Gujarat Exclusive > યુથ > મનોરંજન > આમિર ખાનની ફ્લાઈટના ઈકોનૉમી વર્ગમાં મુસાફરી, VIDEO વાયરલ

આમિર ખાનની ફ્લાઈટના ઈકોનૉમી વર્ગમાં મુસાફરી, VIDEO વાયરલ

0
397

બોલીવુડ અભિનેતા આમિર ખાન ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સૌથી સફળ કલાકારોમાંના એક છે. તાજેતરમાં તેઓ બિઝનેસ ક્લાસની જગ્યાએ ઈકૉનોમી ક્લાસમાં મુસાફરી કરતા જોવા મળ્યા હતા. સોશિયલ મીડિયામાં આમિરખાનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ ઈકૉનોમી ક્લાસમાં બેઠેલા જોવા મળી રહ્યાં છે.

આ વીડિયોમાં આમિર ખાને બ્લેક ટી શર્ટ અને માથા પર બ્લૂ કેપ પહેરેલી જોઈ શકાય છે. આમિર ચશ્મા પહેરીને બારી નજીકની સીટ પર ચૂપચાપ બેસેલા જોઈ શકાય છે. આ વીડિયોમાં તેમની આસપાસ બેસેલા મુસાફરોની ખુશી પણ સ્પષ્ટ જોઈ શકાય છે. આમિર ખાનનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર આમિર ખાનના ફેન્સ તેમના વીડિયોને શેર કરીને તેના પર કોમેન્ટ કરી રહ્યાં છે. કેટલામ આમિરના પ્રશંસકો કહી રહ્યાં છે કે, અમે પણ આમિર સાથે ફ્લાઈટમાં હાજર હોત, તો કેટલું સારૂ થાત.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં આમિર ખાનની ફિલ્મ ઠગ્સ ઓફ હિંદૂસ્તાન રિલીઝ થઈ હતી. આ ફિલ્મે શરૂઆતમાં સારો દેખાવ કર્યો હતો, જો કે બાદમાં તે બોક્સ ઓફિસ પર નિષ્ફળ ગઈ હતી. આ ફિલ્મ દર્શકોને પસંદ જ ના પડી અને તેની ભારે આલોચના કરવામાં આવી હતી. આ ફિલ્મમાં આમિર ખાનની સાથે અમિતાભ બચ્ચન અને કેટરિના કૈફ પણ હતા.