Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ગુજરાત પેટા ચૂંટણીઃ પાટીલની હાજરી છતાં Amit Shahને કેમ 3 દિવસ વહેલા આવવું પડ્યું?

ગુજરાત પેટા ચૂંટણીઃ પાટીલની હાજરી છતાં Amit Shahને કેમ 3 દિવસ વહેલા આવવું પડ્યું?

0
1001
 • ભાજપ માટે માથાનો દુઃખાવો બની લીંબડીની બેઠક
 • 2017માં Amit Shahએ નીતિન પટેલને મનાવ્યા હતા

અમદાવાદઃ કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના સૌથી સફળ પૂર્વ પ્રમુખ અમિત શાહ (Amit Shah)મંગળવારે સાંજે અમદાવાદ આવી પહોંચ્યા. આમ તો તેઓ ગુજરાતમાં 8 વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીઓ માટે Amit Shah 17મીએ આવવાના જ હતા. પરંતુ અચાનક તેમના કાર્યક્રમમાં ફેરફાર કરવો પડ્યો અને ત્રણ દિવસ પહેલાં તેઓ ગુજરાત આવી પહોંચ્યા.

17મીએ એમિત શાહ (Amit Shah)પાછા જવાના છે. પરંતુ તે પહેલાં અહીં ગુંચવાયેલું કોયડું ઉકેલી નાંખશે તેમ ભાજપ વર્તુળમાં માનવું છે. અગાઉ પણ 2017માં અમિત શાહે ગુજરાતમાં માઠુ લાગાડીને બેઠેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને મનાવ્યા હતા. તો હવે આ વખતે એવું તો શું બન્યું કે અમિત શાહને મધ્યસ્થતા કરવી પડશે?

રાજકીય વર્તુળોમાં ચાલી રહેલી ચર્ચા મુજબ ભાજપે પેટા ચૂંટણી માટે 8માંથી 7 ઉમેદવારોના નામ ફાઇનલ કરી દીધા છે. પરંતુ લીંબડી બેઠક પર હજુ અસમંજસમાં છે. તેનું કારણ એવું જાણવા મળ્યું છે કે રાજ્યના મત્સ્ય અને પશુપાલન મંત્રી પરસોત્તમ સોલંકી તેમના ભાઇ હીરા સોલંકી માટે લીંબડીની બેઠક માંગી છે.

પરસોત્તમ સોલંકીને ભાઇ માટે લીંબડીની બેઠક જોઇએ

લીંબડીમાં કોળી સમાજનું વર્ચસ્વ હોવાથી તેમની માગ વાજબી પણ લાગે છે. પણ સામે છેડે લીંબડીમાં કોળી પછી ક્ષત્રીય સમાજનું વર્ચસ્વ પણ છે. તેમના પ્રતિનિધિ તરીકે શંકર વેગડ પણ આ બેઠક માટે દાવેદારી કરી રહ્યા છે. તેથી ભાજપ કોળી અને ક્ષત્રીય બેમાંથી કોને સાચવવા તે અંગે મુંઝવણ અનુભવી રહ્યો છે.

શંકર વેગડની અવગણના કરવી ભાજપને ભારે પડી શકે છે. આટલું ઓછું હોય તેમ કોંગ્રેસના પક્ષપલટુ ધારાસભ્ય સોમા પટેલે તેમની પુત્રવધુ સુનિતા પટેલ માટે ટિકિટ માંગી છે.આ ગુંચવણ ભાજપના ચાણક્ય મનાતા ગૃહમંત્રી જ ઉકેલી શકે તેવું રાજકીય પંડિતોનું માનવું છે.

આ પણ વાંચોઃ Breaking: ગુજરાતની પેટાચૂંટણી પહેલાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું આગમન

Amit Shahની તબિયત અંગે ફેક ન્યૂઝ વાયરલ હતા

અમિત શાહ (Amit Shah)લોકડાઉનના 7 મહિના બાદ ગુજરાત આવ્યા છે. હાલ તેમની તબિયત અંગે પણ અટકળો થઇ રહી હતી. સોશિયલ મીડિયામાં ફેક મેસેજ પણ ફરી રહ્યા હતા. કે એમિત શાહ સારવાર માટે અમેરિકા ગયા છે. તે બધાની વચ્ચે અમિત શાહે મંગળવારે સાંજે આશરે 4.30 કલાકે અમદાવાદ આવી તમામ અટકળોનો અંત આણ્યો હતો.

એરપોર્ટ પર ભાજપ પ્રદેશ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ સહિતના આગેવાન નેતાઓએ અમિત શાહનું સ્વાગત કર્યું. હતું.

સીઆર પાટીલે 182 બેઠકો જીતવાનો હુંકાર કર્યો હતો

નોંધનીય છે કે સીઆર પાટીલે પ્રદેશ પ્રમુખપદ સંભાળતાની સાથે જ ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણીઓની તમામ 182 બેઠકો જીતવાનો હુંકાર કર્યો હતો. તેમણે એટલે સુધી કહી દીધું હતું કે ભાજપને 2022ની વિધાનસભા ચૂંટણીમાં 182માંથી એક પણ ઓછી બેઠક નહીં ખપે. જો એક પણ ઓછી બેઠક આવશે તો, તેઓ રાજીનામુ આપી દેશે.

જેને પગલે શંકરસિંહ બાપુના પક્ષના નેતાએ તો તેમના રાજીનામાનો ડ્રાફ્ટ સોશિયલ મીડિયામાં મૂકી મજાક પણ ઊટાવી હતી.

હવે સવાલ એ થાય છે કે ભાજપના પ્રદેશ પ્રમુખ ગુજરાત વિધાનસભાની તમામ 182 બેઠકો જીતવાનો વધારે પડતો વિશ્વાસ ધરાવતા હોવા છતાં પેટા ચૂંટણીમાં માત્ર લીંબડીની બેઠકોનું કોકડું કેમ ઉકેલી શક્યા નહીં. ભાજપના 7 ઉમેદવારોની પસંદગીના ત્રણ દિવસ બાદ પણ આ મામલાનો ઉકેલ આવ્યો નથી.

16 ઓક્ટોબર પહેલાં કોકડું ઉકેલવું પડે Amit Shah

વળી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah)ના 17ને બદલે 13 ઓક્ટોબરે આગમન માટે બેઠકનું કેકડું હોવાની વાત એટલે પણ બળવત્તર બની છે કે પેટા ચૂંટણી માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 16 ઓક્ટોબર છે. તે પહેલાં ભાજપે લીંબડીનો મુદ્દો ઉકેલવો પડે તેમ છે.

તેથી વિપક્ષ સહિતના રાજકીય વર્તુળોમાં ચર્ચા થઇ રહી છે કે કદાચ એના માટે જ ખુદ કેન્દ્રીય ગૃહમંત્રીને વહેલા ગુજરાત આવવું પડ્યું છે.

આ પણ વાંચોઃ Breaking: રાહુલ ગાંધી ગુજરાત આવે તેવી શક્યતા, કૃષિ બિલના વિરોધમાં ટ્રેક્ટર રેલી કાઢી શકે

શાહે એકલા હાથે ભાજપને વિજયો અપાવ્યા

અમિત શાહ (Amit Shah)ના નેતૃત્વમાં ભાજપે 2019ની લોકસભા ચૂંટણીમાં એકલપંડે 303 બેઠક પર વિજય મેળવ્યો અને એનડીએને 352 બેઠક મળી. આ પહેલાં 2014ની લોકસભા ચૂંટણી દરમિયાન શાહે ભાજપને યૂપીમાં 80માંથી 71 બેઠક ભાજપને અપાવી હતી.

2017માં ચાણક્યબુદ્વિ કામ આવી

વર્ષ 2017માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતે પક્ષમાં થોડા મતભેદ થયા હતા. આનંદી બેન પટેલના સ્થાને નીતિન પટેલનું મુખ્યમંત્રીપદ માટે નામ લગભગ નિશ્ચિત હતું. તેના માટે નીતિન પટેલને ત્યાં મીઠાઇ પણ વહેંચાઇ ગઇ હતી. પરંતુ છેલ્લી ઘડીએ મોવડી મંડળે વિજય રુપાણીના નામ પર મ્હોર મારી હતી.

તેથી અપમાનિત થયેલા નીતિન પટેલ રિસાઇ ગયા હતા. વળી તેમને મહત્વના ખાતા પણ આપવામાં આવ્યા નહતા. તેથી નીતિન પટેલે કોઇ પણ મંત્રીપદ સંભાળવાનો ઇનકાર કરી દીધો હતો. ત્યારે અમિત શાહે (Amit Shah)જ બાજી સંભાળી નીતિન પટેલને મનાવ્યા હતા. ત્યારથી નીતિન પટેલ રાજ્યના નાયબ મુખ્યમંત્રી છે.

કોંગ્રેસનો હાથ છોડી ભાજપનો કમળ પકડનાર પાંચ કોંગ્રેસી પૂર્વ ધારાસભ્યોને ભાજપે ટિકિટ આપી છે, જેમાં અબડાસા બેઠક પર પ્રદ્યુમનસિંહ જાડેજા મોરબી બેઠક પર બ્રિજેશ મેરજા, ધારી બેઠક પર જેવી કાકડિયા, કરજણ બેઠક પર અક્ષય પટેલ, કપરાડા બેઠક પર જીતુ ચૌધરીને ટિકિટ આપવામાં આવી છે.

આ પાંચે પૂર્વ ધારાસભ્યોને રાજ્યસભાની ચૂંટણી દરમિયાન ભાજપે ટીકીટ આપવાના કમિટમેન્ટ સાથે કોંગ્રેસમાંથી રાજીનામા આપ આવ્યા હતા.

આ પણ વાંચોઃ ELECTION BREAKING : ઓલ ઇન્ડીયા પ્રોફેશનલ કોંગ્રેસ ગુજરાતના પ્રમુખનું રાજીનામું

ભાજપે 8માંથી 7 ઉમેદવારોના નામ કર્યા જાહેર

 • અબડાસા – પ્રદ્યૂમનસિંહ જાડેજા
 • મોરબી – બ્રિજેશ મેરજા
 • ધારી – જે.વી.કાકડિયા
 • ગઢડા – આત્મારામ પરમાર
 • કરજણ – અક્ષય પટેલ
 • ડાંગ – વિજય પટેલ
 • કપરાડા – જીતુ ચૌધરી

કોંગ્રેસે જાહેર કરેલ ઉમેદવારોની યાદી

 • ગઢડા : મોહનભાઈ સોલંકી
 • અબડાસા : શાંતિલાલ સંઘાણી
 • ધારી : સુરેશ કોટડીયા
 • મોરબી : જયંતિલાલ પટેલ
 • કરજણ : કીર્તિસિંહ જાડેજા

16 ઓક્ટોબર ફોર્મ ભરવાની છેલ્લી તારીખ

8 બેઠકો પર ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી 3 નવેમ્બરે યોજાશે. 9 ઓક્ટોબરથી ઉમેદવારી માટે ફોર્મ ભરી શકાશે. 16 ઓક્ટોબર ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે. તો 19 ઓક્ટોબર ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ છે. જ્યારે 3 નવેમ્બરે મતદાન થશે અને 10 નવેમ્બરે પરિણામ જાહેર થશે.

કઇ બેઠકો પર યોજાશે ચૂંટણી

રાજ્યમાં 8 બેઠક અબડાસા, લીંબડી, મોરબી, ધારી, ગઢડા, કરજણ, ડાંગ અને કપરાડા બેઠક પર મતદાન યોજાશે.

આ પણ વાંચોઃ ચૂંટણીપંચનું અજબ વલણઃ વિધાનસભા પેટાચૂંટણીની છૂટ, પણ સ્થાનિક ચૂંટણીની નહીં

8 MLAએ રાજીનામાં આપતા પેટાચૂંટણી

8 બેઠકો પર ધારાસભ્યોએ રાજીનામાં આપતા પેટાચૂંટણી યોજાશે. અબડાસાથી પ્રદ્યુમનસિંહ જાડેજા, મોરબીમાંથી બ્રિજેશ મેરજા, કપરાડામાંથી અક્ષય પટેલ, ગઢડામાંથી પ્રવીણ મારૂ, ધારીમાંથી જે.વી કાકડીયા, કપરાડામાંથી જિતુ ચૌધરી, ડાંગમાંથી મંગળ ગાવિત અને લીંબડીમાંથી સોમા પટેલનું રાજીનામું પડ્યું હતું.