Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ગુરુવારે મ્યુનિ.ની સ્ટેન્ડિંગ કમેટીની બેઠક, પે એન્ડ પાર્કિંગના કોન્ટ્રાકટરોને ફી ભરવામાંથી મુક્તિ અપાશે

ગુરુવારે મ્યુનિ.ની સ્ટેન્ડિંગ કમેટીની બેઠક, પે એન્ડ પાર્કિંગના કોન્ટ્રાકટરોને ફી ભરવામાંથી મુક્તિ અપાશે

0
90
  • જુદા જુદા વિભાગો માટે 15 સીએનજી પેસેન્જર રીક્ષા ભાડે રાખવામાં આવશે

  • આવતીકાલે યોજાનારી મ્યુનિ.ની સ્ટેન્ડીંગ કમિટીમાં કુલ ચાર કામો મૂકાયા

અમદાવાદ: દર ગુરુવારની માફક આવતીકાલે યોજાનારી અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટી (AMC Standing Committee Meeting)માં ચાર કામો રજૂ કરવામાં આવ્યા છે. આ કમિટીની મિટીંગ (AMC Standing Committee Meeting) ઉસ્માનપુરા ખાતે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ઓનલાઇન યોજવામાં આવશે. આ કમિટી સમક્ષ મૂકાયેલા કામોમાં ખાસ કરીને પે એન્ડ પાર્કિંગના કોન્ટ્રાકટરોને માર્ચથી ઓગસ્ટ સુધીના લોકડાઉનના સમયગાળાની ફી ભરવામાંથી મુક્તિ આપવા તથા વધારાની ફીમાંથી મુક્તિ આપવા સહિતના કામો મૂકવામાં આવ્યા છે.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના પાર્કિંગ પ્લોટ/જગ્યામાં પે એન્ડ પાર્કિંગના હેતુ માટે વાર્ષિક, છ માસિક કે જુદા જુદા સમય માટે ખાનગી કોન્ટ્રાકટરોને પાર્કિંગ કરાવવા માટે પરવાના આપવામાં આવ્યા છે. કોવિડ 19ના સંક્રમણને અટકાવવા માટે સરકાર દ્વારા જાહેર કરેલા લોકડાઉનના કારણે 22 માર્ચથી 31 ઓગસ્ટના સંપૂર્ણ લોકડાઉન સમયગાળાની લાયસન્સ તથા પરવાના ફી ભરવામાંથી મુક્તિ આપવી. તેમ જ પાર્કિંગની જગ્યાનો પરવાનો વધારાની ફી ભરવામાંથી મુક્તિ સાથે છ માસ વધારી આપવાની તથા પે એન્ડ પાર્કના પરવાના બાબતે કોર્ટમાં મેટર ચાલે છે. આ કોર્ટના હુક્મ અનુસાર આગળની કાર્યવાહી કરવાની પણ મંજુરી માંગતું કામ મૂકવામાં આવ્યું છે.

આ પણ વાંચો: કોવિડ-19 રાહત પેકેજઃ ગુજરાતને કેન્દ્રએ 85 કરોડની ચૂકવણી કરવાની બાકી

આ ઉપરાંત મ્યુનિ. કોર્પોરેશનના વોટર ઓપરેશન, લાઇટ ખાતુ, સેન્ટ્રલ લેબોરેટરી, સીએનસીડી સહિતના જુદા જુદા વિભાગો માટે વાર્ષિક ધોરણે દૈનિક 8 કલાકની કામગીરી માટે ભાડેથી મેળવવાની થતી સીએનજી 15 પેસેન્જર રીક્ષા ત્રણ વર્ષ માટે રેટ કોન્ટ્રાક્ટ નિયત કરી ભાડેથી મેળવવા જાહેર ઇ ટેન્ડરથી કરાયેલી કાર્યવાહીમાં સૌથી ઓછા ભાવ ઓફર કરી હતી. જેમાં દૈનિક પ્રતિ રીક્ષા વાહનના 8 કલાકની કામગીરી બદલ 359.91 પૈસાના ભાવથી 15 રીક્ષાના ત્રણ વર્ષ માટેના અંદાજે 50,69,333ના ખર્ચ મંજુર કરવા માટેનું કામ પણ મૂકાયું છે. તેમ જ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ ખાતા દ્વારા અસલાલી ફાયર સ્ટેશનના તથા સાબરમતી ફાયર સ્ટેશનના મિની ફાયર ફાઇટરના કલર કામ તથા રિપેરીંગના કામ માટે 8 લાખ રૂપિયા મંજુરી માટે રજૂ કરવામાં આવ્યું છે. તેમાં સાબરમતી ફાયર સ્ટેશનના ફાયર ફાઇટર માટે 4.10 લાખ તથા અસલાલીના મિની ફાયર ફાઇટર રિપેરીંગ માટે 3.10 લાખનો ખર્ચ બતાવ્યો છે.