અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની 191 બેઠકની મત ગણતરી હાથ ધરવામાં આવી હતી. પહેલા પોસ્ટલ બેલેટની મત ગણતરી હાથ ધરવામાં આવી હતી તે બાદ EVM ખોલવામાં આવ્યા હતા. EVM ખોલવામાં આવ્યા છે. અત્યાર સુધી ભાજપ 48 બેઠકમાં આગળ ચાલી રહી છે જ્યારે કોંગ્રેસ 14 બેઠક પર આગળ ચાલી રહી છે. AIMIM 2 બેઠક પર આગળ ચાલી રહી છે.
LIVE UPDATE:
- પાલડી વોર્ડમાં ભાજપની જીત
- નવરંગપુરા- વસ્ત્રાલ- ખોખરામાં ભાજપની જીતી
- બહેરામપુરામાં ઓવૈસીની AIMIM આગળ
- દરિયાપુરમાં ત્રણ રાઉન્ડના અંતે કોંગ્રેસ આગળ
- વસ્ત્રાલ અને ખોખરામાં ભાજપ આગળ
- ચાંદખેડામાં કોંગ્રેસની પેનલ આગળ
- નવા વાડજ વોર્ડમાં ભાજપ આગળ
- જોધપુર વોર્ડમાં ભાજપની પેનલ આગળ
- અસારવામાં ભાજપની પેનલ આગળ
- અમદાવાદ સૈજપુર બોઘામાં ભાજપની પેનલ આગળ
- વોર્ડ નંબર 26માં ભાજપની પેનલ આગળ
- દાણીલીમડા વોર્ડમાં કોંગ્રેસ આગળ
અમદાવાદની 191 બેઠક પર મત ગણતરી
અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં 191 બેઠક પર મતગણતરી ચાલી રહી છે. અમદાવાદ શહેરમાં આવેલ એલ.ડી. એન્જીનીયરીંગ કૉલેજ અને ગુજરાત કૉલેજ ખાતે મતગણતરી ચાલી રહી છે. આ ચૂંટણીમાં મુખ્ય મુકાબલો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ રહે છે. છેલ્લા ઘણાં સમયથી આ મહાનગર પાલિકા પર ભાજપનો કબ્જો રહ્યો છે. જો કે આ વખતે આમ આદમી પાર્ટી અને ઓવૈસીની AIMIM પણ મેદાનમાં હોવાથી બહુપાંખીયો જંગ બન્યો છે.