અમદાવાદ: રાજ્યમાં યોજાયેલી તમામ 6 મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો છે. અમદાવાદ મહાનગર પાલિકાની ચૂંટણીમાં ભાજપનો 159 બેઠકમાં વિજય થયો છે જ્યારે કોંગ્રેસને માત્ર 25 બેઠક જ મળી છે. અમદાવાદમાં પ્રથમ વખત ચૂંટણી લડી રહેલી અસદ્દુદીન ઓવૈસીની AIMIMએ ખાતુ ખોલાવ્યુ છે અને 7 બેઠક પર જીત મેળવી છે. જ્યારે 1 બેઠક પર અપક્ષ ઉમેદવારનો વિજય થયો છે. AMC Election Result
અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો હતો જ્યારે કોંગ્રેસની કારમી હાર થઇ હતી. કોંગ્રેસના પૂર્વ વિપક્ષના નેતા દિનેશ શર્માનો પણ ચાંદખેડા વોર્ડમાં પરાજય થયો હતો. કોંગ્રેસની હાર બાદ અમદાવાદ શહેર કોંગ્રેસના પ્રમુખ શશિકાંત પટેલે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધુ હતું. AMC Election Result
અમદાવાદમાં ગુજરાત કોલેજ અને એલડી એન્જિનિયરિંગ કોલેજમાં મતગણતરી યોજાઇ હતી. અમદાવાદમાં ક્યાક ભાજપ-કોંગ્રેસની પેનલનો વિજય થયો હતો તો ક્યાક પેનલ તૂટતી જોવા મળી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સિવાય ઓવૈસીની AIMIM પણ મેદાનમાં હતી. અમદાવાદમાં જમાલપુર વોર્ડની તમામ 4 બેઠક જીત સાથે AIMIMની આખી પેનલ જીતી હતી જ્યારે મક્મતપુરામાં ઓવૈસીની પાર્ટીએ કોંગ્રેસની પેનલ તોડી હતી અને ત્રણ બેઠક જીતી લીધી હતી જ્યારે એક બેઠક કોંગ્રેસને મળી હતી. અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી અમદાવાદમાં ખાતુ ખોલાવી શકી નહતી. AMC Election Result
ભાજપની પેનલ ક્યા વોર્ડમાં જીતી
ગોતા,ચાંદલોડિયા, સાબરમતી, સરદારનગર, સૈજપુર-બોઘા, નરોડા, નિકોલ, બાપુનગર, વિરાટનગર, સરસપુર, નવાવાડજ, ઘાટલોડિયા, અસારવા, શાહીબાગ, નિકોલ, ખાડિયા, પાલડી, વાસણા, ઓઢવ, વસ્ત્રાલ, ઇન્દ્રપુરી, જોધપુરમાં ભાજપની પેનલ જીતી હતી. AMC Election Result
કોંગ્રેસની પેનલ ક્યા વોર્ડમાં જીતી
દરિયાપુર, દાણીલીમડા, બહેરામપુરા ગોમતીપુમાં કોંગ્રેસની પેનલ જીતી હતી. 1995થી દરિયાપુર વોર્ડ કોંગ્રેસનો ગઢ રહ્યો છે. પોતાનો ગઢ સાચવવામાં કોંગ્રેસ સફળ રહ્યુ હતું. જોકે, ઓવૈસીની પાર્ટીએ કોંગ્રેસના ગઢ ગણાતા મક્તમપુરા અને જમાલપુર વોર્ડમાં ગાબડુ પાડ્યુ હતું. AMC Election Result
આ પણ વાંચો: કોંગ્રેસની હાર બાદ હાર્દિક પટેલનું નિવેદન, ‘કોંગ્રેસ પાર્ટી માત્ર એક રાજકીય પક્ષ નથી પરંતુ વિચારધારા છે’
PM મોદી-અમિત શાહે માન્યો આભાર
અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના ભવ્ય વિજય બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આભાર માન્યો હતો. PM મોદીએ ટ્વિટ કરીને લખ્યુ, થેન્ક્યૂ ગુજરાત, પરિણામો દર્શાવે છે કે લોકોને વિકાસની રાજનીતિ પર વિશ્વાસ છે. ભાજપ પર ફરી વિશ્વાસ મુકવા બદલ આભાર. AMC Election Result
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ ગુજરાતીમાં ટ્વિટ કરી આભાર માન્યો હતો. અમિત શાહે ટ્વિટ કરતા લખ્યુ- મહાનગરોની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના વિકાસ અને પ્રગતિના પ્રતીક ઉપર ફરીથી વિશ્વાસ કરવા બદલ હું ગુજરાતની જનતાને હદય પૂર્વક અભિનંદન આપું છું. આ ભવ્ય વિજય માટે સીઆર પાટીલ, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નીતિન પટેલ અને તમામ ઉર્જાવાન કાર્યકરોને અભિનંદન પાઠવુ છું.
બીજી એક ટ્વિટ કરતા અમિત શાહે કહ્યુ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના નેતૃત્વ હેઠલ કેન્દ્ર અને રાજ્ય સરકાર ગરીબ, પછાત અને વંચિત વર્ગના કલ્યાણની સાથે સાથે રાજ્યના વિશ્વસ્તરીય વિકાસ માટે સતત કામ કરી રહી છે. આ પ્રચંડ વિજય ભાજપની નીતિ અને નિયતમાં લોકોના અવિશ્વસનીય વિશ્વાસનું પ્રતીક છે.