Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > AMCનો સપાટો, શહેરમાં 20,804 ચો. ફૂટના બિનઅધિકૃત બાંધકામ દૂર કરાયા

AMCનો સપાટો, શહેરમાં 20,804 ચો. ફૂટના બિનઅધિકૃત બાંધકામ દૂર કરાયા

0
69
  • 2400 મીટર લંબાઇના ટી.પી. રોડની જગ્યા ખુલ્લી કરાઇ

  • અમદાવાદ શહેરમાં ઠેર ઠેર ગેરકાયદેસર બાંધકામ પર એએમસીની તવાઇ

  • કાલુપુર શેખ મુંજાલના મહોલ્લામાં ત્રણ માળનું રહેણાંકનું મકાન તોડી પડાયું

અમદાવાદ: મ્યુનિ. કોર્પોરેશન દ્રારા છેલ્લાં કેટલાંક સમયથી ગેરકાયદેસર બાંધકામો તેમ જ જમીન તથા પ્લોટમાં થયેલા દબાણો હટાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે આજે અમદાવાદ શહેરમાં 20,804 ચો. ફૂટના બિન અધિકૃત બાંધકામો દૂર કરવામાં આવ્યા હતા. જયારે 2400 મીટર ટી.પી. રોડની જગ્યા ખૂલ્લી કરવામાં આવી હતી. આ ઝુંબેશ આગામી દિવસોમાં પણ જારી રહેશે તેવી કોર્પોરેશને જાહેરાત કરી છે.

અમદાવાદ શહેરના ઉત્તર ઝોનમાં ચેનપુરથી જગતપુર ક્રોસિંગ સુધીનો રોડ 30 મીટર પહોળાઇના ટીપી રસ્તાની જગ્યા 600 મીટર લંબાઇમાં આવતા 4 કોમર્શિયલ પ્રકારના તથા 8 રહેણાંક પ્રકારના કાચા શેડ થઇ 1022 ચો. ફૂટનું બાંધકામ તથા 8 ક્રોસ વોલ વગેરે જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી. જયારે દક્ષિણ પશ્ચિમ ઝોનમાં સરખેજ 1 વોર્ડમાં ટી.પી. સ્કિમ નં.85 ફાયનલ પ્લોટ નં. 95 પઠાણ ફાર્મની બાજુમાં અંબર ટાવર સામેનો 100 ફૂટનો રોડ પર ગ્રાઉન્ડ ફલોર 1291 ચો. ફૂટનું (1 યુનીટ) રેસિડેન્સિયલ તથા કોમર્શિયલ પ્રકારનું બાંધકામ દૂર કરવામાં આવ્યું છે. તો પશ્ચિમ ઝોનમાં પાલડી વોપ્જમાં ફાઇનલ પ્લોટ નં. 565/1ની નજીક 6.00 મીટર ટી.પી. રોડ પર 300 મીટર લંબાઇમાં દબાણ દૂર કરી રસ્તો ખુલ્લો કર્યો છે. તથા મંજુલા ગાર્ડનથી ત્રિપુરા સોસાયટી સુધીના 500 મીટર લંબાઇના રોડ પર તેમ જ એન.આઇ.ડી.થી મહાલક્ષ્મી પાંચ રસ્તા સુધીના 1000 મીટર લંબાઇના ટી.પી. રોડ પરના 1290 ચો. ફૂટ રહેણાંક તેમ જ કોમર્શિયલ શેડ પ્રકારના દબાણો દૂર કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: પત્નીના લોભે માંઝા મૂકી: પતિની જમીન તથા વીમાની રકમ પચાવી પાડવા હત્યા

જયારે પૂર્વ ઝોનમાં વિરાટનગર વોર્ડમાં સર્વે ન. 286 પૈકીમાં આવેલા ઘનશ્યામ એસ્ટેટમાં 2250 ચો. ફૂટના બે યુનિટનું ઇન્ડસ્ટ્રીયલ પ્રકારનું બાંધકામ દૂર કરાયું છે. તો ઉત્તર ઝોનમાં સરસપુરમાં 441 ચો.મી. ઇન્ડસ્ટ્રિયલ પ્રકારનું બાંધકામ દૂર કરવામાં આવે છે. તેમ જ કોતરપુર ગામ નજીકની જોગણી માતાના 6460 ચો. ફૂટ 2 કોમર્શિયલ તથા 8 રહેણાંક થઇ કુલ 10 યુનિટ બાંધકામો ઓટલા/કમ્પાઉન્ડ વોલ વગેરે દૂર કરવામાં આવ્યા છે.

દક્ષિણ ઝોનમાં ખોખરા વોર્ડમાં અનુપમ સિનેમા પાસેથી પસાર થતાં રસ્તા પરના આશરે 32.30 ચો. ફૂટ ( 30 યુનિટ ) રહેણાંક પ્રકારના કાચા પાકા દબાણો/ બાંધકામ દૂર કરવામાં આવ્યા છે. મધ્ય ઝોનમાં ખાડિયા વોર્ડમાં કાલુપુર બંધારાના ખાંચાની સામે શેખ મુંજાલનો મહોલ્લો 4820 ચો. ફૂટ ગ્રાઉન્ડ ફલોરથી સેકન્ડ ફલોરનું રહેણાંક ( સ્ક્રીમ ) પ્રકારનું બાંધકામ દૂર કરવામાં આવ્યું છે.