Gujarat Exclusive > દેશ-વિદેશ > ગૃહમંત્રી અમિત શાહે લોકડાઉનની જવાબદારીનો ભાર રાજ્યોના ખભે નાંખી દીધો

ગૃહમંત્રી અમિત શાહે લોકડાઉનની જવાબદારીનો ભાર રાજ્યોના ખભે નાંખી દીધો

0
120
  • શાહે કહ્યું- રાજ્યને લાગે કે લોકડાઉન જ ઉપાય છે તો તે અંગે વિચારી શકે છે
  • છેલ્લા 3 મહિનાથી પ્રતિબંધોનો અધિકાર કેન્દ્રે રાજ્યોને આપી દીધો છેઃ શાહ

નવી દિલ્હીઃ કોરોના દેશમાં આઉટ ઓફ કન્ટ્રોલ ઓફ થઇ રહ્યો છે. ત્યારે પહેલાં લોકડાનની સ્થિતિ નહીં હોવાનું કહ્યા બાદ ગૃહમંત્રી અમિત શાહ રાજ્યોને પોતાની રીતે લોકડાઉન (Amit Shah Lockdown) લગાવવાની મંજૂરી આપી દીધી. શાહે કહ્યું કે જો રાજ્યોને લાગે કે લોકડાઉન જ સંક્રમણ તોડવાનો ઉપાય છે તો તેઓ આ અંગે વિચારી શકે છે.

કોરોનાની નવી લહેરને કારણે શું ફરી દેશમાં લોકડાઉન લાગી શકે છે? તેના પ્રશ્નના જવાબમાં અમિત શાહે જણાવ્યું કે કેન્દ્ર સરકારે પ્રતિબંધો અંગે રાજ્ય સરકારોને અધિકાર આપી દીધા છે. જે અંગે તેમણે જ નિર્ણય લેવાનો છે.

આ પણ વાંચોઃ કોરોનાની બીજી લહેર વૃદ્ધો કરતા યુવાઓ પર પડી રહી છે ભારી

દરેક રાજ્યમાં સ્થિતિ એક જેવી નથી

કેન્દ્રીય મંત્રી શાહે જણાવ્યું કે ગત 3 મહિનાથી અમે પ્રતિબંધો લગાવવાનો અધિકાર રાજ્ય સરકારોને આપી દીધો છે. કારણ કે દરેક રાજ્યમાં સ્થિતિ એક જેવી નથી. તેથી રાજ્ય સરકારોએ તેમની સ્થિતિ મુજબ નિર્ણય લેવાનો છે.

રવિવારે કહ્યું હતું- લોકડાઉનની સ્થિતિ આવી નથી

હજુ ગઇ કાલે જ અમિત શાહે સ્પષ્ટ કર્યું છે કે, દેશમાં લોકડાઉન લગાવવામાં ઉતાવળ કરવામાં આવશે નહીં અને અત્યારે તેવી સ્થિતિ પણ નથી. એક અંગ્રેજી સમાચાર પત્રને આપેલા ઈન્ટરવ્યૂમાં તેમને લોકડાઉન અંગે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું હતુ કે, અમે આ સંદર્ભમાં ચર્ચા વિચારણા કરી રહ્યા છે. ગયા વર્ષે લાગુ કરાયેલા લોકડાઉનનો હેતુ અલગ હતા. તે વખતે દેશમાં કોરોના સામે લડવા માટેની સુવિધાઓ ઉભી કરવા માટે સમયની જરુરત હતી. ગયા વર્ષે આપણે તૈયાર નહોતા.

શાહે વધુમાં કહ્યુ હતુ કે, તે વખતે આપણી પાસે કોઈ દવા કે રસી પણ નહોતી. હવે સ્થિતિ અલગ છે. ડોક્ટરો કોરોનાને સમજી ચુક્યા છે. આમ છતા અમે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે પણ ચર્ચા કરી રહ્યા છીએ. આ મુદ્દે જે પણ સંમતિ સધાશે તેને ધ્યાનમાં રાખીને સરકાર આગળ વધશે. હાલમાં તો જે પ્રકારે સ્થિતિ છે તે જોતા લોકડાઉન લાગું કરવુ પડે તેમ લાગતુ નથી.

આ પણ વાંચોઃ દેશમાં સતત પાંચમા દિવસે અઢી લાખથી વધારે કેસ, લગભગ 7 હજાર લોકોના મોત

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે લોકડાઉન (Amit Shah Lockdown)ની શક્યતાઓ પર તેને રાજ્યોના વિવેક પર છોડવાનો ઈશારો કર્યો. તેમણે જણાવ્યું કે માત્ર ભારત જ નહીં, અન્ય દેશોમાં પણ કોવિડની નવી લહેર પહેલાથી અનેકગણી વધારે ખતરનાક સાબિત થઈ છે. બીજા દેશોમાં કોરોનાના કારણે જેટલું મોટું નુકસાન થયું છે તેની તુલનામાં ભારતની વસ્તીના હિસાબથી અમે સારું કામ કર્યું છે. તેઓએ કહ્યું કે અમે આ વાત દાવા સાથે કહી શકીએ છીએ કે ભારતે કોવિડથી લડવામાં અપેક્ષાકૃત સારું કામ કર્યું છે.

અમિત શાહે કહ્યું કે કોરોનાની આ લડાઈને રાજ્ય સરકારોની સાથે મળી લડવાની જરૂર છે. તેઓએ કહ્યું કે, દેશમાં રેમડેસિવર દવા અને ઓક્સિજનની અછત નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત હાલતની સમીક્ષા કરી રહ્યા છે.

એપ્રિલના અંત સુધી 5 લાખથી વધુ કેસનો નિષ્ણાતોને ડર

અમિત શાહ હજુ લોકડાઉન અંગે નિશ્ચિત નથી, ત્યારે હાલમાં ઘણા વેપારીઓ અને લોકો સ્વૈચ્છિક લોકડાઉન (Amit Shah Lockdown)કરી રહ્યાં છે. જો કે, અહીં તે નોંધવું જરૂરી છે કે, બંગાળની ચૂંટણી પૂર્ણ થાય ત્યાર સુધીમાં દેશમાં લોકડાઉન લગાવવા જેવી સ્થિતિનું નિર્માણ થઈ જશે. નિષ્ણાતોના મતે એપ્રિલના અંત સુધીમાં પ્રતિદિવસ 5 લાખથી વધારે કેસ આવશે અને 3થી 4 હજાર લોકોના મોત થશે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat