Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > કોમર્શિયલ રસ્તા બાદ હવે રહેણાંક વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ તોડવાનું શરૂ

કોમર્શિયલ રસ્તા બાદ હવે રહેણાંક વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ તોડવાનું શરૂ

0
182
  • મેમનગર તથા વટવામાં રહેણાંક વિસ્તારમાં કોર્પોરેશન ત્રાટકયું

  • આજના દિવસમાં 18927 ચો. ફૂટ ગેરકાયદે બાંધકામ દૂર કરાયું

અમદાવાદ: અમદાવાદ શહેરમાં આડેધડ ગેરકાયદેસર બાંધકામો બની ગયા છે. તેમાંય કોમર્શિયલ તેમ જ રહેણાંક વિસ્તારોમાં પણ ગેરકાયદે બાંધકામો થાય છે. પરંતુ કોર્પોરેશન તરફથી કોમર્શિયલના ગેરકાયદેસર બાંધકામો તોડવામાં આવે છે. પરંતુ આજે રહેણાંક વિસ્તારમાં થયેલું બાંધકામ તોડતા અનેક અટકળો થવા લાગી છે. શું દબાણને વશ થઇને તોડવામાં આવ્યું છે કે બીજું કાંઇ આજે મેમનગર સુભાષ ચોકથી વિવેકાનંદ ચોક તરફ જવાના રોડ પરની ચંદ્રલોક સોસાયટીના બંગલા નં. 57/58નુ બે માળનું મકાન તોડી પાડીને 2150 ચો. ફૂટનું બાંધકામ દૂર કર્યું છે.

આમ આજે રવિવારના રોજ દિવસ દરમિયાન શહેરમાં ઠેર ઠેર તોડફોડ કરીને આશરે 18927 ચો. ફૂટનું બિન અધિકુત બાંધકામો દૂર કર્યા છે તથા 700 મીટર લંબાઇના ટી.પી. રોડની જગ્યા ખુલ્લી કરાઇ છે. તાજેતરના દિવસોમાં કુલ 4,43,054 ચો. ફૂટના બાંધકામો દૂર કરાયા છે. 4600 મીટર લંબાઇના ટી.પી. રોડની જગ્યા ખુલ્લી કરવામાં આવી છે.

આ પણ વાંચો: નર્મદા LCB એ IPL ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા સટોડિયાને ઝડપી પાડ્યો

આ ઉપરાંત સરખેજમાં અંબર ટાવર સામે વિશાલા/સરખેજ હાઇવે 100 ફૂટ રોડ પર ગ્રાઉન્ડ ફલોર પર ઊભું કરાયેલું કોમર્શિયલ બાંધકામ દૂર કરીને 1900 ચો. ફૂટની જગ્યા ખુલ્લી કરાઇ છે. તો નવરંગપુરામાં એચ.એલ. કોલેજ રોડ પરના જાગૃતિ હાઉસમાં હોલોપ્લીન્થ તથા સેલર તીને 3949 ચો. ફૂટનું પાર્કીંગમાં કરેલું બાંધકામ દૂર કર્યું છે. જયારે રામોલ/હાથીજણ વોર્ડમાં રાધે ઓમ સીટીથી રેલ્વે પેરેલના 18.00 મીટર ટી.પી. રસ્તામાં આશરે 500 મીટર લંબાઇમાં તથા રોપડા તળાવથી ગામડી તરફનો 30.00 મીટર ટી.પી. રસ્તામાં આશરે 200 મીટર લંબાઇ સુધીના રસ્તામાં રેસીડેન્સી પ્રકારના 6 પાકા બાંધકામો તથા બે કાચા શેડ મળી કુલ 8 યુનિટનું 2500 ચો. ફૂટનું બાંધકામ ખાતાકીય અમલ કરી દૂર કરીને 700 રનીંગ મીટર ટી.પી. રોડનું પઝેસન મેળવ્યું છે.

ઉત્તર ઝોનમાં કુબેરનગર જી વોર્ડ બસસ્ટેન્ડ પાસે શ્રી રામ દૂધ ઘરનું ગ્રાઉન્ડ ફલોર તથા ફર્સ્ટ ફલોરનો કોમર્શિયલ પ્રકારનું બાંધકામ દૂર કરીને 3228 ચો. ફૂટ જગ્યા ખુલ્લી કરી છે. દક્ષિણ ઝોનમાં વટવા કેનાલ રોડ પરના ચીકીની ફેકટરીની પાસે 5 ગોડાઉન પ્રકારના બાંધકામને તોડી પાડવામાં આવ્યા છે. 2200 ચો. ફૂટની જગ્યા ખુલ્લી કરાઇ છે. તે જ રીતે વટવા જોગણી માતાના મંદિર પાસે ઠાકોર વાસ પાસેની 3000 ચો. ફૂટનું બાંધકામ તોડી પાડયું છે.

આ પણ વાંચો: Breaking: શાહીબાગમાં યુવતિએ ફાંસો ખાઈ જીવનલીલા સંકેલી

આ ઉપરાંત કાલુપુર ટાવર રોડ પરના શેખ મુંજાલના મહોલ્લામાં હેરીટેજ બિલ્ડીંગનો નાશ કરી નવેસરથી ગ્રાઉન્ડ ફલોરથી સેકન્ડ ફલોર સુધી ગઇકાલે બાંધકામ તોડવાની કામગીરી શરૂ કરી હતી. આજે આરસીસી બીમ કોલમ ગેસ કટરથી કાપીને સંપૂર્ણ બાંધકામ જમીન દોસ્ત કરી દીધું છે.

(પ્રતિકાત્મક તસવીર)