Gujarat Exclusive > આપણી જરૂરિયાત > સ્વાસ્થ્ય-શિક્ષા > દુઃખની ઘડીમાં અમેરિકા ભારતની વ્હારેઃ ઓક્સિજન સિલિન્ડર સહિતની સામગ્રી સાથે બે વિમાન મોકલ્યા

દુઃખની ઘડીમાં અમેરિકા ભારતની વ્હારેઃ ઓક્સિજન સિલિન્ડર સહિતની સામગ્રી સાથે બે વિમાન મોકલ્યા

0
52
  • અમેરિકાના સંરક્ષણ મંત્રી લોઇડે ટ્વીટ કરીને માહિતી આપી
  • N95 માસ્ક અને પલ્સ ઓક્સિમીટરને જથ્થો પણ મોકલ્યો

નવી દિલ્હીઃ પાડોશી દેશ ચીન અડોડાઇ કરી રહ્યો છે. ત્યારે વિશ્વની મહાશક્તિ અમેરિકા ભારતના વ્હારે (America help to India) આવી છે. કોરોનામાં ઓક્સિજન સામે ઝઝૂમી રહેલા ભારતને બાઇડન તંત્રે ઓક્સિજન સિલિન્ડરો સાથેના બે વિમાન ભારતમાં મોકલ્યા. અમેરિકાના સંરક્ષણ મંત્રી લોઈડ ઓસ્ટિને ટ્વીટ કરીને જણાવ્યું કે તેમના વિમાન c-5M સુપર ગેલેક્સી અને c-17 ગ્લોબમાસ્ટર ।।। ભારત આવવા નીકળી ગયા છે.

નોંધનીય છે કે ભારતના કપરાકાળમાં પાડોશી દેશ ચીને મદદ કરવાની ઓફર કરી પીઠમાં ખંજર ભોંક્યું. તેની સરકારી એરલાઇન્સ કંપનીએ મેડિકલ ઉપકરણો લાવનારા કાર્ગો વિમાનોની ફ્લાઇટ 15 દિવસ માટે રદ કરી દીધી. જેમાં ભારતીય ખાનગી વેપારીઓ મેડિકલ ઉપકરણો મંગાવી રહ્યા હતા. ત્યારે અમેરિકા સહિત વિશ્વના ઘણા દેશોએ ભારતને મદદ માટે હાથ લંબાવ્યા છે.

આ પણ વાંચોઃ હવે તો લોકોને મર્યા પછી પણ લાઈનમાં ઉભુ રહેવું પડી રહ્યું છે

અમેરિકી વિમાનો શું લાવી રહ્યા છે

અમેરિકાએ મોકલેલા આ વિમાનો (America help to India)ઓક્સિજન સિલિન્ડર્સ, રેગ્યુલેટર, રેપિડ ડાયગ્નોસ્ટિક કિટ, N95 માસ્ક અને પલ્સ ઓક્સિમીટર લઈને આવી રહ્યા છે. ભારતે અમેરિકા પાસે વેક્સિનના તૈયાર ડોઝની સાથે સાથે રૉ મટિરિયલ્સ સહિત મેડિકલ સપ્લાઈની માગ કરી હતી જેના સંદર્ભમાં પ્રમખ બાઇડનની સરકારે આ મદદ પહોંચાડી હોવાનું મનાય છે.

મેડિકલ સપ્લાઈ લઈને આવી રહેલ અમેરિકન વિમાન શુક્રવાર સુધીમાં ભારત પહોંચી જશે તેવી સંભાવના છે. ભારત અમેરિકા અને અન્ય દેશો પાસેથી રેમડેસિવીર, ટોસિલિઝુમેબ અને ફેવિપેરવિર જેવી મહત્વની દવાઓની ખરીદી પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યું છે.

આ દેશોએ પણ મદદ માટે હાથ લંબાવ્યા

અમેરિકા ઉપરાંત રશિયા, ફ્રાંસ, જર્મની, ઓસ્ટ્રેલિયા, યુએઇ. આયર્લેન્ડ, બેલ્જિયમ, રોમાનિયા, લક્ઝમબર્ગ, સિંગાપોર, પોર્ટુગલ, સ્વીડન, ન્યુઝિલેન્ડ, કુવૈત અને મોરેશિયસ સહિત અનેક મુખ્ય દેશોએ ભારતને મહામારી સામે લડવા માટે મેડિકલ સહાય (America help to India)ની ઘોષણા કરી છે.

આ પણ વાંચોઃ સ્વદેશી વૅક્સિન થઈ સસ્તી, ‘કોવિશીલ્ડ’ બાદ હવે ભારત બાયોટેકે પણ ‘કોવેક્સીન’ની કિંમત ઘટાડી

આ અગાઉ ભારતીય વાયુસેના બેંગકોક, સિંગાપોર અને દુબઈથી 12 ખાલી ક્રાયોજેનિક ઓક્સિજન કન્ટેનર ભારત લાવી હતી. ભારત કોરોનાવાયરસના સંક્રમણની બીજી અને વધુ ઘાતક લહેરનો સામનો કરી રહ્યું છે. ભારતમાં અનેક રાજ્યોની હોસ્પિટલોમાં મેડિકલ ઓક્સિજન અને બેડનો અભાવ જોવા મળ્યો છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat