Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 10 હોસ્પિટલોને 69 ઓક્સિજન સિલિન્ડર ફાળવ્યા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 10 હોસ્પિટલોને 69 ઓક્સિજન સિલિન્ડર ફાળવ્યા

0
34

અમદાવાદ: શહેરમાં કોરોનાના કેસોમાં ધરખમ વધારો થઈ રહ્યો છે.  જો કે, ઘણા દર્દીઓમાં હાલ ઓક્સિજનની અછત ઊભી થઈ રહી છે ઓક્સિજનની જરૂરિયાતને પહોંચી વળવા માટે તેમજ કોરોના મહામારીને કંટ્રોલમાં લેવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મેડીકલ ઓક્સિજનનો પૂરવઠો મળી રહે તે માટે ઓક્સિજન કંટ્રોલરૂમ શરૂ કરી શહેરમાં આવેલી કોવિડ હોસ્પિટલોની ઓક્સિજનનો પુરવઠો પૂરો પાડવા 24 કલાક કામગીરી કરે છે.

ગઈકાલે બપોરે 2 વાગ્યાથી આજે બપોરે બે વાગ્યા સુધી શહેરની 29 હોસ્પિટલોએ ઓક્સિજનના સિલિન્ડરની રીફીલિંગ માટે કંટ્રોલ રૂમ ખાતે રજૂઆત કરવામાં આવી હતી. જે પૈકીની 10 હોસ્પિટલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રાખવામાં આવેલી વ્યવસ્થામાંથી 69 સિલિન્ડર આપવામાં આવેલ છે.

અભિષેક હોસ્પિટલ મણિનગર, 1 સિલિન્ડર, સામવેદ હોસ્પિટલ નવરંગપુરા, 20 સિલીન્ડર, પુષ્પા હોસ્પિટલ નવરંગપુરા, 3 સિલિન્ડર, લક્ષ્મી હોસ્પિટલ મણીનગર, 5 સિલિન્ડર, સિંધુ હોસ્પિટલ કુબેરનગર, 5 સિલિન્ડર, એપોલો સિદ્ધિવિનાયક હોસ્પિટલ મણીનગર, 10 સિલિન્ડર, ગુરુકૃપા હોસ્પિટલ ઓઢવ, 5 સિલિન્ડર ,શ્રીજી હોસ્પિટલ સરસપુર, 10 સિલિન્ડર, નિધિ હોસ્પિટલ નવરંગપુરા, 5 સિલિન્ડર સોલાર હોસ્પિટલ નારણપુરા, 5 સિલિન્ડર આમ ટોટલ 69 સિલિન્ડર ફાળવવામાં આવ્યા છે.

આ ઉપરાંત જુદી જુદી હોસ્પિટલોમાં મૂકવામાં આવેલા એક કિલોલીટર પોર્ટો કાયો ટેન્ક જરૂરિયાત મુજબ રીફિલિગ કરી આપવામાં આવે છે. જેમાં એસએમએસ હોસ્પિટલ, કોઠીયા હોસ્પિટલ ,પરીખ હોસ્પિટલ, જીવરાજ હોસ્પિટલ, જી.સી.એસ હોસ્પિટલ, સમરસ હોસ્પિટલ, એલ જી હોસ્પિટલ,તેમજ કાનબા હોસ્પિટલ ને સ્થળ પર જ લિકવિડ ઓક્સિજન પૂરો પાડવામાં આવે છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat