Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > વિસર્જન પછી ‘ગણપતિ’ રામ ભરોસે, AMCએ મૂર્તિને કચરાના ઢગમાં ફેકી દીધી

વિસર્જન પછી ‘ગણપતિ’ રામ ભરોસે, AMCએ મૂર્તિને કચરાના ઢગમાં ફેકી દીધી

0
641

અમદાવાદમાં ગણેશ વિસર્જન બાદ ગણપતિ કચરાના ઢગલામાં જોવા મળ્યા હતા.અમદાવાદ મ્યૂનિસિપલ કોર્પોરેશન દ્વારા ગણેશ વિસર્જન માટે રિવરફ્રન્ટ પર ઠેર ઠેર કુંડ બનાવવામાં આવ્યા હતા.લોકોએ પણ આ કુંડમાં જ ગણેશ વિસર્જન કર્યુ હતું.જોકે, અમદાવાદ મ્યૂનિસિપલ કોર્પોરેશને બીજા દિવસે વિસર્જન કરાયેલી મૂર્તિઓને કચરાના ઢગમાં નાખી હતી અને જેસીબીથી કચડી નાખી હતી.

ભક્તો દ્વારા ભગવાનને ઘરે લાવ્યા બાદ જેટલી કાળજી લેવામા આવે છે, તેટલી જ કાળજી વિસર્જન બાદ લેવાય તે જરુરી છે.વિસર્જનમાં ભક્તોની આસ્થાનું અપમાન કરાયુ હોય તેમ જોવા મળે છે. ગણપતિ બાપાની મૂર્તિઓનું આવી રીતે જ ‘વિસર્જન’ કરવામાં આવે તે કેટલું યોગ્ય છે. અમદાવાદ મ્યૂનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરની નજીક ગ્યાસપુર ડમ્પ યાર્ડમાં એક વિશાળ ખાડો બનાવી તેમાં મૂર્તિઓને કચડી તેના પર માટી નાખી દેવામાં આવી છે.

જેમની પાસે દુવાઓ માંગવામાં આવે છે તેમને જ કચરાના ઢગલામાં નાંખી દેવા કેટલા ઉચિત ગણાશે… ગણેશજી ની જ્યારે ઘરે અથવા સોસાયટીમાં સ્થાપના કરવામાં આવે છે ત્યારે ભક્તો પ્રાથના અર્ચના કરવા માટે ઉમટી પડે છે અને તેમની આમાન્ય જાળવે છે પરંતુ જ્યારે તેમનું વિસર્જન કરવામાં આવે છે ત્યારે તે ભગવાન મટી ને માત્ર એક નિર્જીવ મૂર્તિ જ રહી જાય છે.

હવે ભગવાન પણ સલામત નથી, ‘લાલબાગ ના રાજા’ને ફટકારવામાં આવ્યો 60 લાખનો દંડ