Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > AMCની ગેરકાયદે બાંધકામ સામે ઝુંબેશ, 5,10,483 ચો. ફૂટની જગ્યા ખુલ્લી કરાઈ

AMCની ગેરકાયદે બાંધકામ સામે ઝુંબેશ, 5,10,483 ચો. ફૂટની જગ્યા ખુલ્લી કરાઈ

0
58
  • શુક્રવારે AMCએ કુલ 25,940 ચોરસ ફૂટના બિનઅધિકૃત બાંધકામ દૂર કર્યા
  • સી.જી. રોડ પરના ગોલ્ડ લીફના ટેરેસ પરનું કોમર્સિયલ બાંધકામ તોડાયું
  • ટીપી રોડ પર થયેલા બાંધવામાં આવેલા રહેણાંક મકાનો તોડી પડાયા
  • કમ્પાઉન્ડ વોલના 10 દરવાજા દૂર કરીને રસ્તો ખુલ્લો કરાયો

અમદાવાદઃ અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા ગેરકાયદેસર બાંધકામો (AMC-illegal construction demolition)સામેની ઝુંબેશ વેગવતી બનાવવામાં આવી છે. આજના દિવસ સુધીમાં આ ઝુંબેશના ભાગરૂપે 5,10,483 ચોરસ ફૂટની જગ્યા ખુલ્લી કરવામાં આવી છે. તેની સાથે આજના દિવસમાં 25,940 ચોરસ ફૂટની જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી.

શહેરના સી.જી. રોડ પરના ગોલ્ડ લીફના નામે પ્રચલિત ટેરેસ ઉપરનું 4000 ચો. ફૂટનું કોમર્સિયલ બાંધકામ આજે કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા દૂર કરવામાં આવ્યું છે.

પ્રહલાદનગર ગાર્ડનની પાછળના પ્લોટનું દબાણ દૂર કરાયું

આ ઉપરાંત જોધપુર પ્રહલાદનગર ગાર્ડનની પાછળ આવેલા રિઝર્વેશન પ્લોટમાં (AMC-illegal construction demolition)275 ચોરસ ફૂટના 1 રહેણાંકનું ઝુપડું તથા એક શેડ તેમ જ જોધપુર નર્મદા વસાહત પાસે આવેલા તપસ બંગલોઝવાળા ટી.પી. રસ્તા ઉપર 150 ચોરસ ફૂટના બનાવવામાં આવેલ 1 ઝૂંપડું તથા શેલ્બી હોસ્પિટલ પાસે ટી.પી. રસ્તા ઉપર 300 ચોરસ ફૂટ બનાવવામાં આવેલા બે ઝૂંપડા તથા એસ.જી. હાઇવે પરની ચીમનભાઇ પટેલ ઇન્સ્ટિટયૂટની દિવાલને અડીને 450 ચોરસ ફૂટ જગ્યાનું દબાણ દૂર કરવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ BREAKING: અમદાવાદના કેમ્પ હનુમાન મંદિરના ટ્રસ્ટી સુધીર નાણાવટીનું રાજીનામુ

જગતપુર રોડથી એસ.જી. હાઇવેના દબાણ દૂર કરાયા

અમદાવાદ શહેરમાં થયેલા બિન અધિકૃત બાંધકામો/ બિલ્ડિંગો દૂર કરવાની (AMC-illegal construction demolition)અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્રારા છેલ્લાં કેટલાંક દિવસથી ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ કામગીરીના ભાગરૂપે ઉપરોક્ત દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત જગતપુર રોડથી 30 મીટર પહોળાઇમાં આવતાં 1000 ચોરસ ફૂટના 2 પાકા બાંધકામો, 5 કાચા બાંધકામો દૂર કરી 150 મીટર લંબાઇનો ટી.પી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો છે, જેથી જગતપુરથી એસ.જી. હાઇવે તરફથી કનેકટિવિટી સરળ થશે તથા ટ્રાફિકની સમસ્યામાં ઘણી રાહત થશે.

રખિયાલમાં પણ દબાણો દૂર કરાયા

જયારે રખિયાલ સુરખરામનગર પાણીની ટાંકીની બહાર (AMC-illegal construction demolition)24.40 મીટર ટી.પી. રસ્તામાં આશરે 300 મીટર લંબાઇ સુધીના રસ્તામાં કોમર્સિયલ પ્રકારના 9 યુનિટ તથા રેસિડેન્સ પ્રકારના બે યુનિટ મળી કુલ 11 યુનિટ ઝુંપડાઓનું 1150 ચોરસ ફૂટ તથા અમરાઇવાડી વોર્ડના ટી.પી. 10, મ્યુનિ. ગાર્ડન પ્લોટની બહાર 18.30 મીટર ટી.પી. રસ્તામાં આશરે 200 મીટર લંબાઇ સુધીના રસ્તામાં આવતાં રેસિડેન્સ પ્રકારના 8 યુનિટ ઝૂંપડાઓનું દબાણ દૂર કરીને 925 ચોરસ ફૂટ જગ્યા ખુલ્લી કરવામાં આવી છે.

ઉત્તર ઝોનમાં કુબેરનગર વોર્ડમાં આવેલા નહેરુ ચિલ્ડ્રન પાર્ક પાસે યુ વી ફેશનવાળી લાઇન ડી વોર્ડમાં 1550 ચો. ફૂટનું કોમર્સિયલ પ્રકારનું ગ્રાઉન્ડ ફલોરમાં કરાયેલું બાંધકામ પણ દૂર કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃ સસરાના બિઝનેસ પાર્ટનર સાથે સાસુની કામક્રીડા જોવી વહુને મોંઘી પડી

જયારે નારોલ/ શાહવાડીમાંથી પસાર થતો મહાલક્ષ્મી પેટ્રોલ પપથી ટેક્ષટાઇલ્સ સુધીનો 12 મીટર પહોળાઇ, 500 મીટરનો અંદાજે લંબાઇ ટી.પી. રસ્તો તથા જયોત ટેક્ષટાઇલ્સથી સાંઇકૃપા થઇ ગુજકોમાસોલ તરફ જતા 18 મીટર પહોળાઇનો અંદાજે 800 મીટર લંબાઇના ટી.પી. રસ્તામાં આવેલા 16140 ચોરસ ફૂટનું તથા 800 મીટર લંબાઇની કમ્પાઉન્ડ વોલના 10 દરવાજા દૂર કરી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો છે.

આમ આજે સરેરાશ 25940 ચોરસ ફૂટના બિનઅધિકૃત બાંદકામો દૂર કરાયા હતા. તેની સાથે 150 મીટર લંબાઇના ટી.પી. રોડની જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી. અત્યારસુધી ચાલેલી આ ઝુંબેશ દરમિયાન કુલ 5,10,483 ચો. ફૂટના ગેરકાયદેસર બાંધકામો તથા 6450 મીટર લંબાઇના ટી.પી. રોડની જગ્યા ખુલ્લી કરાઇ છે.