Gujarat Exclusive > The Exclusive > BREAKING : દશેરાને ધ્યાને રાખી AMCના હેલ્થ વિભાગનું ફરસાણ-મીઠાઇની દુકાનોમાં ચેકિંગ

BREAKING : દશેરાને ધ્યાને રાખી AMCના હેલ્થ વિભાગનું ફરસાણ-મીઠાઇની દુકાનોમાં ચેકિંગ

0
27
  • AMCના આરોગ્ય વિભાગની ફરસાણ-મીઠાઇની દુકાનોમાં તપાસ AMC news
  • નવરાત્રિના ગરબા બાદ દશેરાએ જાહેરમાં Fafda-jalebi ખાવા પર પ્રતિબંધ છે
  • આરોગ્ય વિભાગની ટીમ દ્વારા 101 ખાદ્ય પદાર્થના નમૂના લેવાયાં

અમદાવાદ : ગુજરાતમાં નવરાત્રિ-દિવાળી જેવાં તહેવારોને લઇને મીઠાઇ-ફરસાણની દુકાનોમાં ભારે ભીડ જામશે. ઠેર-ઠેર દુકાનોમાં મીઠાઇ-ફરસાણ બનાવવાની તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે. એવામાં શહેરમાં AMCના આરોગ્ય વિભાગ દ્વારા મીઠાઇ-ફરસાણની દુકાનોમાં તપાસ કરવામાં આવી રહી છે. દશેરાને લીધે ફાફડા-જલેબીની ફરસાણની દુકાનો માં ફાફડા-જલેબી બનાવવામાં આવી રહી છે. એવામાં AMCની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા 101 ખાદ્ય પદાર્થના નમૂના લેવામાં આવ્યાં છે. ફાફડા-જલેબી વેચતા એકમોને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી છે. AMC news

ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારનાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડસ ઓથોરિટી ઑફ ઇન્ડીયાએ એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં 1 ઓક્ટોબરથી છૂટક મીઠાઇઓ પર હવે એક્સપાયરી ડેટ (expiry date on sweets) ફરજિયાત લખવાનું કહેવામાં આવ્યું હતું. રાજ્યમાં અનેક મીઠાઇ અને ફરસાણની દુકાનો આવેલી છે. જ્યાં વેચાઇ રહેલા મીઠાઇના બોક્સ અને પેકેટ પર હવેથી ફરજિયાત બેસ્ટ બી ફોર ડેટ લખવી પડશે. જેનો અમલ 1 ઓક્ટોબરથી જ કરવામાં આવ્યો છે.

જો કે આ નિર્ણય બાદ વેપારીઓમાં રોષ પણ જોવા મળ્યો હતો. વેપારીઓનું કહેવું એમ હતું કે, આ નિર્ણયથી તેઓએ સ્ટાફ વધુ રાખવો પડશે તેમજ ગ્રાહકો જ જો જાતે મીઠાઇ ચાખીને લઇ જતા હોય તો પછી બેસ્ટ બી ફોર લખવાનો કોઇ અર્થ નથી. AMC news

આ પણ વાંચો: નવરાત્રિના ગરબા બાદ દશેરાએ જાહેરમાં Fafda-jalebi ખાવા પર પ્રતિબંધ

ઉલ્લેખનીય છે કે આ ઉપરાંત વધુમાં તમને જણાવી દઇએ કે નવરાત્રિમાં ગરબા રમવા પર પ્રતિબંધ મૂકાયા બાદ હવે આ દશેરાએ દુકાનોની બહાર એટલે કે જાહેરમાં ફાફડા જલેબી (Fafda-jalebi), ચોળાફળી ખાવા પર પ્રતિબંધ મૂકી દેવાયો છે.

કોરોનાકાળમાં સરકાર તરફથી એક પછી એક ગાઇડલાઇન આવી રહી છે. સરકારની સૂચના બાદ ફૂડ એન્ડ ડ્રગ વિભાગે આ અંગે મીઠાઇ અને ફરસાણ એસોસિએશનને ગાઇડલાઇનનું પાલન કરવા સુચના આપી છે. કોરોના મહામારી સામે સાવચેતી રાખવા દુકાનો પર થતી ભીડને રોકવા અને સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન કરાવવા આ નિર્ણય લેવાયો છે. ટેક અને સિસ્ટમ પર ભાર મૂકાશે.

આ સિવાય દશેરા પહેલા મળતા ફાફડા-જલેબીના ઓર્ડર પર પણ માઠી અસર પડી છે. મોંઘવારી અને કોરોનાને કારણે વેપારીઓની ઘરાકી પર પણ મોટી અસર પડી છે. સુરતમાં હાલમાં 1 કિલો ગાંઠીયાનો ભાવ 360 રૂપિયા છે. કોરોનાને કારણે ગાંઠીયા-જલેબીનો ઉપાડ પણ શહેરમાં ઓછો જોવા મળી રહ્યો છે. AMC news

આ પણ વાંચો: તહેવારો પર કોરોનાની અસર : દશેરા પહેલા મળતા ફાફડા-જલેબીના ઓર્ડરમાં ઘટાડો