Gujarat Exclusive > The Exclusive > અમદાવાદ બન્યું ચીનનું વુહાન શહેર, દર 24 મિનિટે કોરોનાનો એક નવો કેસ

અમદાવાદ બન્યું ચીનનું વુહાન શહેર, દર 24 મિનિટે કોરોનાનો એક નવો કેસ

0
2252

રાજયમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે, જેના કારણે લોકોમાં હાલ ભારે ભય પણ જોવા મળી રહ્યું છે. છેલ્લા 12 કલાકમાં કોરોના વાયરસના વધુ 92 નવા પોઝિટિવ કેસ નોંધાતાં કુલ આંકડો 1021 પર પહોંચી ગયો છે. જેમાં સૌથી વધુ કેસ 45 કેસ અમદાવાદના સામે આવ્યા છે. આમ ગુજરાતમાં 59 ટકા કોરોના પોઝિટિવ કેસ અમદાવાદમાં છે. રેડ હોટસ્પોટ ઝોનમાં આવેલા અમદાવાદમાં છેલ્લા 5 દિવસ દરમિયાન દર 24 મિનિટે એક પોઝિટિવ કેસ સામે આવ્યો છે. આમ અમદાવાદમાં પણ ચીનના વુહાનની જેમ પોઝિટિવ કેસોની સંખ્યા ખૂબ જ ઝડપથી વધી રહી છે.

અમદાવાદ શહેરમાં છેલ્લા 5 દિવસોમાં કોરોનાના કેસની સંખ્યામાં ભારે વધારો જોવા મળી રહ્યો છે. રાજયમાં 1021 કેસમાંથી 500થી વધારે કેસ ફકત અમદાવાદ શહેરના જ જોવા મળી રહ્યા છે. આમ દર 24 મિનિટે કોરોનાનો એક નવો દર્દી સામે આવતો હોય છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર વિજય નેહરાએ પરિસ્થિતિની ગંભીરતા અંગે લોકોને ચેતવણી આપી છે. તેમણે કહ્યું, ‘હાલની પરિસ્થિતિ મુજબ પોઝિટિવ કેસનો આંકડો દરરોજ 100ને પાર કરી શકે છે.

ગુજરાતના કુલ 1021 દર્દીઓમાંથી 590 દર્દીઓ અમદાવાદમાં છે. બીજી તરફ અમદાવાદમાં મૃત્યુનું પ્રમાણ પણ 47 ટકા છે. અમદાવાદમાં મોટાભાગના નવા કેસો જુહાપુરા, કાલુપુર, જમાલપુર, બહેરામપુરા, દાણીલીમાડા, બોડકદેવ, ગોમતીપુર અને મેઘાણીનગરથી આવ્યા છે. હાલ ગુજરાતના 25 જિલ્લાઓમાં કોરોનાનું સંક્રમણ છે.

ગુજરાતમાં કોરોનાના 1000થી વધુ કેસ

ગુજરાતના આરોગ્ય વિભાગના સચિવ જયંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું કે, ગુજરાતમાં કોરોનાના કુલ કેસોનો આંકડો 1021 પર પહોંચી ગો છે. તેમાંથી 38 લોકોના મોત થયા છે તેમજ 73 લોકોને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. છેલ્લા 12 કલાકમાં 92 નવા કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદના 45, સુરતના 14, વડોદરાના 9, આણંદનો 1, ભરૂચના 8, બોટાદના 3, છોટાઉદેપુર, દાહોદ અને ખેડાના 1-1 કેસનો સમાવેશ થાય છે.

અમદાવાદ, સુરત બાદ રાજકોટમાં પણ કર્ફ્યુ, આજે મધ્યરાત્રીથી થશે અમલ