AMC દ્વારા મિલકત ધારકોને તાત્કાલિક ટેક્સ ભરવા માટેની તાકીદ કરવામાં આવી AMC Tax Defaulters
અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રોપર્ટી ટેક્સ ના ભરનારાઓ પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે. AMCના ઉત્તર પશ્ચિમ ઝોને 16 જેટલી પ્રોપર્ટીઓ સીલ કરાઇ છે. ડિફોલ્ટરોને નોટિસ આપવામાં આવી છે, જો આ નોટિસને ગંભીરતાથી લેવામાં નહીં આવે તો તેમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. AMC Tax Defaulters
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રોપર્ટી ટેક્સ ના ભરનાર ડિફોલ્ટરોની સંપત્તિ સીલ કરવામાં આવી છે. આ ઉપરાંત તેમને નોટીસ પણ આપવામાં આવી છે. નોટિસમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યુ છે કે જો ડિફોલ્ટરો દ્વારા નોટિસને ગંભીરતાથી લેવામાં નહીં આવે તો તેમના નળ કનેક્શન કાપવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત કહેવામાં આવ્યુ છે કે ટેક્સ ડિફોલ્ટરો દ્વારા જો ટેક્સ ભરવામાં નહિ આવે તો તેમની મિલકત ટાંચમાં લઈને હરાજી કરવામાં આવશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મિલકત ધારકોને તાત્કાલિક ટેક્સ ભરવા માટેની તાકીદ કરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આવનારા દિવસમાં ટેક્સ ડિફોલ્ટરો સામે દરેક ઝોનમાં સઘન ઝુંબેશ શરૂ કરવામાં આવશે. AMC Tax Defaulters
આ પણ વાંચો: અમદાવાદ: AMTS બસે સર્જ્યો અકસ્માત, મહિલાને અડફેટે લેતા મોત
કંઇ સંપત્તિ સીલ કરાઇ
મિલકતનું નામ | બાકી ટેક્ષની વિગત |
ચાર્લી સિરામિક | 11,31,156 |
હર્ષદભાઈ કેશરજી ઠાકોર | 9,24,007 |
નંદુભાઈ કાંતીલાલ પટેલ એન્ડ | 9,19,650 |
લક્ષ્મણજી બેચરજી ઠાકોર & અધર્સ | 7,62,292 |
કનુજી રમણજી ઠાકોર & અધર્સ | 6,27,312 |
હર્ષદભાઇ કેશરજી ઠાકોર | 5,57,077 |
રાહુલ દેવેન્દ્ર ઠાકોર & અધર્સ | 4,90,199 |
સહજાનંદ માર્બલ | 4,63,825 |
હર્ષદભાઇ કેશરજી ઠાકોર | 4,42,409 |
વિલાસબેન રમણભા ઠાકોર & અધર્સ | 3,83,859 |
બાબૂજી પૂંજાજી ઠાકોર, જયંતિજી પીં. ઠાકોર | 3,81,771 |
મફાજી બાલાજી ઠાકોર & અધર્સ | 3,80,405 |
અતીત અરવિંદભાઇ પટેલ | 3,41,000 |
દિલીપભાઇ ભીખાભાઈ | 5,25,809 |
ભારત સંચાર નિગમ લિ. | 5,98,572 |
મહંમદ હુસેન કડીવાલા- હોટલ પ્રગતિ | 14,84,367 |