Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > ચૂંટણી રણનીતિ બનાવવામાં માહેર છે અમિત શાહ, અડવાણી-વાજપેયી માટે નીભાવી હતી મહત્વની જવાબદારી

ચૂંટણી રણનીતિ બનાવવામાં માહેર છે અમિત શાહ, અડવાણી-વાજપેયી માટે નીભાવી હતી મહત્વની જવાબદારી

0
237

નવી દિલ્હી: દેશના ગૃહમંત્રી અમિત શાહની રાજકીય સફર ઉતાર-ચઢાવ ભરેલી રહી છે. તેમ છતા પણ તેમણે ક્યારેય હિમ્મત હારી નથી પણ દરેક પડકારનો મુકાબલો પણ કર્યો અને તેને સફળતાપૂર્વક પાર પણ પાડ્યો છે. અમિત શાહના રાજકીય સફરની વાત કરીએ તો આ લાંબા સફરની શરૂઆત વિદ્યાર્થી નેતા તરીકે થઇ હતી. અમિત શાહની વિદ્યાર્થી નેતાથી કેન્દ્ર સરકારના સૌથી મહત્વના પદ સુધી પહોચવાની કહાનીને તમામ લોકોએ જાણવી જરૂરી છે.

કેન્દ્ર સરકારમાં સામેલ થયા પહેલા તેમણે ભારતીય જનતા પાર્ટીની કમાન પણ સફળતાપૂર્વક સંભાળી હતી. અમિત શાહ પાર્ટી માટે એક મોટા રણનીતિકારની હેસિયત રાખે છે. લોકસભા ચૂંટણી અને વિધાનસભા ચૂંટણીમાં મળેલી જીત તેમની આ ક્ષમતાનું જીવતુ જાગતુ ઉદાહરણ છે. વર્ષ 2019માં તેમણે ગાંધીનગર બેઠક પરથી લોકસભા ચૂંટણી જીતી હતી. આ પહેલા અમિત શાહ રાજ્યસભાના સભ્ય હતા. મોદી 2.0માં તેમણે કેન્દ્રમાં ગૃહમંત્રી બનાવવામાં આવ્યા. તે બાદ સરકારે જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનો નિર્ણય કર્યો હતો. આ કારણે વર્તમાન સમયમાં તેમણે ભાજપના ચાણક્ય પણ કહેવામાં આવે છે.

અમિત શાહ પીએમ નરેન્દ્ર મોદીના નજીકના માનવામાં આવે છે, તે ચાર દાયકાથી પણ વધુ સમયથી સાથે છે. આ બન્નેની મુલાકાત 1982માં કોલેજના દિવસોમાં થઇ હતી. તેના એક વર્ષ બાદ અમિત શાહ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સાથે જોડાયા અને અહીથી તેમણે વિદ્યાર્થી રાજનીતિની રાહ પકડી હતી. મહત્વપૂર્ણ છે કે મુંબઇમાં જન્મેલા અમિત શાહે બાયોકેમેસ્ટ્રીમાં બીએસસી કર્યુ છે, તેમના પિતા વેપારી હતા. પોતાના પિતાની જેમ તેમણે પણ શરૂઆતમાં પિતા સાથે વેપારમાં જ મદદ કરી હતી. અમિત શાહ સ્ટોક બ્રોકર હતા. બાદમાં તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયા હતા. 1987માં અમિત શાહ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા હતા. આ વર્ષે તેમણે ભારતીય જનતા યુવા મોર્ચાના સભ્ય બનાવવામાં આવ્યા હતા.

1991માં તેમણે પોતાના રાજકીય કરિયરનો મોટો ટાસ્ક પુરો કરવા મળ્યો હતો, તે સમયે લાલ કૃષ્ણ અડવાણી ગાંધીનગરથી લોકસભા ચૂંટણી લડી રહ્યા હતા, ત્યારે અમિત શાહ પર તેમના પ્રચાર અને પ્રસારની જવાબદારી સોપવામાં આવી હતી. આ સફળતા બાદ 1996માં તેમણે અટલ બિહારી વાજપેયીના ચૂંટણી પ્રચારની જવાબદારીને સારી રીતે નીભાવી હતી. તે બાદ 1997માં તેમણે સરખેજ વિધાનસભા બેઠક પરથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી અને જીતી હતી. આ તેમના રાજકીય કરિયરનો ત્રીજો મહત્વનો પડાવ હતો.

અહીથી તે ચાર વખત (1997, 1998, 2002, 2007) ધારાસભ્ય ચૂંટાયા હતા. 1999માં અમિત શાહ અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેન્ક (એડીસીબી)ના અધ્યક્ષ ચૂંટાયા અને વર્ષ 2009માં ગુજરાત ક્રિકેટ એસોસિએશનના ઉપાધ્યક્ષ બન્યા. 2014માં નરેન્દ્ર મોદીના ગુજરાત ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ પદ છોડ્યા બાદ તેમની જવાબદારી પણ અમિત શાહે સંભાળી હતી. અમિત શાહ 2003થી 2010 સુધી ગુજરાત સરકારની કેબિનેટમાં ગૃહ રાજ્યમંત્રી પણ રહ્યા. વર્ષ 2012માં તેમણે નારણપુરા વિધાનસભા બેઠક પરથી ચૂંટણી જીતી હતી.

આ પણ વાંચો: બિહારમાં મહાગઠબંધન તૂટ્યુ, 2024માં તમામ 40 બેઠકો પર ચૂંટણી લડશે કોંગ્રેસ

અમિત શાહના રાજકીય કરિયરમાં એક પડાવ એવો પણ આવ્યો જ્યારે 2004માં ઇશરત જહાં સહિત બે અન્યના ફેક એન્કાઉન્ટરમાં હત્યાને લઇને તેમની ઉપર આંગળી ઉઠી હતી. જોકે, બાદમાં કોર્ટે તેમણે આ મામલે છોડી દીધા હતા. આ તેમના માટે એક મોટી જીત હતી. તે બાદ 2010માં તેમણે સોહરાબુદ્દીન શેખ અથડામણ મામલે પણ ધરપકડનો સામનો કરવો પડ્યો હતો. 12 જૂન 2013માં અમિત શાહને ભારતીય જનતા પાર્ટીએ ઉત્તર પ્રદેશના પ્રભારી તરીકે મોટી જવાબદારી સોપી હતી.

તે સમયે દેશના સૌથી મોટા રાજ્યમાં પાર્ટી પાસે માત્ર 10 બેઠક હતી. ખુદને સાબિત કરવા માટે અમિત શાહે અહી એક સફળ રણનીતિ બનાવી પણ તેને સફળતાપૂર્વક અંજામ સુધી પણ પહોચાડી હતી. અમિત શાહની મહેનતને કારણે મે 2014માં ઉત્તર પ્રદેશમાં ભાજપને 71 બેઠક મળી હતી. ભાજપની રાજ્યમાં આ સૌથી મોટી જીત હતી. આ જીત સાથે અમિત શાહનું કદ વધી ગયુ હતુ. મહત્વપૂર્ણ છે કે અમિત શાહે પોતાની રાજકીય કરિયરમાં ચૂંટણીની જે રણનીતિ બનાવી છે તેમાં તે ક્યારેય નિષ્ફળ ગયા નથી.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat