Gujarat Exclusive > રાજનીતિ > રાજકારણના ‘શહેનશાહ અમિત શાહ’ના ભાજપમાં યોગદાન-બલિદાનની દાસ્તાન

રાજકારણના ‘શહેનશાહ અમિત શાહ’ના ભાજપમાં યોગદાન-બલિદાનની દાસ્તાન

0
511
  • મોદી-શાહનું યુગ  ભાજપના સુવર્ણકાળ તરીકે ઓળખાશે Amit Shah 
  • શાહના નેતૃત્વમાં 4 વર્ષમાં 8માંથી 21 રાજ્યોમાં ભાજપની સરકાર 

અમદાવાદઃ ભાજપના ચાણક્ય અને રાજકારણના શહેનશાહ (The emperor of politics) અમિત શાહની સફળતા પાછળ તેમણે આપેલા યોગદાન- બલિદાનનો મહત્વનો ફાળો છે. મુંબઇમાં જન્મ બાદ માત્ર 13 વર્ષની વયથી જ રાજકારણને ઘર બનાવી લીધું. પરિવારને બહુ ઓછો સમય આપી મોટું બલિદાન આપ્યું. તેમની અથાગ મહેનતથી જ વાજપેયી-અડવાણીના સમયનો ભાજપ આજે સોળે કળાએ ખીલી રહ્યો છે. Amit Shah 

અટલ બિહારી વાજપેયી અને લાલકૃષ્ણ અડવાણીએ સંસદમાં ભાજપની 2 સીટોમાંથી 182 સભ્યોની હાજરી સાથે ભાજપયુગની શરૂઆત કરી હતી. તે સમયને રાજકારણમાં ભાજપનો ઉદયકાળ માનવામાં આવે છે. Amit Shah 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહે ભાજપને અભૂતપૂર્વ સફળતા અને વિસ્તાર આપ્યો. તેમના આ કેસરિયા જોડીના યુગને ભાજપના ‘સુવર્ણકાળ’ તરીકે ઇતિહાસમાં યાદ કરવામાં આવશે.

ભારતને દેખિતે રીતે બે ધ્રુવો પર વહેંચનારા રાજકારણના અશ્વ પર સવાર ગૃહમંત્રી અમિત શાહના નેતૃત્વ (The emperor of politics) માં ભાજપ માત્ર સૌથી મોટા પક્ષ તરીકે જ નથી ઊભર્યો પણ પરંતુ રાષ્ટ્રીય સ્તરથી લઇ ક્ષેત્રીય સ્તરની પાર્ટીઓના અસ્તિત્વ માટે જોખમી પક્ષ પણ બની ગયો. Amit Shah 

આ પણ વાંચોઃ મોદી સાથેની એક જ મુલાકાત અને અમિત શાહ બન્યા રાજનીતિના શાહ

તેમાં ‘કોંગ્રેસ મુક્ત ભારત’ના ભાજપના સંકલ્પ પાછળ પણ સૌથી મોટો હાથ અમિત શાહનો જ હાથ છે. અમિત શાહ રાજકારણના ફલક પર અત્યારે સર્વોચ્ચ ટોચે (The emperor of politics) છે. તેમની સફળતા પાછળના પરિબળો પર એક નજર કરીએ….

અદભૂત ચૂંટણી સફળતા

વર્ષ 2014માં દેશમાં મોદી લહેરને કારણે કેન્દ્રમાં ભાજપના નેતૃત્વની સરકાર રચાઇ ત્યારે વરિષ્ઠ નેતા રાજનાથ સિંહના સ્થાને ભાજપનું સુકાન (અધ્યક્ષપદ) અમિત શાહના હાથમાં આવ્યું. ખાસ નોંધવાની વાત એ છે કે 2014માં દેશના 8 રાજ્યોમાં NDAની સરકારો હતી.

પરંતુ 2018 સુધી માત્ર 4 વર્ષોમાં તેનો વિસ્તાર 21 રાજ્યોમાં થઇ ગયો. આ આંકડા અમિત શાહના નેતૃત્વને રાજકારણના શહેનશાહ (The emperor of politics) બનાવવા માટે પુરતા છે.

જમ્મુ-કાશ્મીર જેવા મુસ્લિમ વર્ચસ્વવાળા રાજ્યમાં સ્થાનિક પાર્ટી (PDP) સાથે ગઠબંધન કરી પ્રથમ વખત J&Kમાં ભાજપની સરકાર રચવા પાછળ પણ અમિત શાહનું ભેજુ કામ કરી ગયું.

ઉપરાંત ઉત્તર પૂર્વના રાજ્યોમાં ભાજપે નવા ઝંડા ગાઢી દીધા. મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઝારખંડ, છત્તીસગઢ અને મહારાષ્ટ્ર, ગોવા જેવા રાજ્યો ભાજપના હાથમાંથી સરકી રહ્યા હતા. પરંતુ શાહની ચાણક્ય બુદ્વિએ વિરોધીઓના હાથમાંથી સત્તા પાછી આંચકી લીધી.

અયોધ્યામાં રામજન્મ ભૂમિ આંદોલન જ્યારે ચરમસીમાએ હતું ત્યારે પણ ભાજપને યુપીમાં એટલી બેઠકો નહતી મળી, જેટલી અમિત શાહના પ્રમુખપદ (The emperor of politics) ના કાળમાં મળી હતી. ભાજપે સાથી પક્ષો સાથે મળી ઉત્તર પ્રદેશમાં લોકસભાની 80માંથી 64 બેઠકો કબજે કરી હતી.

યુપીમાં ભાજપનો ડંકો વગાડ્યો The emperor of politics

 યુપી વિધાનસભામાં પણ 403માંથી 325 બેઠકોની સંપૂર્ણ બહુમતી ભાજપને અપાવી. સૌથી મહત્વપૂર્ણ તો જે રાજ્ય પશ્ચિમ બંગાળ માટે ભાજપને કોઇ સ્થાન નહતુ. ડાબેરીઓ અને મમતા બેનરજીના વર્ચસ્વ વચ્ચે પણ અમિત શાહે પશ્ચિમ બંગાળમાં ભાજપ માટે જમીન તૈયારી કરી દીધી.

એટલું નહીં 2019ની લોકસભા ચૂંટણીઓમાં પણ ભાજપ માટે કપરા ચઢાણ હતા. ભાજપ સત્તા પાછી મેળવશે કે કેમ તે અંગે સવાલ ઊઠવા લાગ્યા હતા. નોટબંધી, GST સહિતના અનેક મુદ્દે લોકોમાં મોદી સરકાર પ્રત્યે નારાજગી જોવા મળતી હતી.

આ પણ વાંચોઃ Amit Shah Birthday : 13 વર્ષની ઉંમરે સરદાર પટેલની પુત્રી માટે ગલીએ ગલીએ પોસ્ટર લગાવ્યા

આ સમયે પણ અમિત શાહે NDA 350થી વધુ બેઠકો જીતવાનો દાવો કર્યો હતો. થયું પણ એવું જ બધા ઓપિનિયન પોલ્સને ખોટા સાબિત કરી ભાજપ નેતૃત્વમાં 351 બેઠકો સાથે એનડીની ફરી સરકાર રચાઇ ગઇ.

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં ભારતીય જવાનો પર થયેલા આતંકી હુમલાને પગલે સમગ્ર દેશમાં રાષ્ટ્રવાદનું મોજુ ફરી વળ્યું અને તેનો લાભ ભાજપને થયો. તેમ છતાં PM મોદી અને અમિત શાહની સફળ યોજનાને લીધે જ દેશમાં મોદી 0.2ની સરકાર રચાઇ.

વિશ્વનો સૌથી મોટો રાજકીય પક્ષ

ભાજપનો દાવો છે કે તેના 18 કરોડથી વધુ કાર્યકરો-સભ્યો છે. આ આંકડા તેને વિશ્વનો સૌથી મોટો રાજકીય પક્ષ બનાવે છે. તેમાં પણ ‘દરેક બૂથ મજબૂત’ મંત્રની અમિત શાહની સંગઠન ક્ષમતા પૂરવાર થઇ હતી.

સાથે-સાથે દેશના ખૂણે-ખૂણે સુધી સૌથી અસરકારક પક્ષ બનવા પાછળ સોશિયલ મીડિયાનો સૌથી મોટો ફાળો છે. તે પણ શાહની રણનીતિનો એક ભાગ છે.

આક્રમકતા સાથે ટાર્ગેટને સાધવુ

ભાજપના આંતરિક વર્તુળોનું માનવું છે કે અમિત શાહે પક્ષના કાર્યકરોની કામ કરવાની રીત જ સંપૂર્ણપણે બદલી નાંખી. તેમનામાં ‘આક્રમકતા સાથે ટાર્ગેટ’ પ્રાપ્તિની ક્ષમતા શાહને કારણે આવી.

સંપૂર્ણ જોશ અને જુસ્સા સાથે કામ કરવાનો અંદાજ કેળવવા માટે અમિત શાહે ભાજપના 7 લાખથી વધુ કાર્યકરોને દર વર્ષે ટ્રેનિંગ આપવાનો પ્રોજેક્ટ પણ ચલાવ્યો. દેશના ગામો અને દરેક બૂથ સુધી ભાજપની પકડ મજબૂત કરવામાં શાહની યોજનાઓ યાદ કરાય છે.

અમિત શાહે પરિવારને બહુ સમય આપ્યો. તેમણે 2014થી 2019 દરમિયાન ભાજપ માટે 3,38000કિમી અને ચૂંટણી અભિયાનો માટે 4,5200 કિમી યાત્રા કરી. આ માહિતી ગત વર્ષે નવેમ્બરમાં રિલીઝ થયેલા લેખક અનિબાન ગાંગૂલી પુસ્તક ‘અમિત શાહ ઔર ભાજપા કી યાત્રા’માં આપવામાં આવી છે. Amit Shah 

દરેક જિલ્લામાં ભાજપની ઓફિસ

અર્નિબાનના પુસ્તક મુજબ 2015માં જ્યારે ભાજપના કારોબારીની બેઠક મળી ત્યારે અમિત શાહે આપેલા આઇડિયા થકી દેશના મોટાભાગના જિલ્લામાં ભાજપની ઓફિસ સ્થપાઇ ગઇ. તેમણે જ્યારે ભાજપનો પ્રમુખપદ છોડ્યો ત્યારે દેશના 694માંથી 635 જિલ્લામાં ભાજપની ઓફિસ હતી.

એટલું જ નહીં ગુજરાતના ગાંધીનગરમાં વિશાળ ‘કમલમ્’ અને રાજધાની દિલ્હીમાં 1.70 લાખ ચો.ફિટ વિસ્તારમાં ભાજપનું વિશાળ હેડક્વાર્ટર બનાવવામાં આવ્યું.

આ પણ વાંચોઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો આજે 56મો જન્મદિન, PM મોદી સહિતના નેતાઓએ શુભેચ્છા પાઠવી

સંસદમાં આક્રમકતા અને સંપૂર્ણ દલીલો Amit Shah 

અમિત શાહનો સ્વભાવ જ આક્રમક છે. પક્ષ અને ચૂંટણી પૂરતું નહીં તેઓ સંસદમાં પણ આક્રમકતા દાખવે છે. આ વાત કલમ 370, ત્રણ તલાક , સીએએ સહિતના લગભગ તમામ મુદ્દે જોવા મળી. જ્યારે પણ આવા મુદ્દા પર સંસદમાં ચર્ચા કે દલીલો થઇ ત્યારે તેમની આક્રમકતા જોવા જેવી હતી.

તેઓ માત્ર વાતો નહત કરતા પણ દલીલો સાબિત કરવા માટે પુરા પુરાવા અને દસ્તાવેજોની તૈયારી સાથે સંસદમાં આવતા. જેના કારણે હરિફોની લગભગ બોલતી બંધ થઇ જતી હતી. સંસદમાં વિવાદી બિલો માટે સમર્થન મેળવવા માટે પણ શાહનો આ આક્રમક અભિગમ જ કામ આવ્યો.

1997 સુધી શાહની પોઝિશન બહુ મોટી નહતી Amit Shah 

રાષ્ટ્રીય સ્વંય સંઘ (RSS) સાથે વિદ્યાર્થીકાળથી જોડાયેલા અમિત શાહે 1986માં ભાજપનું સભ્યપદ મેળવ્યું હતું. 1989માં શાહે નાના-નાના સ્તરે આશરે બે ડઝન ચૂંટણીઓ લડી. જેમાં ધારાસભ્ય અને સંસદની ચૂંટણીઓમાં ક્યારેય હાર્યા નહી.

1991માં અડવાણી માટે પ્રચાર કરનારા શાહે યતીન ઓઝા માટે માટે કેમ્પેઇન કર્યું. ગુજરાતમાં નરેન્દ્ર મોદીનો યુગ શરુ થયો, ત્યાં સુધી એટલે કે 1997 સુધી શાહની પોઝિશન પક્ષમાં બહુ મોટી નહતી. પરંતુ મોદીએ તેમને ચૂંટણીમાં ઝપલાવ્યા અને ત્યારથી શાહની સફળતાની શરુઆત થઇ. જે અત્યાર સુધી ચાલુ છે.

એક વાત ઘણા ઓછા લોકોને ખબર છે કે સમગ્ર વિશ્વમાં ડંકો વગાડનારા PM મોદીને શતરંજની રમત બહુ પસંદ છે અને શાહ ગુજરાતના શતરંજ એસોસિએશનના પ્રમુખ રહી ચૂક્યા છે. રાજકારણમાં PM મોદીને શાહના મેન્ટર કહેવામાં આવે છે.

આ પણ વાંચોઃ Amit Shahનું નવું નરમ વલણ,રાજકીય વર્તુળોમાં અનેક સવાલ-અનેક અટકળો

તેથી ભાજપના ચાણક્ય અને મેન્ટરની જોડીની આક્રમતા થકી બંને રાજકારણના ઇતિહાસમાં અંકિત થનારા ચહેરા બની ગયા છે.