Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમદાવાદ રેલ્વે સ્ટેશન પર કોરોના ટેસ્ટિંગ, 9 યાત્રી પોઝિટિવ

અમદાવાદ રેલ્વે સ્ટેશન પર કોરોના ટેસ્ટિંગ, 9 યાત્રી પોઝિટિવ

0
89
  • સુપરફાસ્ટ રાજધાની ફરીવાર અન્ય ટ્રેનો કરતાં કોરોના કેસોમાં અગ્રેસર થઇ ગઇ

  • ટ્રેનોમાં આવતાં મુસાફરોમાંથી કોરોના કેસોની સંખ્યા ઘટતી ગઇ

  • ટ્રેનોના મુસાફરોના ટેસ્ટીંગમાં આજે પણ માત્ર 9 પોઝીટીવ કેસો મળ્યા

અમદાવાદ: શુક્રવારે શહેરમાં આવેલી જુદી જુદી ટ્રેનોના મુસાફરોના હાથ ધરાયેલી ટેસ્ટિંગની કામગીરીમાં બુધવાર જેટલાં જ 9 કોરોના પોઝિટિવ કેસો મળ્યા હતા. તેમાંય વળી ગઇકાલે કોરોના કેસમાં પાછળ પડી ગયેલી રાજધાની એક્સપ્રેસ ફરી પાછી અન્ય બે ટ્રેનોની સરખામણીમાં આગળ નીકળી ગઇ છે. આજે શોધાયેલા 9 કેસોમાંથી 6 કેસો રાજધાની એક્સપ્રેસમાંથી મળી આવ્યા હતા. શુક્રવારે 1134 મુસાફરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તેમાંથી કુલ 9 કેસો મળી આવ્યા હતા. આ 9 કેસો પૈકીના માત્ર 3 દર્દીઓને સાબરમતી રેલવે સ્ટેશન ખાતે ઊભા કરવામાં આવેલા કોવીડ કેર સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા. જયારે 6 દર્દીઓને હોમ કવોરન્ટાઇન કરવામાં આવ્યા છે. Ahmedabad Railway Station 

અમદાવાદ શહેરમાં નોવેલ કોરા વાયરસનું સંક્રમણ ફેલાતું અટકાવવા માટે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્રારા વિવિધ પગલાંઓ લેવામાં આવ્યા છે. જેના ભાગરૂપે અમદાવાદ શહેરના સાતેય ઝોનમાં એક ખાસ ઝુંબેશ હેઠળ ટેસ્ટિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ટેસ્ટિંગ દરમિયાન પરપ્રાંતિય મજુરો તથા કામદારોમાં કોરોના પોઝિટિવ કેસો મોટા પ્રમાણમાં મળી આવ્યા હતા. શહેરના જુદા જુદા વિસ્તારોમાં વસવાટ કરતાં મજૂરો/કામદારોને શોધવામાં ઘણો સમય વ્યતીત થતો હતો.

આ પણ વાંચો: 150 AMTS બસના પૈડા નહીં થંભે, મિટીંગમાં કરાયો નિર્ણય

બીજીતરફ કોરોના પોઝિટિવ ધરાવતા મજૂરો તથા કામદારો અન્ય સાથીદારોમાં સંક્રમણ ઊભું કરે તેવી શકયતા દેખાઇ રહી હતી. જેથી અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને અમદાવાદમાં પ્રવેશે તે પહેલાં જ પરપ્રાંતિય મજૂરો તથા કામદારોના ટેસ્ટ કરવાનું નક્કી કર્યું હતું. જેના ભાગરૂપે જ અમદાવાદ રેલવે સ્ટેશન પર ટેસ્ટિંગની કામગીરી હાથ ધરી હતી. Ahmedabad Railway Station 

આજે એટલે શુક્રવારે કાલુપુર રેલ્વે સ્ટેશન પર આવેલી અમદાવાદ-દિલ્હી વચ્ચેની રાજધાની એક્સપ્રેસના 461 મુસાફરોનું ટેસ્ટિંગ થયું હતું. તેમાંથી 6 કોરોના પોઝિટિવ કેસો મળી આવ્યા હતા. જયારે ગોરખપુર એક્સપ્રેસ ટ્રેનમાં આવેલા 318 પ્રવાસીઓના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તેમાંથી 2 પોઝિટિવ કેસો મળ્યા હતા. જયારે મુઝફ્ફરપુર એક્સપ્રેસ ટ્રેન મારફતે આવેલા 355 પ્રવાસીઓની ચકાસણીમાં 1 પોઝિટિવ કેસો મળી આવ્યા હતા. આમ સરવાળે આજે કુલ 1134 મુસાફરોનું દિવસ દરમિયાન ટેસ્ટિંગ કરાયું હતું. જેમાં 9 મુસાફરો કોરોના પોઝિટિવ નીકળ્યા હતા. આગામી સમયમાં પણ મોટાપાયા પર વિવિધ સ્થળોએ ટેસ્ટિંગની કામગીરી ચાલુ રહેશે તેવું કોર્પોરેશને જાહેર કર્યું છે. Ahmedabad Railway Station