Gujarat Exclusive > ગુજરાત > અમદાવાદમાં ભારે ભીડને કારણે શ્યામલ બાદ રાણીપ-સેટેલાઇટ ડી માર્ટ સીલ

અમદાવાદમાં ભારે ભીડને કારણે શ્યામલ બાદ રાણીપ-સેટેલાઇટ ડી માર્ટ સીલ

0
201

અમદાવાદઃ અમદાવાદ શહેરમાં સરકારે શુક્રવારથી 57 કલાક કરફ્યૂ લાદવાની સરકારની જાહેરાતને પગલે કરિયાણું સહિત જીવન જરુરી વસ્તુઓની ખરીદી માટે ભારે બજારો, મોલ, દુકાનોમાં ભારે ભીડ ઊમટી પડી હતી. અમદાવાદના ત્રણ ડી માર્ટને ભારે ભીડને કારણે AMCએ સીલ કર્યા છે. શ્યામલ પછી રાણીપ અને સેટેલાઇટના ડી માર્ટને પણ અમદાવાદ મ્યુનિસિલપ કોર્પોરેશન દ્વારા સીલ મારવામાં આવ્યા છે.

જોધપુરના ડીમાર્ટ મોલમાં પણ હજારોની સંખ્યામાં લોકો લાઇનમાં ઊભા થઇ ગયા હતા. પરિણામો મ્યુનિસિપલ કોર્પોરેશનવાળાઓએ આવીને ડિમાર્ટને આગામી આદેશ ન આવે ત્યાં સુધી સીલ કરી દીધું અને નોટિસ ચોંટાડી દીધી છે. ડીમાર્ટ સીલ કરાયાના થોડી મિનિટો બાદ આ વિસ્તારમાં કરફ્યૂ જેવું વાતાવરણ સર્જાઇ ગયું હતું. લોકો ત્યાંથી બીજે ખરીદી કરવા માટે દોડા-દોડી કરી રહ્યા હતા. નાગરિકોમાં એક પ્રકારની બેચેની જોવા મળી રહી હતી. Shyamal D Mart Seal

આ પણ વાંચો: કરફ્યુ ઇફેક્ટઃ અમદાવાદમાં ખરીદી માટે ભારે ભીડ, સોમવાર પછી પણ બધુ બંધ રહેવાની લોકોમાં દહેશત

કોરોનાનું સંક્રમણ વધતા આજ રાત્રે 9 વાગ્યાથી સોમવાર સવારે 6 વાગ્યા સુધી 57 કલાકનું કરફ્યૂ આપવામાં આવ્યુ છે. કરફ્યૂને કારણે લોકો ઘર વખરી લેવા માટે ઉમટી પડ્યા છે. શ્યામલ ડી માર્ટમાં પણ લોકોની ભારે ભીડ થઇ જતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તેને સીલ કરવામાં આવ્યુ છે. ડી માર્ટમાં કોરોનાના નિયમોનું ઉલ્લંઘન થતુ હોવાનું AMCના ધ્યાનમાં આવતા તેને સીલ માર્યુ હતું. Shyamal D Mart Seal