Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમદાવાદના ગોમતીપુર વોર્ડમાં સૌથી વધુ 47.34 ટકા, જ્યારે નવરંગપુરામાં સૌથી ઓછું 25.93 ટકા મતદાન થયું

અમદાવાદના ગોમતીપુર વોર્ડમાં સૌથી વધુ 47.34 ટકા, જ્યારે નવરંગપુરામાં સૌથી ઓછું 25.93 ટકા મતદાન થયું

0
121

ઘણાં મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારમાં પણ 40 ટકાથી વધુ મતદાન નોંધાયું AMC Election Voting

અમદાવાદ: વર્ષ 2015 અમદાવાદ મહાનગર પાલિકાની ચૂંટણીની સરખામણીએ ચાલુ વર્ષે યોજાઈ રહેલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં મતદાનની ટકવારીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, જોકે 48 વોર્ડ પૈકી 21 વોર્ડમાં 40 ટકાથી વધુ મતદાન થયું છે. AMC Election Voting

અમદાવાદના પૂર્વ પટ્ટા અને કોટ વિસ્તારમાં મોટાભાગે 40 ટકાથી વધુ મતદાન થયું છે. અમદાવાદના ગોમતીપુર વોર્ડમાં સૌથી વધુ 47.43 ટકા જેટલું મતદાન થયું છે. જ્યારે પોશ ગણતા નવરંગપુરા વોર્ડમાં માત્ર 25.93 ટકા જેટલું મતદાન થયું છે. ઘણાં મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારમાં પણ 40 ટકાથી વધુ મતદાન નોંધાયું છે. જમાલપુર વોર્ડમાં આ વખતે મતદાન માત્ર 37.63 ટકા જેટલું રહ્યું હતું.

નોંધનીય છે કે બપોરના ત્રણ વાગ્યે સુધી મતદાન ખૂબ જ ઓછું હતું. જોકે ત્યારપછી મતદાનમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો. પશ્ચિમ અમદાવાદના કેટલાક વોર્ડમાં પૂર્વ વિસ્તારના વોર્ડની સરખામણીએ ઓછો મતદાન થયો છે. અમદાવાદ મહાનગર પાલિકાની ચૂંટણી માટે સરેરાંશ 38.73 ટકા મતદાન થયું છે. અમદાવાદ મહાનગર પાલિકાની ચૂંટણીઓના મતદાનમાં 41.94 ટકા પુરુષ મતદારો તો 35.21 ટકા સ્ત્રી મતદારો દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું. AMC Election Voting

આ પણ વાંચો: 2015 કરતા 2021 મહાનગરપાલિકા ચૂંટણીમાં સૌથી ઓછુ મતદાન

ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રથમ તબક્કામાં 6 મહાનગર પાલિકાઓની ચૂંટણી જાહેર કરાઈ હતી. આ છ મહાનગર પાલિકા પૈકી અમદાવાદ મહાનગર પાલિકામાં સૌથી ઓછું માત્ર 38.73 ટકા મતદાન થયું છે

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat