Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમદાવાદમાં અમિત શાહે ચગાવ્યો પતંગ, રાજકારણ પછી હવે આકાશમાં લડાવ્યા પેચ

અમદાવાદમાં અમિત શાહે ચગાવ્યો પતંગ, રાજકારણ પછી હવે આકાશમાં લડાવ્યા પેચ

0
73

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દર વર્ષે પોતાના પરિવાર સાથે ઉત્તરાયણની ઉજવણી કરે છે. ત્યારે આ વર્ષે પણ તેઓ અમદાવાદમાં ઉત્તરાયણ મનાવી રહ્યા છે. શહેરના થલતેજના મેપલ ટ્રીના ખાતેથી સ્થાનિકો સાથે તેઓએ પતંગ બાજી કરી હતી. શાહ થલતેજ બાદ ઘાટલોડિયાના અર્જુન ટાવર ખાતે પણ પતંગ ચગાવશે.

ગયા વર્ષે અમિત શાહે અમદાવાદમાં જ ઉત્તરાયણની ઉજવણી આનંદનગર રોડ પર આવેલા કનકકલા એપાર્ટમેન્ટ, વાડજ, અને સરખેજ સહિત ચાર જગ્યાએ કરી હતી. કોરોનાના કારણે રાજ્ય સરકારે માર્ગદર્શિકા જાહેર કરી છે અને માત્ર પરિવારના જ સભ્યો ધાબા પર પતંગ ઉડાડી શકશે તેવા નિયમો જાહેર કર્યાં છે જેના પગલે અમિત શાહ પણ આ વખતે પરિવાર સાથે જ પતંગ ઉડાડવાની મજા માણશે.

દર વર્ષે અમિત શાહ ભાજપના કાર્યકરો સાથે પતંગ ઉડાડવાનો આનંદ માણે છે પણ આ વખતે કોરોનાના સંક્રમણને પગલે ઉત્તરાયણના દિવસે તેઓએ કોઇ જાહેર કાર્યક્રમમાં ગયા નથી. સંભવતઃ તેઓ થલતેજ અને ઘાટલોડિયા ખાતે ગણતરીના પરિવારના નિકટના મિત્રો સાથે જ ઉતરાયણનો આનંદ માણશે.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9