Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > AMC એ 18 થી 44 વર્ષના નાગરિકોનું રસીકરણ 80 ખાનગી અને પ્રાઇવેટ શાળાઓમાં થશે

AMC એ 18 થી 44 વર્ષના નાગરિકોનું રસીકરણ 80 ખાનગી અને પ્રાઇવેટ શાળાઓમાં થશે

0
25

અમદાવાદ: ભારત સરકાર દ્વારા 1 મે 2021થી 18 થી 44 વર્ષના તમામ નાગરિકોને રસીકરણ અંગેની જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આવતી કાલથી 18 વર્ષથી ઉપરના લોકોનું રસીકરણ શરૂ કરવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 80 શાળાઓમાં રસીકરણ કરવામાં આવશે. સ્થળ પર રજિસ્ટ્રેશન કરવામાં આવશે નહીં અગાઉથી રજિસ્ટ્રેશન કરેલા નાગરિકોનું રસીકરણ કરવામાં આવશે. નાગરિકોને પોતાનું ઓળખ કાર્ડ લઈને જવાનું રહેશે.

રાજ્ય સરકાર દ્વારા આજે 10 જિલ્લાઓમાં રસીકરણ કરવા અંગેની જાહેરાત કરવામાં આવી છે. જે અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોબિડ રસીકરણ માટે 80 સેશન સાઈટ નક્કી કરવામાં એવી છે. જ્યાં 18 થી 44 વર્ષના નાગરિકોનું રસીકરણ કરવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખાનગી તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશનની શાળાઓમાં 18 થી 44 વર્ષના નાગરિકો માટેના રસીકરણ સેન્ટર બનાવવામાં આવ્યા છે.

  • 18 થી 44 વય જૂથના નાગરિકોએ covid રસી મેળવવા ઓનલાઈન www.cowin.gov.in પરથી register shining yourself અથવા આરોગ્ય સેતુ એપ્લિકેશનથી રજીસ્ટ્રેશન કરાવી શકશે.
  • આ વય જૂથના નાગરિકોએ રજીસ્ટ્રેશન દરમિયાન જે તે દિવસનો ટાઈમ પ્લોટ નક્કી કરવાનો રહેશે
  • આપના મોબાઈલ ઉપર આવેલ કન્ફર્મેશન એસ.એમ.એસ પછી જ રસીકરણ સેશન સાઇટ ખાતે આવવાનું રહેશે.
  • જે તે વ્યક્તિએ રજિસ્ટ્રેશન દરમિયાન કરાવેલ નોંધણી નોંધણી અંતર્ગત ડોક્યુમેન્ટ જેવા કે આધાર કાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ પાન કાર્ડ વગેરે સાથે રાખવાના રહેશે
  •  જે તે સેસન સાઇટ ખાતે ઓન સ્પોટ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરવામાં આવશે નહીં જે તે વ્યક્તિએ અગાઉથી રજિસ્ટ્રેશન કરાવી જે તે દિવસનો ટાઈમ નક્કી કરીને શેશન સાઇટ ખાતે આવવાનું રહેશે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat