Gujarat Exclusive > રાજનીતિ > જાણો મોદીના હનુમાન કેવી રીતે બન્યા દેશના હિંમતવાન ગૃહપ્રધાન

જાણો મોદીના હનુમાન કેવી રીતે બન્યા દેશના હિંમતવાન ગૃહપ્રધાન

0
97
  • ગૃહપ્રધાન બન્યા પછી અમિત શાહે ધડબડાટી બોલાવી
  • કેન્દ્રીય ગૃહપ્રધાન બન્યા પછી અમિત શાહે મોદીના પડછાયામાંથી નીકળી અલગ ઇમેજ બનાવી

ગુરુવારે 22 ઓક્ટોબરના રોજ 56 વર્ષના થનારા અમિત શાહે 30 મે 2019ના રોજ ગૃહપ્રધાન (amit-shah-home-minister) તરીકેનો કાર્યભાર સંભાળવાની સાથે જ ધડબડાટી બોલાવી છે.

તેમણે ત્રિપલ તલાક નાબૂદી, આર્ટિકલ 370 નાબૂદી, જમ્મુ-કાશ્મીર અને લડાખના સ્વરૂપમાં બે કેન્દ્રશાસિત પ્રદેશની રચના, સિટિઝનશિપ (અમેન્ડમેન્ટ) બિલ, જેવા સુધારાઓ પસાર કરીને હિંમતવાન નિર્ણયો લેતા ગૃહપ્રધાન તરીકે તેમની છાપ ઊભી કરી છે. આ સિવાય નેશનલ પબ્લિક રજિસ્ટર (એનપીઆર) હજી લાઇનમાં જ છે. હાલમાં કોરોનાના લીધે તેનું કામકાજ અટક્યું છે.

ત્રિપલ તલાકની નાબૂદી

જુલાઈ 2019માં ભારતીય સંસદે ત્રિપલ તલાકની (amit-shah-home-minister)આ પ્રક્રિયાને ફોજદારી ગુનો ગણાવતું બિલ પસાર કર્યુ હતુ. સુપ્રીમ કોર્ટે અગાઉ 2017માં ત્રિપલ તલાકને ગેરબંધારણીય ગણાવ્યું હતું. ભાજપની રાજ્યસભામાં બહુમતી ન હોવા છતાં પણ આ બિલ 99ની સામે 84 મતથી પસાર કરાવવામાં અમિત શાહ સફળ રહ્યા હતા.

મધ્ય યુગની આ ઇસ્લામિક રીતરસમમાં પત્નીને ફક્ત ત્રણ વખત તલાક,તલાક અને તલાક બોલીને છૂટાછેડા આપી શકાય છે. હવે આ પ્રથાને મહિલા સશક્તીકરણને ધ્યાનમાં રાખીને નીતિમત્તાવિહીન માનવામાં આવી રહી છે. આના લીધે મુસ્લિમ મહિલાઓને બહુ મોટી સમસ્યામાંથી મુક્તિ મળી છે અને પ્રતિષ્ઠાપૂર્વક જીવવાનો હક્ક મળ્યો છે.

આર્ટિકલ 370ની નાબૂદી

ઓગસ્ટ 2019માં ભાજપની આગેવાની હેઠળની એનડીએ સરકાર અમિત શાહની (amit-shah-home-minister) તૈયારીઓના લીધે આર્ટિકલ 370ની અને કલમ 35(એ)ની નાબૂદી કરીને જમ્મુ-કાશ્મીરને મળેલા ખાસ દરજ્જાનો અંત આણવાનો હિંમતભર્યો નિર્ણય લઈ શકી હતી. કાયદા હેઠળ જમ્મુ-કાશ્મીરનને સ્વાયત્તતાના નેજા હેઠળ કાયમી રહેણાક, મિલકતના અધિકાર અને મૂળભૂત અધિકાર તરીકે અલગ કાયદાઓ ઘડવાની છૂટ મળતી હતી. તેના હેઠળ રાજ્યની બહારનો ભારતીય મિલકત ખરીદી શકતો ન હતો કે રહી શકતો ન હતો.

જમ્મુ-કાશ્મીર અને લડાખના સ્વરૂપમાં નવા યુટીનો ઉદય

અમિત શાહે (amit-shah-home-minister) ફક્ત કલમ 370 અને 35(એ)ને નાબૂદ કરી એટલું જ નહી પણ જમ્મુ-કાશ્મીરને જમ્મુ-કાશ્મીર અને લડાખના કેન્દ્રશાસિત પ્રદેશમાં વહેંચી દીધુ છે. આ સાથે ભાજપે 1953થી જે વૈચારિક એજન્ડા હાથ ધર્યો હતો તે પૂરો કર્યો હતો. તેથી જ જુન 2019માં શાહ જ્યારે રાજ્યસભામાં આર્ટિકલ 370 દૂર કરવાની સાથે રાજ્યમાં બે કેન્દ્રશાસિત પ્રદેશમાં વિભાજીત કરવાનો ઠરાવ પસાર કરવા ઊભા થયા ત્યારે ભાજપના સભ્યોએ ઊભા થઈ તેમને સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું હતું.

ઓગસ્ટમાં રાજ્યસભા ભાષણમાં શાહે જણાવ્યું હતું કે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદનું મૂળ આર્ટિકલ 370 છે. તેની સાથે લડાખના લોકોએ જણાવ્યું છે કે અમારી વર્ષો જૂની માંગ પૂરી થઈ છે. લડાખને યુટી જાહેર કરવામાં આવતા ત્યાં ઉત્સવનું વાતાવરણ હતું.

સિટિઝનશિપ (અમેન્ડમેન્ટ) બિલ

અમિત શાહ (amit-shah-home-minister) આટલેથી અટક્યા ન હતા. તે 9મી ડિસેમ્બરના રોજ વિવાદાસ્પદ સિટિઝનશિપ (અમેન્ડમેન્ટ) બિલ લોકસભામાં લાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે અગાઉની કોંગ્રેસની સરકારોની નિષ્ફળતાના લીધે તેમણે આ કાયદો લાવવો પડ્યો છે. જો કોંગ્રેસે ધર્મના આધારે દેશનું વિભાજન કર્યુ ન હોત તો આ કાયદો લાવવાની જરૂર જ ન હોત. આ બિલમાં 1955માં કાયદામાં સુધારાની જોગવાઈ છે, જેના હેઠળ પડોશી મુસ્લિમ બહુમતીવાળા દેશોમાં પજવણી પામેલા હિંદુઓ, બૌદ્ધો, શીખો, જૈન, પારસીઓ અને ખ્રિસ્તીઓને નાગરિકત્વ આપવાની દરખાસ્ત છે.

ભાજપની સરકારે અગાઉ પણ તેના ચૂંટણીઢંઢેરામાં આ વચન આપ્યું હતું. સંસદે 11મી ડિસેમ્બરના રોજ સિટિઝનશિપ (અમેન્ડમેન્ટ) એક્ટ પસાર કર્યો હતો. આ કાયદા સામે સમગ્ર દેશમાં વ્યાપક વિરોધ ઉઠ્યો હતો. કેટલાય લોકોએ તેને ધાર્મિક સ્વતંત્રતા પર કુઠારાઘાત સમાન ગણાવ્યો હતો અને મુસ્લિમો સામે ધર્મના નામે ભેદભાવ કરવાનો આરોપ મૂક્યો હતો. શાહે સતત મુસ્લિમ સમાજને ખાતરી આપી હતી કે આ કાયદાથી દેશના મુસ્લિમ સમાજને કોઈ ભય નથી. આ કોઈનું નાગરિકત્વ છીનવવાનો નહીં પરંતુ આપવાનો કાયદો છે. આની કોઈપણ જોગવાઈ તેમને લાગુ પડતી નથી.