Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશએ 11 હોસ્પિટલને 101 ઓક્સિજન સિલિન્ડર ફાળવ્યા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશએ 11 હોસ્પિટલને 101 ઓક્સિજન સિલિન્ડર ફાળવ્યા

0
32

અમદાવાદ: શહેરમાં કોરોનાના કેસોમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. કોરોનાના કેસ અને કારણે ઓક્સિજનની અછત ઊભી થઈ રહી છે ઓક્સિજનની જરૂરિયાતને પહોંચી વળવા માટે તેમજ કોરોના મહામારીને કંટ્રોલમાં લેવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મેડીકલ ઓક્સિજનનો પૂરવઠો મળી રહે તે માટે ઓક્સિજન કંટ્રોલરૂમ શરૂ કરી શહેરમાં આવેલી કોવિડ હોસ્પિટલોની ઓક્સિજનનો પુરવઠો પૂરો પાડવા 24 કલાક કામગીરી કરે છે.

ગઈકાલે બપોરે 2 વાગ્યાથી આજે બપોરે બે વાગ્યા સુધી શહેરની 43 હોસ્પિટલોએ ઓક્સિજનના સિલિન્ડરની રીફીલિંગ માટે કંટ્રોલ રૂમ ખાતે રજૂઆત કરવામાં આવી હતી. જે પૈકીની 11 હોસ્પિટલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રાખવામાં આવેલી વ્યવસ્થામાંથી 101 સિલિન્ડર આપવામાં આવેલ છે.

સોલાર હોસ્પિટલ નારણપુરા 10 સિલિન્ડર, સામવેદ હોસ્પિટલ નવરંગપુરા 12 સિલિન્ડર, નોબલ ગેસ્ટ્રો હોસ્પિટલ મીઠાખડી 5 સિલિન્ડર ,એઈમ્સ હોસ્પિટલ પાલડી 5 સિલિન્ડર, સ્પંદન હોસ્પિટલ વાડજ 10 સિલેન્ડર ,એસએમએસ હોસ્પિટલ ચાંદખેડા 15 સિલિન્ડર લિટલ ફ્લાવર હોસ્પિટલ મણિનગર 5 સિલિન્ડર ડી એસ એસ હોસ્પિટલ વસ્ત્રાપુર 5 સિલિન્ડર,એસ.વી.પી બાયોમેડિકલ રિવરફ્રન્ટ 23 સિલિન્ડર સહજાનંદ હોસ્પિટલ ઠક્કરનગર 3 સિલિન્ડર,સ્પર્શ હોસ્પિટલ વટવા 8 સિલિન્ડર આમ ટોટલ 101 સિલિન્ડર ફાળવવામાં આવ્યા.

આ ઉપરાંત જુદી જુદી હોસ્પિટલોમાં મૂકવામાં આવેલા એક કિલોલીટર પોર્ટો કાયો ટેન્ક જરૂરિયાત મુજબ રીફિલિગ કરી આપવામાં આવે છે. જેમાં એસએમએસ હોસ્પિટલ, કોઠીયા હોસ્પિટલ ,પરીખ હોસ્પિટલ, જીવરાજ હોસ્પિટલ, જી.સી.એસ હોસ્પિટલ, સમરસ હોસ્પિટલ, એલ જી હોસ્પિટલ, શારદાબેન હોસ્પિટલ, સરદાર હોસ્પિટલ, સેવિયર હોસ્પિટલ તેમજ કાનબા હોસ્પિટલને સ્થળ પર જ લિકવિડ ઓક્સિજન પૂરો પાડવામાં આવે છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat