Gujarat Exclusive > યુથ > મનોરંજન > ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’…હવે ‘દયાબેન’ની ભૂમિકામાં આ અભિનેત્રી

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’…હવે ‘દયાબેન’ની ભૂમિકામાં આ અભિનેત્રી

0
1380

ટેલીવિઝન પરના પ્રખ્યાત કોમેડી શૉ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ હાલના દિવસોમાં દયાબેનની ભૂમિકા ભજવનાર અભિનેત્રી દિશા વકાણીના કારણે ચર્ચામાં છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે હવે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના મેકર્સ દ્વારા દિશા વકાણીને રિપ્લેસ કરવાનું મન બનાવી લીધુ છે.

હવે એવી ખબર સામે આવી છે કે, શૉના નિર્માતા દ્વારા ‘પાપડ બૉલ’ની અભિનેત્રી અમી ત્રિવેદીને દયાબેનની ભૂમિકા ભજવવા માટે એપ્રોચ કરવામાં આવ્યું છે. જો કે હજુ પણ મેકર્સ તરફથી આ ભૂમિકાની ઓફર આપવા અંગેની વાતનો ઈન્કાર કરવામાં આવ્યો છે. જો કે તમને જાણીને નવાઈ લાગશે કે, અમી ત્રિવેદી અનેક ફિલ્મોમાં પોતાના અવાજનો જાદુ પાથરી ચૂકી છે. જેમાં હૈરી પોર્ટર જેવી ફિલ્મનો પણ સમાવેશ થાય છે.

જણાવી દઈએ કે, અમી ત્રિવેદીએ વર્ષ 2001માં રિલીઝ થયેલી હોલીવુડ ફિલ્મ હેરી પોર્ટર અને ફિલોશોફર્સ સ્ટોનમાં પોતાનો અવાજ આપી ચૂકી છે. અમીએ 1992મા હમરાહી ટીવી સીરિયલ દ્વારા બાળ કલાકાર તરીકે પ્રદાપણ કર્યું હતું. જે બાજ તેમણે વર્ષ 2005માં ‘કિટ્ટૂ સબ જાનતી હૈ’માં અભિનેત્રી તરીકે કામ કર્યુ હતું. આ શૉમાં અમીએ કિટ્ટૂની ભૂમિકા ભજવી હતી.

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના મેકર્સ લાબા સમયથી દિશા વકાણીના પરત ફરવાની રાહ જોઈ રહ્યા હતા. જો કે અભિનેત્રીએ હજુ સુધી શૉમાં પરત ફરવા અંગે હકારાત્મક અભિગમ દાખવ્યો નથી. થોડા દિવસો પહેલા એવા સમાચાર સામે આવ્યા હતા, કે દિશા વાકાણીના પતિ મયુર અને નિર્માતા આસિત મોદી વચ્ચે અણબનાવ થયો છે. જેના કારણે દિશા શૉમાં પરત ફરવાની નથી. આ ઉપરાંત એવું કહેવામાં આવી રહ્યું છે કે, દિશાના પતિએ મેકર્સ સમક્ષ શરત રાખી હતી, જેને મેકર્સે અસ્વીકાર કર્યો હતો.

મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા અનુસાર, દિશાના પતિ મયુર ઈચ્છે છે કે, દિશા મહિનામાં માત્ર 15 દિવસો જ કામ કરશે અને દિવસમાં માત્ર 4 કલાક જ શુટિંગ કરવા આવશે. જો કે આ શરત નિર્માતાઓએ નામંજૂર કરી દીધી છે. જણાવી દઈએ કે, દિશા વકાણીએ વર્ષ 2015માં મયુર પડિયા સાથે લગ્ન કર્યા હતા. વર્ષ 2017માં દિશાએ બાળકીને જન્મ આપ્યો હતો. જે બાદ અત્યાર સુધી તે મેટરનિટી લીવ પર જ છે.