Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમિત શાહ અમદાવાદ આવશે, રવિવારે મતદાન કરશે, મોટેરામાં મેચની મજા માણશે

અમિત શાહ અમદાવાદ આવશે, રવિવારે મતદાન કરશે, મોટેરામાં મેચની મજા માણશે

0
54

અમદાવાદ: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે અમદાવાદ આવશે. અમિત શાહ અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં રવિવારે નારણપુરા વોર્ડ ખાતે મતદાન કરશે. તે બાદ ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે મોટેરા સ્ટેડિયમમાં યોજાનાર મેચની મજા પણ માણશે. મોટેરા સ્ટેડિયમનું રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉદ્દઘાટન કરશે.

મોટેરા સ્ટેડિયમમાં ઉદ્દઘાટન કરશે

અમિત શાહ ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે 24 ફેબ્રુઆરીથી શરૂ થતી ટેસ્ટ સિરીઝની ત્રીજી મેચ અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં રમાવાની છે. મોટેરા સ્ટેડિયમનું ઉદ્દઘાટન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કરવાના છે. અમિત શાહ અવાર નવાર પોતાના કામમાંથી સમય કાઢીને મતદાન કરવાની પોતાની ફરજ ક્યારેય ભૂલતા નથી.

આ પણ વાંચો: AMCમાં લોકલ મુદ્દા ભુલાયા, ભાજપ PM મોદીની સિદ્ધિના નામે મત માંગવા નિકળ્યો

અમિત શાહ અત્યારે બંગાળના પ્રવાસે અતિ વ્યસ્ત છે તેમ છતાય તેમાંથી સમય કાઢીને તે અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં મતદાન કરવા આવવાના છે. આ સિવાય અમિત શાહ મોટેરાના નવનિર્મિત સ્ટેડિયમની મુલાકાત લઇ સ્થિતિની સમીક્ષા કરશે. મહત્વપૂર્ણ છે કે અમદાવાદમાં ભારત-ઇંગ્લેન્ડ 2 ટેસ્ટ મેચ અને 5 ટી-20 મેચ રમવાનું છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat