અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમાં પોલીસને તેવા રોબોટના ઉપયોગ કરવાની અનુમતિ મળી ગઇ છે, જે જીવ સુધી લઇ શકે છે. સુપરવાઇઝર બોર્ડના નવા નિર્ણય અનુસાર વિસ્ફોટકોથી લેસ રોબોટનો ઉપયોગ વિષમ પરિસ્થિતિમાં કરવામાં આવી શકે છે.
પોલીસે બીબીસીને જણાવ્યું કે, હાલમાં તો આવી રીતના જીવલેણ રોબોટનો ઉપયોગ પોલીસ કરતી નથી. તેમનું કહેવું છે કે ભવિષ્યમાં એવી પરિસ્થિતિ આવી શકે છે, જ્યાં આનો ઉપયોગ કરવો જરૂરી થઇ જાય.
અનેક લોકો આનો વિરોધ કરી રહ્યાં છે, પરંતુ જે લોકો આના પક્ષમાં છે, તેમનું કહેવું છે કે મુશ્કેલ પરિસ્થિતિઓમાં આ ખુબ જ ઉપયોગી સાબિત થશે. જોકે, આનો ઉપયોગની અનુમતિ ઉચ્ચ પદ પર બેસેલા કેટલાક લોકો જ આપી શકે છે.