Gujarat Exclusive > ગુજરાત > ઉત્તર ગુજરાત > VIDEO: ગૃહમંત્રી અમિત શાહે માણસામાં કુળદેવીના દર્શન કર્યા

VIDEO: ગૃહમંત્રી અમિત શાહે માણસામાં કુળદેવીના દર્શન કર્યા

0
119

કેન્દ્રીય ગૃહમંત્રી દર નવરાત્રિએ બહુચર માતાના દર્શને આવે છે

માણસાઃ ગુજરાતની મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શનિવારે માણસામાં કુળદેવી બહુચર માતાના મંદિરની મુલાકાત લઇ દર્શન કર્યા હતા. અમિત શાહ દર વર્ષે નવરાત્રિમાં માણસા કુળદેવીના મંદિરે આવે છે.

2018માં પણ અમિત શાહ ગુજરાતની બે દિવસની મુલાકાતે આવ્યા હતા અને એક દિવસ પરિવાર સથે વિતાવ્યા બાદ તેમણે બીજા દિવસે માણસામાં બહુચર માના દર્શન કર્યા હતા. સહ પરિવાર આરતી ઉતારી હતી.


માણસા અમિત શાહનું પૈતૃક ગામ છે. હાલ કોરોના મહામારીમાં ગૃહમંત્રી નાદુરસ્ત તબિયત હોવા છતાં ગુજરાતની 8 વિધાનસભાની બેઠકની ચૂંટણીઓ માટે અહીં આવ્યા છે. તેઓ 17મીએ આવવાના હતા.

પરંતુ ત્રણ દિવસ પહેલાં 14 ઓક્ટોબરે અમદાવાદ આવી ગયા હતા. આવતીકાલે તેઓ દિલ્હી જવા રવાના થઇ જશે.