Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ગુજરાતમાં 6 મહિનામાં ફરી યોજાશે ચૂંટણી, અમિત શાહ સહિત 4 ધારાસભ્યોએ આપવા પડશે રાજીનામાં

ગુજરાતમાં 6 મહિનામાં ફરી યોજાશે ચૂંટણી, અમિત શાહ સહિત 4 ધારાસભ્યોએ આપવા પડશે રાજીનામાં

1
1099

લોકસભા ચૂંટણી 2019ના પરિણામો જાહેર થઈ ગયા છે. દેશમાં ફરી ભાજપે 302 બેઠકો સાથે પ્રચંડ બહુમત સાથે વિજય મેળવ્યો છે અને દેશમાં ફરી મોદી સરકાર બનવા જઇ રહી છે. ગુજરાતમાં ફરી ભાજપે 26માંથી 26 બેઠકો પર ક્લીન સ્વીપ કરી છે. અમિત શાહે ગાંધીનગરમાં જંગી લીડથી જીત મેળવી છે. જોકે, આગામી કેટલાક સમયમાં ગુજરાતમાંથી કુલ 6 રાજીનામા પડી શકે છે. ગુજરાતમાંથી ચૂંટાયેલા 6 સાંસદ લોકસભાની ચૂંટણીમાં જીત્યા છે, તેમને જૂના સભ્ય પદેથી રાજીનામુ આપવુ પડશે જેમાં 4 ધારાસભ્ય અને રાજ્ય સભાના 2 સાંસદ સામેલ છે.

અમિત શાહ આપશે રાજીનામુ

ગાંધીનગરની લોકસભા બેઠક પરથી જીત મેળવનારા અમિત શાહ રાજ્ય સભાના સાંસદ છે અને તે રાજીનામુ આપી શકે છે. અમિત શાહ સિવાય અમેઠીથી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સામે જીત મેળવનારા સ્મૃતિ ઇરાની પણ ગુજરાતથી રાજ્યસભાના સાંસદ છે તેમને પણ રાજીનામુ આપવુ પડશે.

આ 4 ધારાસભ્યઓએ પણ આપવા પડશે રાજીનામા

લોકસભા ચૂંટણીમાં જીતનારા 4 ભાજપના ધારાસભ્ય હસમુખ પટેલ, ભરતસિંહ ડાભી, રતનસિંહ રાઠોડ અને પરબત પટેલે રાજીનામુ આપવુ પડશે. આ તમામ ઉમેદવારોને અઠવાડિયાની અંદર રાજીનામુ આપવુ પડશે. આ ઉમેદવારોએ જીત મેળવતા વિદ્યાનસભાની થરાદ, અમરાઇવાડી, ખેરાલી અને લુણાવાડા સહિત ચાર બેઠકો ખાલી થશે.