Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > જન્મદિવસ વિશેષ: અમિત શાહ કેમ રાજકારણના ‘ચાણક્ય’

જન્મદિવસ વિશેષ: અમિત શાહ કેમ રાજકારણના ‘ચાણક્ય’

0
341

ગૃહ પ્રધાન અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનો જન્મ દિવસ છે. અમિત શાહ ભાજપના અત્યાર સુધીના સૌથી સફળ રણનીતિકાર છે. તે સતત ભાજપની જીતની સ્ક્રિપ્ટ લખતા રહ્યાં છે. કોઇ તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો તુરૂપનો એક્કો કહે છે તો કોઇ ભાજપનો ચાણક્ય. જ્યા ભાજપ નબળી છે, તે રાજ્યોમાં પાર્ટીને ખુણે ખુણા સુધી વિસ્તારનો એકમાત્ર મિશન છે. અમિત શાહ રાજકારણના રસાયણ શાસ્ત્રથી પરિચિત છે. દરમિયાન અમે તમને અમિત શાહના વિચાર વિશે જણાવી રહ્યાં છીએ. જે તમને રાજકારણના ‘ચાણક્ય’ કઇ રીતે બન્યા તેના વિશે માહિતગાર કરશે.

– વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ સરકાર ચલાવવા માટે કેટલાક મૂળભૂત સિદ્ધાંત નક્કી કર્યા છે- પ્રથમ એ કે ભાજપ સત્તામાં માત્ર સરકાર ચલાવવા માટે નહી પરંતુ દેશને બદલવા માટે છે. બીજુ એ કે ભાજપ સરકાર લોકોને સારા લાગનારા નિર્ણય લેવાને કારણે આવા નિર્ણય લેશે જેથી લોકો માટે સારૂ થાય અને ત્રીજુ એ કે અમે ‘સબકા સાથ-સબકા વિકાસ’ની અવધારણા પર આગળ વધીશું.

અમિત શાહ, રાષ્ટ્રીય અધ્યક્ષ, ભારતીય જનતા પાર્ટી વિવેકાનંદ સંસ્થામાં પોતાના સંબોધન દરમિયાન
પુત્તુર, કર્ણાટક, 20 ફેબ્રુઆરી, 2018

– વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં કેન્દ્રની ભાજપા સરકાર ગત સાડા ત્રણ વર્ષમાં અન્ત્યોદયના સિદ્ધાંત પર ચાલી રહી છે. જેનો અર્થ છે- વિકાસની પંક્તિમાં અંતિમ ઉભેલા વ્યક્તિને વિકાસની લાઇનમાં ઉભા પ્રથમ વ્યક્તિના બરાબર લાવવા અને બધાને એક સમાન વિકાસ મળે, આ પ્રકારથી આગળ વધવુ

અમિત શાહ, રાષ્ટ્રીય અધ્યક્ષ, ભારતીય જનતા પાર્ટી, રાજ્યસભામાં પોતાના ભાષણ દરમિયાન, 5 ફેબ્રુઆરી 2018

– વડાપ્રધાને એક ન્યૂ ઇન્ડિયાનું સ્વપ્ન જોયુ છે જ્યાં કોઇ ભૂખ્યો ના હોય, જ્યાં ભ્રષ્ટાચાર ના હોય, દરેક ઘરમાં વિજળી હોય, શુદ્ધ પીવાનું પાણી હોય, સ્વાસ્થ્ય અને શિક્ષણની વ્યવસ્થા હોય અને પુરી દુનિયામાં ભારતનું ગૌરવ સ્થાપિત થાય. કેન્દ્રની ભાજપ સરકાર આ પ્રકારે ન્યૂ ઇન્ડિયાના નિર્માણ માટે આગળ વધી રહી છે.

અમિત શાહ, રાષ્ટ્રીય અધ્યક્ષ, ભારતીય જનતા પાર્ટી, રાજ્યસભામાં પોતાના ભાષણ દરમિયાન 5 ફેબ્રુઆરી, 2018

– જ્યારે સરકાર 25-30 વર્ષ ચાલે છે ત્યારે 2-3 એવા કાર્ય થાય છે જે ઐતિહાસીક હોય છે, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીની સરકારે અત્યાર સુધી 50થી વધુ કામ એવા કર્યા છે જે ઐતિહાસીક છે

અમિત શાહ, રાષ્ટ્રીય અધ્યક્ષ, ભારતીય જનતા પાર્ટી
રાજ્યસભામાં પોતાના ભાષણ દરમિયાન
5 ફેબ્રુઆરી 2018

– ‘ગરીબી હટાઓ’ના નારાને કારણે ઘણા લોકો સત્તામાં આવ્યા પરંતુ ગરીબી હટાવવાનો અને ગરીબોના જીવન-સ્તરને ઉપર ઉઠાવવાનું કામ ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્ર મોદી સરકારે કર્યુ છે.

અમિત શાહ, રાષ્ટ્રીય અધ્યક્ષ, ભારતીય જનતા પાર્ટી, રાજ્યસભામાં પોતાના ભાષણ દરમિયાન, 5 ફેબ્રુઆરી, 2018

– કોંગ્રેસની નીતિઓ ફૂટ ડાલો અને રાજ કરોની રહી છે, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીની નીતિઓ સબકા સાથ-સબકા વિકાસ કરવાની રહી છે અને આ કારણે આજે ઉત્તર-પૂર્વ વિકાસના પથ પર આગળ વધી રહ્યો છે.

અમિત શાહ, રાષ્ટ્રીય અધ્યક્ષ, ભારતીય જનતા પાર્ટી, બૂથ કાર્યકર્તાઓને સંબોધિત કરતા, રવાનાપાડા, અસમ, 24 માર્ચ, 2018

– એક જમાનો હતો જ્યારે ભારતીય જનતા પાર્ટી માત્ર હિન્દી ભાષી ક્ષેત્રની પાર્ટી ગણાતી હતી જ્યારે આજે લદ્દાખ, કેરલ, કોહિમાથી લઇને કચ્છ અને જમ્મુ કાશ્મીર સુધી ભાજપાની પ્રભાવી ઉપસ્થિતિ છે અને કેટલાક ગેર હિન્દી ભાષી રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે

અમિત શાહ- રાષ્ટ્રીય અધ્યક્ષ, ભારતીય જનતા પાર્ટી, ભાજપ કાર્યાલયમાં પત્રકારોને સંબોધિત કરતા, 3 માર્ચ, 2018

– લેફ્ટ ભારતના કોઇ પણ ભાગ માટે રાઇટ નથી. પહેલા પશ્ચિમ બંગાળ અને હવે ત્રિપુરામાંથી વામપંથી પાર્ટીઓની વિદાય સ્પષ્ટ થઇ ગઇ છે કે દેશમાં વામદળોની પ્રાસંગિકતા હવે પૂર્ણ થઇ ચુકી છે

ભાજપા કાર્યાલયમાં પત્રકારોને સંબોધિત કરતા, 3 માર્ચ, 2018

– જ્યાર સુધી દેશના યુવા દેશને આગળ નથી વધારતા, દેશ આગળ નથી વધી શકતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘ન્યૂ ઇન્ડિયા’ના સ્વપ્નને દેશના યુવા જ સાકાર કરી શકે છે

વિવેકાનંદ સંસ્થામાં પોતાના સંબોધન દરમિયાન પુત્તુર, કર્ણાટક, 20 ફેબ્રુઆરી, 2018

કેમ વિદેશ પ્રવાસ નથી કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ?