Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > અમેરિકન ફોર્ડ કંપની સાણંદમાં કાર બનાવવાનો પ્લાન્ટ કરશે બંધ

અમેરિકન ફોર્ડ કંપની સાણંદમાં કાર બનાવવાનો પ્લાન્ટ કરશે બંધ

0
66

ફોર્ડ ઇન્ડિયાએ તેના સાણંદ એકમમાં મોટરકારનું ઉત્પાદન આજથી જ બંધ કરી દેવાની જાહેરાત કરી છે. ગુજરાતમાં અને ભારતમાં તેની કારના મોડેલ્સનું વેચાણ અપેક્ષા પ્રમાણે ન થતું હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

નિકાસ માટેના વાહનોનું ઉત્પાદન 2021ના ચોથા ત્રિમાસિક ગાળા સુધીમાં સાવ જ બંધ કરી દેવામાં આવશે. પરિણામે ફોર્ડ ઇન્ડિયાના સાણંદ એકમના 2200થી 2500 જેટલા કર્મચારીઓ બેરોજગાર થઈ જશે. આ અગાઉ હાલોલમાંથી જનરલ મોટર્સે તેનું એકમ સંકેલી લીધું હતું.

હાર્લિ ડેવિડસને તેની ડીલરશીપ પણ પાછી ખેંચી લીધી હતી. આ અગાઉ કોમર્શિયલ વેહિકલના સેક્ટરમાં આવેલી માન કોમર્શિયલ વેહિકલને પણ વાવટો સંકેલી લેવાની ફરજ પડી હતી. આ સાથે જ મેક ઇન ઇન્ડિયાને પ્રમોટ કરવાના અને ગુજરાતને ઓટો મોબાઈલનું હબ બનાવવાના ગુજરાત સરકારના પ્રયાસને વધુ એક ફટકો પડયો છે.

ગુજરાતમાં તેમનું ઉત્પાદન ઘણું જ ઓછું હોવાથી આખા પ્લાન્ટને નભાવી શકાય તેટલું ઉત્પાદન થતું જ ન હોવાથી આ પગલું ભરવામાં આવ્યું છે. ગુજરાતમાં મહિને અંદાજે 1500થી 1600 ગાડીનું ઉત્પાદન કરવામાં આવતું હતું. તેમનો પ્લાન્ટ માંડ વીસ ટકા ક્ષમતાએ ચાલતો હતો. ગુજરાતમાં તેમના મોડેલની ડિમાન્ડ અને સમગ્રતયા ઓટોમોબાઈલની ડિમાન્ડ પણ અપેક્ષા પ્રમાણે વધતી ન હોવાથી આ નિર્ણય લેવાની ફરજ પડી છે.

ગુજરાતમાં અમદાવાદ નજીક સાણંદ ખાતેનો અને ચેન્નઈના મારિમાલાઈ ખાતેનો પ્લાન્ટ બંધ કરી દેવાના નિર્ણયથી ફેડરેશન ઑફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિયેશનને આઘાત અનુભવ્યો છે. ગુજરાતમાં 22 જેટલા ડીલર્સ તેમનો ધંધો ગુમાવશે.

તેમણે આ માટ કરેલા ઇન્વેસ્ટમેન્ટ પર પણ અવળી અસર પડશે. ભારતમાં તેના 170 ડીલર અને 391 આઉટલેટ્સ (સેલ્સ એકમો) છે. તેમને ફોર્ડની ડીલરશીપ મેળવી ધંધો કરવા માટે કરેલા રૂ. 2000 કરોડનું નુકસાન થઈ શકે છે. ગુજરાતના ડીલર્સના માધ્યમથી રોજગારી મેળવનારા બીજા 2200થી વધુ લોકો પણ બેરોજગાર થવાની સંભાવના છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat