Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > BREAKING: સિંધુ ભવન રોડ પર AMC ત્રાટક્યું, 7 યુનિટો કરાયા સીલ

BREAKING: સિંધુ ભવન રોડ પર AMC ત્રાટક્યું, 7 યુનિટો કરાયા સીલ

0
103
  • દેવરાજ ફાર્મ, ક્લોવ્સ, ગ્રેસ કાફે વગેરે સીલ

  • AMCની ટીમે રાત્રે હાથ ઘરેલુ સરપ્રાઈઝ ચેકિંગ

અમદાવાદ: શહેરના એસ.જી હાઈવે, સિંધુ ભવન રોડ પર આજે રવિવારના રાત્રે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના સોલીડ વેસ્ટ વિભાગે સરપ્રાઇઝ ચેકીંગ હાથ ધર્યું હતું. કોવિડ 19ની ગાઇડલાઇનનો ભંગ થતો હોવાનું જણાતાં સાત યુનિટોને સીલ કરાયા હતાં.જેમાં દેવરાજ ફાર્મ, બીસ્મીલ્લા ફાસ્ટફૂડ, ધ પુટનીર, SBR તેમજ આનંદનગર રોડ પર આવેલી ક્લોવ્સ રેસ્ટોરન્ટ ઉપરાત સિંધુ ભવન રોડ પર આવેલ ગ્રેસ કાફે, તેમ જ ગોતા ખાતે આવેલી હોટલ પંજાબ માલવાને સીલ કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: BREAKING: કોવીડ-19ની ગાઇડલાઇનનો ભંગ થતા ચાય સુટ્ટા બાર સીલ

AMC દ્વારા વખતો વખત જાહેરાત કરવા છતાં નિયમોનું પાલન કરવામાં સંચાલકો નિષ્ફળ જતાં હોવાનું ધ્યાન પર આવ્યું છે. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન તરફથી આજે રવિવારે પણ એસ.જી.હાઈવે, સિંધુ ભવન રોડ, આઇઆઇએમ રોડ વગેરે સ્થળોએ યુવાનો એકઠા થાય છે. તેઓ માસ્ક પહેરતા નથી અને સોશિયલ ડિસ્ટનસિંગ જાળવતા નહિ હોવાથી તેમને નિયમોનું પાલન કરવાની અપીલ કરી હતી. રવિવાર રાત્રે કોર્પોરેશન નું સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ ત્રાટક્યું હતું. કોવિડ 19ની ગાઇડલાઈનનો ભંગ કરનારા યુનિટોને સીલ કરી દીધા હતા.

આ યુનિટોને અપાયેલી નોટીસમાં જણાવ્યું છે કે, હાલમાં કોવિડ 19 મહામારી ફેલાતી રોકવા અંગે સરકાર તરફથી વારંવાર ગાઇડલાઇન્સ તેમ જ નિયમો જાહેર કરવામાં આવ્યા છે. પરંતુ આપના ધંધાના સ્થળે કોવીડના નિયમોનું ઉલ્લંઘન માલૂમ પડયું છે. આથી આપનું આ યુનિટ સીલ કરવામાં આવે છે. આપના ધંધાના સ્થળે લગાવેલ સીલને સક્ષમ સત્તાની મંજુરી વગર ખોલવુ કે ખોલાવવું કે પછી છેડછાડ કરવી તે કાનૂની ગુનો બને છે. જો તેમ કરવામાં આવશે તો કસુરવાર સામે એપેડેમિક એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.

જો કે આજે રવિવારના કારણે રેસ્ટોરન્ટ અને રસ્તાઓ પર લોકોની ભારે ભીડ પણ જોવા મળી રહી છે. જેથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ લોકોને સાવચેતી રાખવા અને ભારે ભીડ એકઠા ન કરવા માટેની પણ સૂચન આપવામાં આવી છે. એસ.જી હાઈવે પર આવેલા પકવાન રોડ અને સર્વિસ રોડ પણ બંધ કરાવવામાં આવ્યા હતા.