Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > રેમડેસીવીર ઇન્જેક્શનને લઇને AMCનો મહત્વપૂર્ણ નિર્ણય

રેમડેસીવીર ઇન્જેક્શનને લઇને AMCનો મહત્વપૂર્ણ નિર્ણય

0
124
  • હોમ આઇસોલેસનમાં રહીને ટ્રીટમેન્ટ લેતા દર્દીઓને પણ ઇન્જેક્શન આપવામાં આવશે

  • હોમ આઇસોલેસનમાં રહેલા દર્દીઓને અમદાવાદ નર્સિંગ અને હોસ્પિટલ અસોસિએશન દ્વારા ઇન્જેક્શન મળશે

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રામદેવપીર મહત્વનો નિર્ણય કર્યો છે. હોમ આઇસોલેસનમાં રહીને ટ્રીટમેન્ટ લેતા દર્દીઓને પણ હવે રેમડેસિવિર ઇન્જેક્શન આપવામાં આવશે. તેમજ ડેઝિગ્નેટેડ કોવિડ હોસ્પિટલ , ડેડીકેટેડ નર્સિંગ હોમ તેમજ કોવિડ સેન્ટરને ડોર સ્ટેપ ડિલિવરી મળશે. 15 એપ્રિલ સુધી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખાનગી હોસ્પિટલ તેમજ નર્સિંગ હોમમાં 36106 ઇંજેક્શનનું વિતરણ કરેલ છે.

હોમ આઇસોલેશનમાં રહેલા દર્દીઓને અમદાવાદ નર્સિંગ અને હોસ્પિટલ એસોસિએશન દ્વારા રેમડેસિવિર ઇન્જેક્શન આપશે. જેથી રજિસ્ટર્ડ મેડિકલ પ્રેકટીશનરોની દેખરેખ હેઠળ સંચાલન કરી શકાય. અત્યાર સુધી અમદાવાદમાં SVP હોસ્પિટલ ખાતેથી માત્ર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા દર્દીઓ માટે જ ઇન્જેક્શન આપવામાં આવતા હતા. જેમાં ખાનગી હોસ્પિટલ દ્વારા જરૂરી ડોક્યુમેન્ટ સાથે તેમના પ્રતિનિધિ ને SVP હોસ્પિટલમાં મોકલવાનો રહેતો હતો.

તમામ ડેઝિગ્નેટેડ કોવિડ હોસ્પિટલ , ડેડીકેટેડ નર્સિંગ હોમ તેમજ કોવિડ સેન્ટરને ડોર સ્ટેપ ડિલિવરી મળશે. એ. એન. એચ. એ. (અમદાવાદ નર્સિંગ હોમ એન્ડ હોસ્પિટલ એસોસિયેશન)ના રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિસનર્સ દ્વારા સંભાળ લેવામાં આવતા દર્દીઓને એ.એન.એચ.એ દ્વારા મેળવશે.

માન્ય હોસ્પિટલો પોતાની જરૂરિયાત મુજબ આ ઇમેઇલ આઈડી પર [email protected] પર જરૂરી દસ્તાવેજો જરૂરી ફોર્મેટ મોકલવાના રહેશે.

હોસ્પિટલોએ નીચે મુજબના ફોર્મેટમાં જરૂરી દસ્તાવેજ (PDF)માં મોકલવાના રહેશે

1. સી ફોર્મ સેલ્ફ એટેસ્ટેડ સ્કેન કરેલી કોપી
2.દરેક દર્દીઓની RT- PCR રિપોર્ટની સેલ્ફ એટેસ્ટેડ સ્કેન કરેલી કોપી
3. ઇન્જેક્શન લેવા આવનારની ઓળખકાર્ડની સ્કેન કરેલી સેલ્ફ એટેસ્તેડ કોપી

હોસ્પિટલોએ AMC તરફથી કન્ફર્મેશન મળ્યા બાદ નિયત સમય અને તારીખ એ માં પોતાના પ્રતિનિધિને ડોઝ લેવા માટે મોકલવાના રહેશે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat