Gujarat Exclusive > રાજનીતિ > કાશીથી નીકળશે યુપીમાં BJPની જીતનો મંત્ર? 12 નવેમ્બરે અમિત શાહ વારાણસીમાં બનાવશે રણનીતિ

કાશીથી નીકળશે યુપીમાં BJPની જીતનો મંત્ર? 12 નવેમ્બરે અમિત શાહ વારાણસીમાં બનાવશે રણનીતિ

0
61

વારાણસી: યુપીની વિધાનસભા ચૂંટણી માટે ભાજપનું સઘન અભિયાન આ અઠવાડિયાથી શરૂ થવા જઇ રહ્યુ છે. ગૃહમંત્રી અમિત શાહના 12-13 નવેમ્બરના પ્રવાસ સાથે પાર્ટીની ચૂંટણી રણનીતિ સાથે જોડાયેલા મહત્વપૂર્ણ કાર્યકર્તા પોત પોતાનો મોરચો સંભાળી લેશે. અમિત શાહ 12 નવેમ્બરે વારાણસીમાં એક મહત્વપૂર્ણ સંગઠનાત્મક બેઠક કરવા જઇ રહ્યા છે, જ્યાથી તે પાર્ટીના કાર્યકર્તાઓને ચૂંટણી મંત્ર આપશે.

યુપીમાં ભાજપની ચૂંટણી રણનીતિ મુખ્ય રણનીતિકાર મનાતા અમિત શાહ 2014 લોકસભા ચૂંટણી સમયથી જ રાજ્યની રણનીતિના કેન્દ્રમાં રહ્યા છે. તે બાદ તે વિધાનસભાની ચૂંટણી હોય કે પછી લોકસભાની ચૂંટણી હોય, અમિત શાહની રણનીતિ પર જ પાર્ટી અમલ કરી આગળ વધતી રહી છે. હવે ફરી એક વખત અમિત શાહ રાજ્યના કાર્યકર્તાઓને ચૂંટણી મંત્ર આપવા જઇ રહ્યા છે. નવેમ્બરમાં અમિત શાહના બે મોટા પ્રવાસ ઉત્તર પ્રદેશમાં હશે, જેમાં પ્રથમ પ્રવાસ 12-13 નવેમ્બરે હશે અને બીજો પ્રવાસ 19થી 21 નવેમ્બર વચ્ચે હશે.

પાર્ટીની તાજેતરમાં મળેલી રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં કેન્દ્રીય નેતૃત્વમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મહત્વ આપવામાં આવ્યુ હતુ, જે તેમની ચૂંટણી રણનીતિનો એક મહત્વપૂર્ણ ભાગ માનવામાં આવી રહ્યો છે. હવે પાર્ટી પુરી રીતે ચૂંટણી મૂડમાં છે અને તેને દેશના સૌથી મોટા રાજ્ય માટે દેશભરના પોતાના પસંદગીના કાર્યકર્તાઓને પણ વિવિધ મોર્ચા પર તૈનાત કરવાનો નિર્ણય કર્યો છે. આ કાર્યકર્તા આ મહિને પોત પોતાના વિસ્તારની કમાન સંભાળશે અને વિધાનસભા ચૂંટણી સુધી ત્યા જ રહેશે.

આ પણ વાંચો: દેશમાં કોરોનાના 24 કલાકમાં 13,091 કેસ, રિકવરી રેટ 98.25 ટકા

દરેક વિધાનસભા વિસ્તારમાં તેમની તૈનાતી હશે. જેમાં મધ્ય પ્રદેશ, બિહાર, રાજસ્થાન, દિલ્હીના કાર્યકર્તાઓની સંખ્યા વધુ હશે. સામાજિક અને રાજકીય સમીકરણો સાથે ચૂંટમી રણનીતિથી જોડાયેલા કાર્યકર્તાઓને ઉત્તર પ્રદેશમાં બોલાવવામાં આવ્યા છે. પુરી ચૂંટણી રણનીતિની કમાન કેન્દ્રીય ચૂંટણી પ્રભારીઓની ટીમ સંભાળી રહી છે, જેના પ્રમુખ કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન છે. આ સિવાય સંગઠન પ્રભારી રાધા મોહન સિંહ સમન્વય દાયિત્વ સંભાળી રહ્યા છે. જેનાથી રાજ્યના નેતૃત્વને આખા રાજ્યમાં પ્રવાસ કરવા માટે પુરતો સમય મળશે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat