૂ. 12,500ના સ્થાને રૂ. 50,000 અને મૃત્યુ માટે 25,000ની જગ્યાએ 2,00,000 રૂપિયા આપવામાં અપાશે. આ યોજના 1989માં બનેલી વળતર યોજનાની જગ્યાએ અમલમાં મુકાશે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat