Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમદાવાદમાં 2015ની ચૂંટણીની તુલનાએ 7 લાખથી વધુ નવા મતદારો વધ્યા

અમદાવાદમાં 2015ની ચૂંટણીની તુલનાએ 7 લાખથી વધુ નવા મતદારો વધ્યા

0
31
  • નવા સીમાંકન અને નવા વોટરોની સંખ્યા વધતા AMCના મતદારો વધ્યા
  • અમદાવાદમાં સૌથી વધુ મતદારો વટવા તથા સૌથી ઓછા વેજલપુર વોર્ડમાં

અમદાવાદઃ અમદાવાદ શહેરમાં મ્યુનિસિપિલ કોર્પોરેશનની ચૂંટણીમાં 2015ની તુલનાએ આ વખતે AMCની ચૂંટણીમાં મતદારો (AMC voters) ની સંખ્યા 7 લાખ થી પણ વધુ વધી ગઇ છે. શહેરના વિસ્તારમાં નવા ગામોનો ઉમેરો, 2020ના નવા સીમાંકન અને 5 વર્ષમાં પ્રથમ વખતના વોટરોની સંખ્યા વધતા  2020માં તૈયાર કરાયેલી મતદાર યાદીમાં મતદારોની સંખ્યા વધીને કુલ 46,24,592 થઇ છે. તેમાં થર્ડ જેન્ડરનો પણ પ્રથમ વખત સમાવેશ કરાયો છે.

અમદાવાદના 48 વોર્ડમાં 192 બેઠકો

આવતીકાલે રવિવારે અમદાવાદના 48 વોર્ડમાં 192 બેઠકો સહિત રાજ્યના 6 મહાનગરોની કોર્પોરેશનની ચૂંટણી માટે મતદાન થશે. આ તમામ કોર્પોરેશનની ચૂંટણીનો સમય ગત વર્ષે નવેમ્બર 2020માં જ પુરો થઇ ગયો હતો. પરંતુ કોરોનાને કારણે ચૂંટણી મૌકૂફ રખાઇ હતી. હવે ત્રણ મહિના વિલંબથી મહાનગરો સહિત રાજ્યભરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઇ રહી છે.

આ પણ વાંચોઃ ગોમતીપુર વોર્ડઃ AIMIMના ઉમેદવાર અલતાફ બાસીનો છે ગુનાહિત ઇતિહાસ

કુલ મતદારો 46.24 લાખથી વધુ

2020ની નવી મતદાર યાદી મુજબ શહેરના કુલ 46.24 લાખથી વધુ મતદારો (AMC voters)માં 24,14,483 પુરુષ, 22,09,942 મહિલા અને 167 થર્ડ જેન્ડર મતદારો છે. જેમાં સૌથી મતદારો વટવા અને સૌથી ઓછા મતદારો વેજલપુર વોર્ડમાં છે. વટવામાં 1,28,927 અને વેજલપુરમાં 77,350 વોટર છે. છેલ્લા પાંચ વર્ષમાં 48 વોર્ડમાં 7,33,511 મતદારોનો વધારો નોંધાયો.

ઝોન મુજબ પશ્ચિમમાં સૌથી વધુ ઉમેદવાર

ઉપરાંત સૌથી વધુ 8,48,215 મતદાર પશ્ચિમ ઝોન ચાંદખેડા, રાણીપ, સાબરમતી, નવા વાડજ, નારણપુરા, સ્ટેડિયમ, નવરંગપુરા, પાલડી, વાસણાના છે. જ્યારે સૌથી ઓછા 3,69,250 મતદારો દક્ષિણ પશ્ચિમ ઝોનના જોધપુર, વેજલપુર, સરખેજ, મકતમપુરાના છે.

2015માં મતદારોની સંખ્યા 38,91,081 હતી

ઉલ્લેખનીય છે કે, ગઈ 2015ની ચૂંટણીમાં 20,42,587 પુરૂષ, 18,48,494 મહિલાઓ સહિત કુલ નોંધાયેલા મતદારો 38,91,081 હતા. હવે મતદારોની કુલ સંખ્યા વધીને 46,24,592 (AMC voters)ની થઈ છે.

આ પણ વાંચોઃ ભાજપના ગઢ ખાડિયામાં કોંગ્રેસનો પ્રચંડ પ્રચાર, જામશે ખરાખરીનો જંગ

કયા વિસ્તારો AMCમાં ભેળવવામાં આવ્યા

2020માં એએમસીમાં બોપલ- ઘૂમા નગરપાલિકાનો સમાવેશ કરાયો છે. બે ગ્રામ પંચાયત ચિલોડા – નરોડા (સીટી) અને કઠવાડા તેમજ 7 ગામોના કેટલાક વિસ્તારો પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભેળવી દેવાયા. જેમાં સનાથલ, વિસલપુર, અસલાલી, ગ્રેટનગર, બીલાસિયા, રણાસણ અને ખોડીયારનો સમાવેશ થાય છે.

 

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat