Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > AMCએ 25 દિવસ પહેલાં 17 ખાનગી હોસ્પિટલમાં 50 ટકા પ્રાઇવેટ બેડ રિઝર્વ કર્યા પણ હજુ સુધી મળ્યા નહીં

AMCએ 25 દિવસ પહેલાં 17 ખાનગી હોસ્પિટલમાં 50 ટકા પ્રાઇવેટ બેડ રિઝર્વ કર્યા પણ હજુ સુધી મળ્યા નહીં

0
48

171 હોસ્પિટલોના 75 ટકા બેડ રિઝર્વ કરવાની જાહેરાત પણ અમલ નહીં, સ્વ ખર્ચે સારવાર કરાવવા માંગતા દર્દીઓને પણ હાલાકી

લક્ષ્મી પટેલ,અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હાથી ના દાંત દેખાડવાના જુદા અને ચાવવા ના જુદા જેવી સ્થિતિ છે. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા 25 દિવસ પહેલાં 8 એપ્રિલે અમદાવાદ શહેરની 18 ખાનગી હોસ્પિટલોમાં 50% લેખે 1219 બેડ મ્યુનિ. પ્રાઇવેટ ક્વોટામાં રિઝર્વ (AMC reserve bed) કર્યા હતા પણ આજદિન સુધી બેડનો કબજો મળ્યો નથી.

એક હોસ્પિટલ તો અસ્તિત્વમાં જ નથી

17 ખાનગી હોસ્પિટલમાં 50 ટકા પ્રમાણે બેડ રિઝર્વ કરવાના હતા પણ હાલની સ્થિતિએ જોઈએ તો કેટલીક મોટી હોસ્પિટલ દ્વારા 25 ટકા બેડ પણ સોંપ્યા નથી.જરૂરિયાત વધવાની સાથે amc દ્વારા રિઝર્વ હોસ્પિટલ માં વધારો કરવામાં આવ્યો છે. જે હાલ 171 હોસ્પિટલ કોરોના માટે રિઝર્વ કરવામાંઆવી છે. જ્યારે એક હોસ્પિટલ તો અસ્તિત્વમાં નથી.

આ પણ વાંચોઃ ‘ડેટા બોલતા હૈ..!’: ગુજરાતમાં ઘટી રહેલા કોરોના પોઝિટિવ કેસોનો દાવો પોકળ

અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે, AMCએ 28મી એપ્રિલના રોજ 171 ખાનગી હોસ્પિટલમાં 75 % બેડ રિઝર્વ (AMC reserve bed)કર્યા હતા પણ આ પૈકી કેટલા બેડનો મ્યુનિ.ને કબજો મળ્યો છે અને આ રિઝર્વ બેડ ઉપર કેવી રીતે દર્દીઓ દાખલ થઈ રહ્યાં છે તે અંગે કોઈ સત્તાવાર માહિતી જાહેર કરાતી નથી.

ઝાયડ્સ હોસ્પિટલમાં 275 બેડ રિઝર્વ કર્યા પણ માત્ર 72 મળ્યાં

ઉદાહરણ તરીકે એસ.જી હાઈવેની ઝાયડ્સ હોસ્પિટલમાં કુલ 550 બેડ હતા જેના 275 બેડ રિઝર્વ કરાયા હતા જેમાં દર્દીઓ સ્વખર્ચે સારવાર કરાવી શકે તેમ હતું પણ આજદિન સુધી માત્ર 72 બેડ મ્યુનિ.ને મળી શક્યાં છે. આવી સ્થિતિ અન્ય ખાનગી હોસ્પિટલમાં પણ છે. એસજી હાઇવે ઉપર આવેલી કે.ડી. હોસ્પિટલમાં કુલ બેડ 300 છે. મ્યુનિ.એ 150 બેડ રિઝર્વ કર્યા હતા પણ હજુ માત્ર 122 બેડ મળ્યા છે.

મેમનગરની સ્ટર્લિંગ હોસ્પિટલમાં 156 બેડ રિઝર્વ કરાયા હતા પણ 48 બેડ મળી શક્યા છે. રખિયાલની નારાયણ હોસ્પિટલમાં 150 બેડ રિઝર્વ કરાયાં હતા જેની સામે મ્યુનિ.ને 39 બેડ મળ્યા છે. સેવીયર હોસ્પિટલમાં 55 બેડ રિઝર્વ કર્યા હતા પણ મ્યુનિ.ને 35 બેડ મળ્યા છે.

એશિયન બેરીયટીક હોસ્પિટલમાં 50 બેડ રિઝર્વ કરાયા હતા પણ 10 બેડ મળી શક્યા છે. વાડજની દેવસ્ય હોસ્પિટલમાં 25 બેડ રિઝર્વ કર્યા હતા જેમાં 8 બેડ મ્યુનિ.ના ક્વોટામાં મળ્યા છે. આ તમામ માહિતી ખુદ આહના દૈનિક ધોરણે જાહેર કરે છે જેમાં આ હોસ્પિટલમાં કેટલા મ્યુનિ. ક્વોટાના બેડ છે તે જાહેર કરવામાં આવે છે અને તેમાં કેટલા ભરેલા છે તેની વિગતો મુકવામાં આવે છે. જોકે, AMC અને હોસ્પિટલ બન્નેને બેડ અનામતના લાભને કારણે નુકસાન થઇ રહ્યુ છે.

આ પણ વાંચોઃ અંકલેશ્વર: ‘કોરોના કાળમાં પૈસા કોઈ જ કામના નથી’ કહીં યુવકે ઓવરબ્રિજ પરથી રૂપિયા ઉડાવ્યાં

50 ટકા લેખે રિઝર્વ કરેલા બેડનો કબજો મળી રહ્યો નથી

આ તમામ ખાનગી હોસ્પિટલને છાવરવામાં આવી રહી છે. એક મહિના જેટલો સમય વીત્યો છતાં 50 ટકા લેખે રિઝર્વ (AMC reserve bed)કરેલા બેડનો કબજો મળી રહ્યો નથી તે માન્યામાં આવે તેવું નથી. આ હોસ્પિટલમાં મ્યુનિ.ના રિઝર્વ બેડ હોવા છતાં સ્વ ખર્ચે સારવાર કરાવવા માંગતા દર્દીઓને પણ મ્યુનિ. ક્વોટામાં બેડ મળી રહ્યાં નથી કેમ કે, આજદિન સુધી આ હોસ્પિટલમાં દર્દીઓને દાખલ કરવાની કોઈ નીતિ મ્યુનિ.એ જાહેર કરી નથી. મ્યુનિ.ના ક્વોટામાં દર્દીઓ કેવી રીતે દાખલ થાય તે પણ એક રહસ્ય છે.

         હોસ્પિટલ –                     કુલ બેડ –       50% –        મળ્યા કેટલા

  • 1. ઝાયડસ હોસ્પિટલ        550             275               72
  • 2. કેડી હોસ્પિટલ               300            150              122
  • 3. સ્ટર્લિંગ મેમનગર          312            156                48
  • 4. નારાયણન રખિયાલ     300           150                39
  • 5. સેવીયર હોસ્પિટલ         110               55              35
  • 6. એશિયન બેરિયાટિક      100              50              10
  • 7. દેવસ્ય હોસ્પિટલ            50                25              08

આ પણ વાંચોઃ

શહેરમાં કેસની સંખ્યા ઘટવા લાગી પણ આઇસીયુ અને ઓક્સિજન બેડ વધારે ભરાયા

Vacancy

Vacancy

vacancy 1

vacancy 1

Vacancy2

Vacancy3

Vacancy3

Vacancy4

Vacancy4

Vacancy5

Vacancy5

Vacancy6

Vacancy6

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat