Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > મ્યુનિ. પ્લોટ, 200 મી.નો રસ્તો તથા ઇન્ડસ્ટ્રીયલ બાંધકામ પર બુલડોઝર

મ્યુનિ. પ્લોટ, 200 મી.નો રસ્તો તથા ઇન્ડસ્ટ્રીયલ બાંધકામ પર બુલડોઝર

0
55
  • 14742 ચો. ફૂટનું બિન અધિકૃત બાંધકામો દૂર કરાયાં

  • 1 હજાર ચો.મીટરનો મ્યુનિ. પ્લોટ તથા 200 ટી.પી. રોડની જગ્યા ખુલ્લી કરાઇ

અમદાવાદ: અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્રારા છેલ્લાં કેટલાંક દિવસથી હાથ ધરાયેલી ઝુંબેશના ભાગરૂપે આજે સોમવારના રોજ પણ દિવસ દરમિયાન શહેરના જુદા જુદા સાતેય ઝોનમાં બિન અધિકૃત બાંધકામ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઇ હતી. જેમાં કુલ 14742 ચો.ફૂટની બિન અધિકુત બાંધકામો દૂર કરવામાં આવ્યા છે. તેમાં 200 મીટર લંબાઇના ટી.પી. રોડની જગ્યા ખુલ્લી કરવામાં આવી છે.

તેમ જ 1 હજાર ચો. મીટરનો મ્યુનિ. પ્લોટ ખુલ્લો કરવામાં આવ્યો છે. આમ તાજેતરના દિવસોમાં કુલ 4,57,796 ચો. ફૂટના ગેરકાયદે બાંધકામ તોડી પાડયાં છે. તથા 4800 મીટર લંબાઇના ટી.પી. રોડની જગ્યા ખુલ્લી કરવામાં આવી છે. આ ઝુંબેશ હજુ આગામી દિવસોમાં પણ યથાવત રહેશે તેમ કોર્પોરેશને જાહેરાત કરી છે.

આ પણ વાંચો: BREAKING: AMCના વિપક્ષના નેતા દિનેશ શર્માનું રાજીનામું

શહેરના ઉત્તર પશ્ચિમ ઝોનના ગોતા વોર્ડમાં સોલા સાયન્સ સીટી નજીક જી.ડી. પાર્ટી પ્લોટની પાછળ 10,000 ચો. ફૂટનું ગ્રાઉન્ડ ફલોર કોમર્શીયલ પ્રકારનું બાંધકામ દૂર કરાયું છે. જયારે દક્ષિણ પશ્ચિમ ઝોનમાં મક્તમપુરા વોર્ડમાં વોર્ડ ઓફીસરથી સ્વરાજ મજદા સુધીના 7.50 મીટર પહોળાઇના ટી.પી. રોડમાં 260 ચો. ફૂટના બાંધકામ/ 220 ફૂટ ક્રોસ વોલને દૂર કરી કુલ 200 રનીંગ મીટર ટી.પી. રોડ ખુલ્લો કરવામાં આવ્યો છે.

પશ્ચિમ ઝોનમાં રાણીપ આનંદ પાર્ટી પ્લોટ પાસે લીટલ ચીપ મંકસ પ્રી. સ્કૂલનો 750 ચો. ફૂટનું કોમર્શીયલ પ્રકારના શેડનું બાંધકામ દૂર કરાયું છે. જયારે પૂર્વ ઝોનમાં નિકોલમાં મનમોહન પોલીસ ચોકીની પાસે રોયલ રેસીડેન્સીની સામે 2350 ચો. ફૂટના ત્રણ યુનિટ તોડી પાડયા છે. તેમ જ 1000 ચો. મીટરનો મ્યુનિ. પ્લોટ ખુલ્લો કર્યો છે.

આ ઉપરાંત ઉત્તર ઝોનમાં ઠક્કરબાપાનગર નેશનલ હાઇવે નં. 8 પરના પ્રગતિ ટુલ્સના ગેટ પાસે 370 ચો. ફૂટનું ગેરકાયદેસર ગ્રાઉન્ડ ફલોર પરનું કોમર્શીયલ પ્રકારનું બાંધકામ દૂર કર્યું છે. તો મધ્ય ઝોનમાં અસારવા વિસ્તારમાં અભિષેક ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ વિભાગ/2માં આવેલા ઇન્ડસ્ટ્રીયલ શેડ નં. 1 અને 2માં સેકન્ડ ફલોર પર આશરે 754 ચો. ફૂટ ઇન્ડસ્ટ્રીયલ પ્રકારનું બાંધકામ દૂર કરાયું છે.

આ પણ વાંચો: કોંગ્રેસના કેટલાક તત્વો દ્વારા ઇંડા ફેંકવામાં આવ્યો હોવાનો ભાજપનો આરોપ

જયારે એફ.એસ.એલ. ચાર રસ્તાથી રત્નસાગર ચાર રસ્તાથી રામેશ્વર ચાર રસ્તા સુધીના રૂટ પર આવેલા 258 ચો. ફૂટનો શેડ નંગ/7 કોમર્શીયલ પ્રકારનું બાંધકામ દૂર કરવામાં આવ્યું છે.