Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમદાવાદમાં ઑક્સિજન બેડની વધી માંગ વધતા 500 આઈસોલેશન બેડને ઑક્સિજન બેડમાં ફેરવાશે

અમદાવાદમાં ઑક્સિજન બેડની વધી માંગ વધતા 500 આઈસોલેશન બેડને ઑક્સિજન બેડમાં ફેરવાશે

0
45

અમદાવાદ: શહેરમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. જેના પગલે ઑક્સિજન બેડની માંગ પણ વધી રહી છે. ઑક્સિજન વધી રહેલી માંગને પહોંચી વળવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 500 આઇશોલેશન બેડને ઓક્સિજન બેડમાં રૂપાંતર કરવામાં આવશે. આ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રાતોરાત કચ્છમાંથી 1000 ઓક્સિજન (O2) સિલિન્ડર મેળવવામાં આવ્યા છે. Oxygen Beds In Ahmedabad

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા યુદ્ધના ધોરણે કામ કરીને આગામી 2 દિવસમાં 500 આઇલેશન બેડને ઓક્સિજન સિલિન્ડરથી સજ્જ બેડ બનાવવામાં આવશે.

આ પણ વાંચો:  મોરવા હડફ પેટાચૂંટણી: ભાજપના ઉમેદવારનો કોરોના રિપોર્ટ પોઝિટિવ Oxygen Beds In Ahmedabad

અમદાવાદ શહેરમાં 150 ખાનગી હોસ્પિટલ ડેઝિગ્નેટેડ કોવિડ હોસ્પિટલ છે. જેમાં 19 એપ્રિલ એટલે કે આજ સવારે 9:30 વાગ્યાની સ્થિતિ મુજબ, ICU વિથ વેન્ટિલેટરના માત્ર 2 જ બેડ ખાલી છે . જ્યારે વેન્ટિલેટર વગરના ICUના માત્ર 3 જ બેડ ખાલી છે. આથી દર્દીઓ અને તેમના સ્વજનોને બેડ માટે રઝળપાટ કરવો પડી રહ્યો છે. Oxygen Beds In Ahmedabad

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat