Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ઉત્તરાયણ પર્વ પર અમદાવાદ આવેલા અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા દર્શન

ઉત્તરાયણ પર્વ પર અમદાવાદ આવેલા અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા દર્શન

0
54

અમદાવાદ: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) દરવર્ષની જેમ આ વર્ષે પણ ઉત્તરાયણ પર્વ નિમિત્તે (Uttarayan Celebration) અમદાવાદ આવ્યા છે, ત્યારે આજે તેમણે શહેરના પ્રસિદ્ધ જગન્નાથ મંદિરમાં (Ahmedabad Jagannath Temple) દર્શન કર્યા હતા.

અમદાવાદના જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરમાં (Ahmedabad Jagannath Mandir) દર્શન કરવા પહોંચેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) ભગવાનના આશીર્વાદ લઈને ઉત્તરાયણ પર્વની ઉજવણી (Uttarayan Celebration) કરવા માટે રવાના થયા છે.

આ પણ વાંચો: ઉત્તરાયણના પર્વને લઈને પોલીસ સતર્ક, ધાબે ભેગી થતી ભીડ પર દૂરબીનથી રાખી રહી છે નજર

જણાવી દઈએ કે, અમિત શાહ (Amit Shah) દર વર્ષે ઉત્તરાયણનો તહેવાર (Uttarayan Celebration) અમદાવાદમાં પોતાના પરિવાર અને પાર્ટીના કાર્યકર્તાઓ સાથે મનાવે છે. જો કે કોરોનાના કારણે રાજ્ય સરકારે જાહેર કરેલા નિયમો મુજબ માત્ર પરિવારના સભ્યો જ પતંગ ચગાવી શકે છે . આથી અમિત શાહ કાર્યકર્તાઓ સાથે પતંગ નહીં ચગાવે, પરંતુ પરિવારના સભ્યો સાથે જ ઉત્તરાયણ મનાવશે.

ઉલ્લેખનીય છે કે, અમિત શાહનો ગુજરાત પ્રવાસ એટલા માટે પણ અત્યારે મહત્વનો છે, કારણ કે રાજ્યમાં હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9