Gujarat Exclusive > ગુજરાત > આખરે મ્યુનિસિપલની સામાન્ય સભા Tagore Hall ખાતે જ યોજાશે

આખરે મ્યુનિસિપલની સામાન્ય સભા Tagore Hall ખાતે જ યોજાશે

0
53
  • 28મી ઓક્ટોબરની સામાન્ય સભા ઓનલાઇન યોજવાની જાહેરાત કરી હતી
  • અગાઉ પણ કોંગ્રેસના ભારે હોબાળા બાદ ટાગોર હોલમાં બેઠક યોજાઇ હતી

અમદાવાદઃઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની માસિક સામાન્ય સભા (AMC General meeting) હવે શહેરના ટાગોર હોલ (Tagore Hall )ખાતે જ યોજવાની જાહેરાત આજે મેયર બિજલબેન પટેલે કરી છે. અગાઉ આ બેઠક સ્ટેન્ડિંગ કમિટીના રૂમમાં વિડીઓ કોન્ફરન્સથી ઓનલાઇન યોજવાનું નક્કી કર્યું હતું.

પરંતુ આ અંગે હોબાળો થતાં આજે મેયરે આ જાહેરાત કરીને વિવાદનો અંત આણ્યો છે. અગાઉની સામાન્ય સભા પણ કોંગ્રેસના હોબાળા બાદ ટાગોર હોલ (Tagore Hall )ખાતે યોજાવામાં આવી હતી.

અનલોક બાદ પણ ઓનલાઇન બોર્ડની મીટિંગ યોજાતી

કોરોના મહામારીમાં લોકડાઉનના કારણે અનેક સામાન્ય સભા યોજાઇ ન હતી. અનલોક બાદ પણ ઓનલાઇન બોર્ડની મીટિંગ યોજાતી હતી. પરંતુ તેમાં અસરકારક રજૂઆત કરી શકાતી નથી. જેથી કોંગ્રેસે એક બોર્ડનો બહિષ્કાર કરીને મ્યુનિ. પ્રાંગણમાં જ સમાંતર બોર્ડની બેઠક યોજી હતી.

આ પણ વાંચોઃ અમદાવાદને સ્વચ્છતા સર્વેક્ષણમાં પ્રથમ નંબરે લાવવા માટે 61.80 લાખનું કામ પડતું મૂકાયું

દરમિયાનમાં વિધાનસભાનું સત્ર પણ પ્રત્યક્ષ યોજાવાનું હોવાથી મ્યુનિ. કોર્પોરેશન પર એક દબાવ ઊભો થયો હતો. પરિણામ સ્વરુપે મેયર સહિતના હોદ્દેદારોએ માસિક સામાન્ય સભા ગાંધી હોલના બદલે ટાગોર હોલ (Tagore Hall) ખાતે યોજવાનું નક્કી કર્યું હતું.

હાજર રહેનારા દરેક કોર્પોરેટર તથા અધિકારીઓના કોરોના રિપોર્ટ ફરજિયાત કરાવવાનું જાહેર કર્યું હતું. આ બેઠકમાં હાજર રહેવા આવેલા ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા કે જેમનો એન્ટિજન ટેસ્ટને ગ્રાહ્ય નહીં રાખીને મેયર બિજલ પટેલે તેમને બેસવા નહીં દેતાં વિવાદ સર્જાયો હતો.

અગાઉ ઇમરાન ખેડાવાલાને બેસવા દેવાયા નહતા Tagore Hall

આ જ ટેસ્ટ વિધાનસભામાં ગ્રાહ્ય રાખવામાં આવ્યો હોવાનું ઇમરાન ખેડાવાલાએ જણાવ્યું હતું. તાજેતરમાં જ વિરોધ પક્ષના કોંગ્રેસના નેતા દિનેશ શર્માએ રાજીનામું આપી દીધું હોવાથી કોઇ વિરોધ થશે નહીં તેમ માનીને ફરીવાર આ વખતે મેયરે 28મીની સામાન્ય સભા ઓનલાઇન યોજવાની જાહેરાત કરી દીધી હતી.

ત્યાં સુધી કે એજન્ડામાં પણ તે જ બાબત જણાવી હતી. પરંતુ કોંગ્રેસના ઉપનેતા તૌફીકખાન પઠાણ દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવશે તેવી ગઇકાલે બુધવારે જાહેર કર્યું હતું.

આ પણ વાંચોઃ વસ્ત્રાપુર લેક ગાર્ડનમાં રાઇડસ ઊભી કરવા મામલે વિવાદાસ્પદ સુપર સ્ટાર એમ્યુઝમેન્ટને લીલી ઝંડી

Tagore Hallમાં ફરજિયાત કોરોના ટેસ્ટ અંગે અનિશ્ચતતા

દરમિયાનમાં આજે એકાએક મેયર બિજલબેન પટેલે 28મી ઓક્ટોબરના રોજ યોજાનારી માસિક સામાન્ય સભાની બેઠક 11 વાગ્યે ટાગોર હોલ (Tagore Hall ) ખાતે યોજવાની સત્તાવાર જાહેરાત કરી છે. જો કે આ વખતે કોરોના ટેસ્ટ ફરજિયાત કરાવાશે કે નહીં તે અંગે કોઇ સ્પષ્ટતા હજુ સુધી કરાઇ નથી.

આ કોરોના ટેસ્ટના કારણે જ ઘણાં કોર્પોરેટરો ગત બેઠકમાં ગેરહાજર રહ્યાં હતા.