Gujarat Exclusive > રાજનીતિ > અમિત શાહનો રાહુલને પડકારઃ 1962થી અત્યાર સુધીના મુદ્દે બબ્બે હાથ થઇ જાય

અમિત શાહનો રાહુલને પડકારઃ 1962થી અત્યાર સુધીના મુદ્દે બબ્બે હાથ થઇ જાય

0
572

• રાહુલ ગાંધીના નિવેદનથી પાકિસ્તાન અને ચીન ખુશ
• કહ્યુ- સંસદ મળવાની છે, ચર્ચા કરવી છે, તો આવો પણ…
• સરહદ પર તનાવ વચ્ચે દેશમાં રાજકારણ કેટલું યોગ્ય?

નવી દિલ્હી: ભારત-ચીન તનાવ મુદ્દે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા સતત મોદી સરકારની નીતિઓ પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યાં છે. રાહુલે “મોદા શરણે થઇ ગયા”નું નિવેદન કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે  રવિવારે નારાજગી વ્યક્ત કરી છે. સાથે તેમણે રાહુલ ગાંધીને દરેક મુદ્દે ચર્ચા કરવાનો પડકાર પણ ફેંક્યો છે. તેમણે ચીનના મુદ્દે ઉતરતી કક્ષાની રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો છે.

અમિત શાહે જણાવ્યું કે, “સંસદ મળવાની છે, ચર્ચા કરવી છે તો આવો, 1962થી લઇ અત્યાર સુધીના મુદ્દે બબ્બે હાત થઇ જાય. પરંતુ  જ્યારે દેશના જવાન સંઘર્ષ કરી રહ્યા છે, સરકાર સ્ટેન્ડ લઇ કડક પગલાં લઇ રહી છે, તેવા સમયમાં આવા નિવેદનો ન કરવા જોઇએ, જેનાથી પાકિસ્તાન કે ચીનને ખુશી થાય.” તેમણે આ વાત ન્યૂઝ એજન્સીને એક ઇન્ટરવ્યૂમાં કહી.

આ પણ વાંચો:  લદ્દાખ ઝડપ બાદ પોતાના જ દેશમાં ઘેરાયું ચીન, સરકાર વિરુદ્ધ લોકોનો આક્રોશ ચરમ પર

રાહુલના #SurenderModi ચીન અને પાકિસ્તાન ખુશ
ન્યૂઝ એજન્સી ANIને આપેલા ઈન્ટર્વ્યૂમાં અમિત શાહે જણાવ્યું કે, રાહુલ ગાંધીએ #SurenderModi માટે આત્મમંથન કરવું જોઈએ. તેમના હૈશટેગે ચીન અને પાકિસ્તાનને પ્રોત્સાહિત કરવાનું કામ કર્યું છે. સરકાર ભારત વિરોધ પ્રચારને સંભાળવા માટે સંપૂર્ણ રીતે સક્ષમ હતી, પરંતુ દુર્ભાગ્ય છે કે આટલી મોટી રાજકીય પાર્ટીના પૂર્વ અધ્યક્ષ આવા સંકટના સમયે રાજનીતિ કરવા લાગ્યા હતા.

ભાજપમાં લોકતંત્ર ના હોવાના આરોપનો આપ્યો જવાબ
ભાજપમાં લોકતંત્ર ના હોવાના કોંગ્રેસના આરોપનો જવાબ આપતા અમિત શાહે જણાવ્યું કે, ઈન્દિરા ગાંધી બાદ આજ સુધી કોઈ પણ ગાંધી પરિવારની બહારનો વ્યક્તિ કોંગ્રેસનો અધ્યક્ષ નથી બન્યો. ભાજપમાં લાલકૃષ્ણ અડવાણી બાદ રાજનાથ સિંહ, નીતિન ગડકરી, હું અને હવે જેપી નડ્ડા અધ્યક્ષ રહી ચૂક્યા છીએ. આ તમામ કોઈ એક પરિવારમાંથી આવે છે શું?

આ પણ વાંચોઃ ચીને 3 જગ્યાએ જમીન છીનવી, PM ડર્યા વિના કહે અમે સાથ આપીશુંઃ રાહુલ

દિલ્હીમાં કોરોના વિરુદ્ધ લડાઈ પર શું બોલ્યા અમિત શાહ?
અમિત શાહે દિલ્હીમાં કોરોનાની સ્થિતિ પર જણાવ્યું કે, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે તમામ મુદ્દા પર વાતચીત કરવામાં આવે છે. તેઓ નિર્ણય લેવામાં પણ સામેલ છે. કેટલાકા રાજનીતિક નિવેદનો આપવામાં આવ્યા છે, પરંતુ નિર્ણય લેવામાં તેની કોઈ અસર નહીં થાય. મનિષ સિસોદિયાના નિવેદન બાદ વડાપ્રધાને મને અને ગૃહમંત્રાલયને દિલ્હી સરકારને મદદ કરવા જણાવ્યું હતું. જે બાદ તાત્કાલીક એક સમન્વય બેઠક બોલાવવામાં આવી અને અનેક પગલા ભરવામાં આવ્યા. જેમાં તમામ વિસ્તારોમાં ટેસ્ટિંગ પણ સામેલ હતું.

દિલ્હીના નાયબ મુખ્યમંત્રીએ સિસોદિયાએ જણાવ્યું હતું કે, દિલ્હીમાં જુલાઈના અંત સુધીમાં કોરોનાના સાડા પાંચ લાખ જેટલા કેસો થઈ જશે. તેમની પાસે વ્યવસ્થાઓનો અભાવ છે. જેના કારણે લોકોમાં ભય વ્યાપી ગયો હતો. જો કે મને વિશ્વાસ છે કે, દિલ્હીમાં ક્યારેય એવી સ્થિતિનું નિર્માણ નહીં થાય. દિલ્હીમાં આજની તારીખમાં પણ કોરોના કોમ્યુનિટી ટ્રાન્સમિશનની સ્થિતિમાં નથી.

MP હનીટ્રેપ કેસમાં મોસ્ટ વૉન્ટેડ જીતૂ સોનીની ગુજરાતમાંથી ધરપકડ, 45 કેસોમાં હતો ફરાર