Gujarat Exclusive > રાજનીતિ > NRC મુદ્દે અમિત શાહનું મોટું નિવેદન, ઘુસણખોરોને બહાર કરવા આપી ડેડલાઈન

NRC મુદ્દે અમિત શાહનું મોટું નિવેદન, ઘુસણખોરોને બહાર કરવા આપી ડેડલાઈન

0
159

કેન્દ્રીય ગૃહમંત્રી અને BJPના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ઘુસણખોરોને બહાર જવા માટે સોમવાર સુધીની ડેડલાઈન આપી છે. અમિત શાહે ઝારખંડમાં આયોજિત એક રેલીને સંબોધતા જણાવ્યુ કે, વર્ષ 2024 પહેલા દેશમાંથી એક-એક ઘુસણખોરોને દેશની બહાર કાઢવાનું કામ BJP સરકાર કરશે.

અમિત શાહે રાહુલ ગાંધીને લઈને જણાવ્યુ કે, તેઓ કહે છે કે, NRC કેમ લાવી રહ્યા છે? ઘુસણખોરોને કેમ કાઢી રહ્યા છે? ક્યાં જશે, શું કહેશે?

અમિત શાહે ઝારખંડના લોકોને પોતાના મતાધિકારનો ઉપયોગ તેમની પાર્ટની પક્ષમાં કરવાની અપીલ કરતા જણાવ્યુ કે, તેમનો મત નક્કી કરશે કે, રાજ્ય વિકાસના રસ્તે આગળ વધશે કે નક્સલવાદના રસ્તે? તેમણે અહીં એક ચૂંટણી સભાને સંબોધતા જણાવ્યુ કે, ઝારખંડ માટે રાષ્ટ્રીય અને સ્થાનિક મુદ્દે સમાન મહત્વ રાખે છે. કારણ કે, રાજ્યના લોકો ઈચ્છે છે કે, નક્સલવાદની જેમ આતંકવાદનો પણ અંત આવે.

અમિત શાહે દાવો કર્યો છે કે, સરહદ પર સુરક્ષામાં ફરજ બજાવતા મોટા ભાગના જવાન ઝારખંડથી છે. આ રાજ્યના લોકો ઈચ્છે છે કે, આતંકવાદ અને નક્સલવાદને ખતમ કરવામાં આવે. મોદીજીએ હવાઈ હુમલામાં અને સર્જિકલ સ્ટ્રાઈક દ્વારા આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપ્યો છે.

વિપક્ષી દળો પર નિશાન સાધતા કેન્દ્રીય ગૃહમંત્રી શાહે જણાવ્યુ કે, આદિવાસીઓના અધિકારોનું શોષણ કરનારા, કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારમાં સામેલ અને ચૂંટણી ટિકિટોનું ખરીદ-વેચાણ કરનારી પાર્ટી ક્યારેય ઝારખંડના વિકાસ માટે કામ નહી કરી શકે.

તેમણે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ઝારખંડ મુક્તિ મોર્ચાના નેતા હેમંત સોરેનની કોંગ્રેસ સાથે ચૂંટણી પૂર્વે ગઠબંધન કરવા માટે પણ ટિપ્પણી કરી છે. શાહે જણાવ્યુ કે, જ્યારે ભાજપ અને ગુરુજી (JMM પ્રમુખ શિબુ સોરેન) જુદા ઝારખંડ માટે પ્રદર્શન કરી રહ્યા હતા, ત્યારે કોંગ્રેસે આ માંગનો વિરોધ કર્યો હતો અને રાજ્યના યુવકો પર ગોળીઓ ચલાવી હતી. હું હેમંતજીથી પૂછવા માંગુ છું કુ, કોંગ્રેસથી હાથ મિલાવવા માટે તેમને કંઈ વાતે પ્રેરિત કર્યા?

પંકજા મુંડેએ ટ્વીટર પ્રોફાઈલથી હટાવ્યું BJP, મોટો નિર્ણય લેવાના આપ્યા સંકેત