Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ગઠિયાઓએ મહિલા કોર્પોરેટરને પણ ન છોડી, ધોળા દહાડે ચેઇન સ્નેચિંગ

ગઠિયાઓએ મહિલા કોર્પોરેટરને પણ ન છોડી, ધોળા દહાડે ચેઇન સ્નેચિંગ

0
121

શહેરમાં ચેઇન સ્નેચિંગના બનાવમાંથી હવે મ્યુનિસિપલ કાઉન્સિલર એટલે કે શહેરના કોર્પોરેટર કહો કે નગરસેવક કહો તે પણ બાકાત રહ્યા નથી. અમદાવાદના કોર્પોરેટર મોના પ્રજાપતિ પણ ધોળે દહાડે ચેઇન સ્નેચિંગનો ભોગ બન્યા છે. અમદાવાદમાં ચેઇન સ્નેચિંગ ચોરીના બનાવ જોતા લાગે છે કે શહેરમાં જાણે આ નવો કારોબાર બની ગયો છે. ચેઇન સ્નેચિંગનો ગુનો ખાસ ગંભીર ગણાતો નથી, પણ આ પ્રકારના ગુનાઓની સતત વધી રહેલું પ્રમાણ ચિંતાજનક છે.

જો શહેરના કોર્પોરેટર સાથે આવું થઈ શકતું હોય તો પછી સામાન્ય શહેરીએ તો હવે કઈ રીતે રહેવુ તે સમજી જવું પડશે. કોર્પોરેટર મોનાબહેનનું નસીબ કહો કે આ પ્રકારના ચેઇન સ્નેચિંગમાં તે તેમનું વાહન લઈ પડી ગયા પણ તેમને ખાસ ઇજા ન થઈ, અગાઉ આવા એક કે બે કેસમાં જેની ચેઇન ખેંચાઈ તેના જીવ ગયાના બનાવ પણ બન્યા છે. AMC Corporator News

આ પણ વાંચો: મસ્જિદમાંથી વિવાદાસ્પદ નિવેદન આપનાર આરોપી સામે પાસાનો આદેશ હાઈકોર્ટે રદ કર્યો

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કાઉન્સિલર મોના પ્રજાપતિ પહેરેલ સોના ચેઇન બાઈક પર આવેલા શખ્સો ઝૂંટવી ફરા ર થઇ ગયા હતા. આ બનાવ નારણપુરા ચાર રસ્તા પાસે બન્યો હતો. મ્યુ કાઉન્સિલર મોનાબેન એક્ટિવા પર જઇ રહ્યા હતા તે દરમિયાન પાછળથી આવેલા બાઇકસવારે ચેઇન સ્નેચિંગ કરી ફરાર થઈ ગયા હતા.

આ બનાવની જાણ પોલીસને કરતા પોલીસે ઘટના સ્થળની આસપાસના તમામ સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા અને આરોપીની ધરપકડ કરવા માટે ચક્રોગતિમાન હાથ ધર્યા છે. AMC Corporator News