Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > કેન્દ્રીય ગૃહમંત્રી અને સાંસદ અમિત શાહે દેશવાસીઓને દશેરાની શુભેચ્છા પાઠવી

કેન્દ્રીય ગૃહમંત્રી અને સાંસદ અમિત શાહે દેશવાસીઓને દશેરાની શુભેચ્છા પાઠવી

0
40

અમદાવાદ: કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગર લોકસભાના સાંસદ અમિત શાહે આવતીકાલે ઉજવનારા દશેરા પર્વની સમગ્ર દેશવાસીઓ અને ગુજરાતવાસીઓને શુભેચ્છા પાઠવી છે. નાગરિકોના સુખ, સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્યની કામના કરતાં જણાવ્યું હતું કે, તપ, સાધાન અને શક્તિની ઉપાસનાના પર્વ નવરાત્રીના સમાપન બાદ આવતીકાલે જયારે વિજયાદશમીનો તહેવાર ઉજવાઇ રહ્યો છે ત્યારે કામ, ક્રોધ, મોહ, લોભ, મદ, મત્સર, સ્વાર્થ, અમાનવતા અને અહંકાર જેવા અસુરોના નાશની અને રાષ્ટ્ર નિર્માણમાં આપણા સૈના યોગદાનની પ્રતિગ્યા લઇએ.

વધુમાં જણાવ્યું હતું કે, અધર્મ ઉપર ધર્મ, અસત્ય પર સત્યના, અન્યાય પર ન્યાય અને દુષ્ટ પર દેવતાના વિજયના પ્રતિક સમાન આ તહેવારની ઉજવણી સાથે સાથે આપણા અને સમાજના સ્વાસ્થ્યની પણ કાળજી લેવા અત્યંત આવશ્યક છે. આપણે સૌ શિસ્ત અને સંયમપૂર્વક તહેવારોની ઉજવણી કરીએ. સરકાર દ્રારા અપાયેલા માર્ગદર્શન સૂચનાઓનું પાલન કરીએ તથા વ્યવસ્થાતંત્ર દ્રારા કોરોનાને મ્હાત આપવા ચાલી રહેલી લડાઇમાં આપણે સૌ આપણી સહભાગિતા સુનિશ્ચિત કરીએ.

આ પણ વાંચો: પત્નીએ ડિવોર્સ કેસ કરતા પતિએ અંગતપળોના અશ્લીલ ફોટો મોકલી ધમકી આપી

સરિતા ગાયકવાડને સી.એમ.ની શુભેચ્છા

18મી એશિયન ગેમ્સમાં મહિલાઓની 4/400 મી.રીલે દોડમાં ગોલ્ડ મેડલ મેળવીને ગુજરાતનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે રોશન કરવા બદલ સરિતા ગાયકવાડને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટ્વીટ કરીને શુભેચ્છા પાઠવી છે. તેમાં જણાવ્યું છે કે, નવરાત્રિના દુર્ગાષ્ટમીના પાવન દિવસે નાયબ પોલીસ અધિક્ષક તરીકે ગુજરાત સરકાર દ્રારા નિમણૂંક અપાઇ છે. નવી જવાબદારી માટે સરિતાને શુભકામના આપી છે. સરિતા ગાયકવાડને ભાજપ પ્રદેશના અધ્યક્ષ સી.આર. પાટીલે પણ ટ્વીટ કરીને અભિનંદનની સાથે આર્શિવાદ આપ્યા છે.

અબડાસામાં સંમેલન યોજાયું

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે અબડાસા વિધાનસભા પેટાચૂંટણી અંતર્ગત આજરોજ કાર્યકર્તા સંમેલનને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે રાજય સરકારના મંત્રીઓ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, વાસણ આહીર, પ્રદેશ મહામંત્રી કે.સી. પટેલ, પ્રદિપસિંહ વાઘેલા તથા સાંસદ વિનોદ ચાવડા, કચ્છ જિલ્લાના પ્રમુખ કેશુભાઇ પટેલ તથા ભાજપના ઉમેદવાર પદ્યુમનસિંહ જાડેજા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. જયારે સાંસદ કે.સી.પટેલે કપરાડા વિધાનસભામાં આવતા વાપી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં જનસંપર્ક અને ચુંટણી પ્રચાર કર્યો હતો. તે સમયે જિલ્લા ભાજપ પ્રમુખ અને ધારાસભ્ય કનુભાઇ દેસાઇ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.