Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > AMCની 12 કમિટીઓમાં સભ્ય તરીકે મિમ કે અપક્ષ કોર્પોરેટરોને સ્થાન આપવુ કે નહીં? તે અંગે ભાજપના શાસકોમાં વિચારણા

AMCની 12 કમિટીઓમાં સભ્ય તરીકે મિમ કે અપક્ષ કોર્પોરેટરોને સ્થાન આપવુ કે નહીં? તે અંગે ભાજપના શાસકોમાં વિચારણા

0
42

કોંગ્રેસના 24 સભ્યોને મિમના 7 અને એક અપક્ષ કોર્પોરેટરનો સપોર્ટ ન મળે તે માટે રણનીતિ ગોઠવવામાં આવી શકે AMC Committee

લક્ષ્મી પટેલ, અમદાવાદ: અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના ભાજપના શાસકો દ્વારા AMTS, સ્કૂલ બોર્ડ સહિત 12 કમિટીઓના ચેરમેનની નિમણુંકમાં અસરકારક રણનીતિ બનાવી દીધી છે. ભાજપના શાસકો દ્વારા AMCની 12 કમિટીઓમાં સભ્ય તરીકે મિમ કે અપક્ષ કોર્પોરેટરોને સ્થાન આપી શકે છે, જેની પાછળનું કારણ એવું છે કે, કોંગ્રેસના 24 કોર્પોરેટરોને મિમના 7 અને એક અપક્ષ કોર્પોરેટરનો સપોર્ટ ન મળે તે માટે રણનીતિ ગોઠવવામાં આવી શકે છે. મિમ કે અપક્ષને કમિટીમાં સ્થાન આપી પોતાની તરફ કરવાની રણનીતિ ગોઠવાઈ રહી છે. AMC Committee

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનમાં એક દાયકાથી ભાજપના શાસકોએ પ્રોરેટા પદ્ધતિ બંધ કરી દીધી છે અને અમદાવાદ મ્યુનિ.ની કમિટીમાં કોંગ્રેસના કોર્પોરેટરને સ્થાન આપવામાં આવતું નથી, પણ 2010માં ભાજપના શાસકોએ અપક્ષ કોર્પોરેટરને કમિટીમાં સ્થાન આપ્યું હતું. જ્યારે 2015ની ચૂંટણીમાં એકમાત્ર જમાલપુર બેઠકથી એક અપક્ષ કોર્પોરેટર જીત્યા હતા. તેઓને પણ કમિટીમાં સ્થાન મળ્યું હતું. આ વખતે પણ અપક્ષ અને મિમના 7 સભ્યોને કમિટીમાં સભ્ય તરીકે નિમવા કે નહીં? તેનું મંથન ચાલી રહ્યું છે. મિમના એકાદ સભ્યને અને અપક્ષના સભ્યને કમિટીમાં મુકવામાં આવી શકે છે. જોકે, આ અંગે મતદારોમાં શું મેસેજ જાય તે અંગે વિચારણા ચાલી રહી છે. જોકે આખરી નિર્ણય હાઈકમાન્ડ કરે તેવી સંભાવના છે. AMC Committee

આ પણ વાંચો: નિયમો માત્ર પ્રજા માટેઃ CM રુપાણીની હાજરીમાં નવા કોર્પોરેટરોની બિન્દાસ્ત યોજાઇ ટિફિન બેઠક

12 કમિટીઓ ચેરમેનની રેસમાં ભાજપના ક્યાં કોર્પોરેટર રેસમાં ?

જતીન પટેલ, ઘાટલોડિયા

મહાદેવ દેસાઈ, સૈજપુર -બોધા

અરવિંદ પટેલ, જોધપુર

દિલીપ બગરિયા, વેજલપુર

પ્રદીપ દવે, સ્ટેડિયમ

ભાવના વાઘેલા, નવાવાડજ

મોના પટણી, અસારવા

પ્રતિભા જૈન, શાહીબાગ

વંદના શાહ, નવરંગપુરા

કાંતિ પટેલ, બોડકડેવ

પ્રીતિષ મહેતા, પાલડી

રાજેશ ઠાકોર, વેજલપુર

જયેશ ત્રિવેદી, સરખેજ

રાજુ દવે, ઓઢવ

પરેશ પટેલ, વસ્ત્રાલ

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat