Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > AMCએ 9 ખાનગી Covid Hospitalsને ચૂકવાયેલા રૂ.6.40 કરોડનો વિવાદ

AMCએ 9 ખાનગી Covid Hospitalsને ચૂકવાયેલા રૂ.6.40 કરોડનો વિવાદ

0
151
 • હેલ્થ વિભાગ પાસે Covid Hospitalsમાં સારવાર લેનારા દર્દીની માહિતી જ નથી
 • કોર્પોરેશન પાસે વિગતો નહીં હોવાનો આરટીઆઇમાં ભાંડો ફૂટ્યો

અમદાવાદઃ કોરોનાની મહામારીને પગલે અમદાવાદની ઘણી હોસ્પિટલોને કોવિડ હોસ્પિટલો (Covid Hospitals)માં ફેરવા હતી. પરંતુ હવે RTIમાં એવો ઘટ્સ્ફોટ થયો છે કે AMCની 9 કોવિડ હોસ્પિટલોમાં સારવાર લેનારા દર્દીઓની હેલ્થ વિભાગ પાસે માહિતી જ નથી. પરંતુ ત્યાં 6.40 કરોડ રુપિયા ખર્ચ કરાયાની માહિતી છે.

અમદાવાદની એસ.વી.પી. તથા સિવિલ હોસ્પિટલમાં આપવામાં આવે છે. તેની સામે દર્દીઓની સંખ્યા વધતાં કોર્પોરેશને અમદાવાદની કેટલીક હોસ્પિટલોને કોવિડ હોસ્પિટલ (Covid Hospitals)નો દરજ્જો આપ્યો હતો. ત્યાં સુધી કે આ હોસ્પિટલમાં કોર્પોરેશન માટે 50 ટકા બેડ અનામત રાખવામાં આવી હતી. આ હોસ્પિટલોમાં કોર્પોરેશન તરફથી દર્દીઓ રિફર કરવામાં આવતા હતા.

આ પણ વાંચોઃ કોર્પોરેશને 27 વિસ્તાર રાત્રે બંધ કર્યા પણ જ્યાં બજાર ખુલ્લા, ત્યાં ભીડ નહિ થાય તેની શું ખાતરી?

ખર્ચની વિગત પણ સારવારની નથીઃ અનેક તર્ક વિતર્ક

આ દર્દીઓનો સંપૂર્ણ ખર્ચો કોર્પોરેશન દ્વારા ભોગવવામાં આવતો હતો. પરંતુ તાજેતરમાં એક આરટીઆઇમાં ઉત્તર ઝોનમાં 9 ખાનગી હોસ્પિટલો સાથે એમઓયુ કર્યાનું કબૂલ કર્યું છે. ત્યાં સુધી કે આ હોસ્પિટલોને 20 ઓગસ્ટ સુધી 6.40 કરોડ રૂપિયા ચુકવાયા હોવાનો પણ સ્વીકાર કર્યો છે. પરંતુ આ હોસ્પિટલોમાં કેટલાં દર્દીઓને મોકલવામાં આવ્યા હતા વગેરે વિગતો કોર્પોરેશન પાસે ઉપલબ્ધ નથી. જેના કારણે અનેક તર્ક વિતર્કો થવા લાગ્યા છે.

સામાજિક કાર્યકર યશ મકવાણાએ કરી હતી RTI

સામાજિક કાર્યકર યશ મકવાણાએ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશના ઉત્તર ઝોનની હદમાં કોરોનાની સારવાર આપતી કુલ કેટલી ખાનગી હોસ્પિટલને અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્રારા કોરોનાની સારવાર આપવા માટે માન્યતા આપી હતી. તેની યાદી તેમ જ આ હોસ્પિટલોમાં કેટલાં દર્દીઓએ સારવાર લીધી, તેમાંથી કેટલાં લોકોના મુત્યુ થયા અને કેટલાં સ્વસ્થ થયા તેની રેકર્ડ આધારિત માહીતી માંગી હતી.

Covid Hospitalsમાં આ દર્દીઓ સ્વખર્ચે સારવાર લેતા હતા કે કોર્પોરેશનના ખર્ચે તેની માહિતી તેમ જ આ દર્દીઓ પાછળ કોર્પોરેશને કેટલી રકમ ચુકવી તે પણ વિગતો આરટીઆઇ હેઠળ માંગી હતી. જેના જવાબમાં કોર્પોરેશને હોસ્પિટલની યાદી આપી છે.

માહિતી Covid Hospitals પાસેથી મેળવવા જણાવ્યું

આ ઉપરાંત ઉત્તર ઝોનની નવ ખાનગી કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલ (Covid Hospitals) ને કોરોનાના દર્દીઓની સારવાર માટેના કુલ બિલના 80 ટકા પ્રમાણે રૂપિયા6,40,32612.59ની રકમ ચુકવી હોવાની માહીતી પુરી પાડી છે. પરંતુ કેટલાં દર્દીઓએ સારવાર લીધી તેની માહિતી કચેરી પાસે નહીં હોવાનું જણાવ્યું છે. એટલે સુધી કે આ વિગતો હોસ્પિટલ ખાતેથી મેળવવા જણાવ્યું છે. જેના કારણે ખાનગી કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલને આડેધડ રીતે બિલો ચૂકવાયા હોવાનો વિવાદ ઊભો થયો છે.

આ પણ વાંચોઃ અમદાવાદીઓ માટે મોટા સમાચાર, રાત્રે 10 પછી શહેરના 27 વિસ્તારોમાં દુકાનો-બજારો બંધ

સામાજિક કાર્યકર યશ મકવાણાએ સવાલો ઉઠાવવાની સાથે જણાવ્યું છે કે, એક સામાન્ય સંસ્થાની ઓફિસમાં પણ જે તે ખર્ચના વાઉચર મંજૂરી આપતા પહેલાં તેનો ખર્ચ સંબંધિત વિસ્તૃત માહિતી આપવી પડે છે તો મ્યુનિ. કોર્પોરેશન જેવી સ્થાનિક સ્વરાજની સૌથી મોટી સંસ્થાના ઉત્તર ઝોનના હેલ્થ વિભાગે કઈ માહિતી, ક્યાં ખર્ચને આધારે જે તે હોસ્પિટલના બીલની મંજૂર કર્યુ ? કે પછી એમાં એકબીજાની સાંઠગાંઠથી આર્થિક કૌભાંડ આચર્યું છે ?

કઇ છે હોસ્પિટલો

 • 1. સિંધુ હોસ્પિટલ કુબેરનગર
 • 2. આનંદ સર્જિકલ હોસ્પિટલ મેમ્કો ચાર રસ્તા, નરોડા રોડ
 • 3. સ્ટાર હોસ્પિટલ બાપુનગર
 • 4. જીસીએસ હોસ્પિટલ ચામુંડા બ્રીજ પાસે, નરોડા રોડ
 • 5. કર્ણાવતી હોસ્પિટલ સૈજપુર ટાવર,
 • 6.કોઠીયા હોસ્પિટલ ઉત્તમનગર, નિકોલ ગામ રોડ
 • 7. તપન હોસ્પિટલ બાપુનગર
 • 8. નારાયણ મલ્ટી સ્પેશ્યલીટી હોસ્પિટલ રખિયાલ
 • 9. રુગ્વેદ હોસ્પિટલ કૃષ્ણનગર

અગાઉ સંજીવની કીટનો મુદ્દો ચગ્યો હતો

અગાઉ કોરોનાના નામે સંજીવની કિટનો વિવાદ સપાટી પર આવ્યો હતો. મ્યુનિસિપલ યુ.સી.ડી વિભાગ દ્વારા રૂ.2.60કરોડના ખર્ચે સંજીવની કિટ તો તૈયાર કરાઇ હતી, પરંતુ કીટના વિતરણનો રેકોર્ડ રાખ્યો નહોતો. મે મહિનામાં લોકડાઉનના સમયમાં રેડ ઝોન જાહેર કરાયેલા દસ વોર્ડમાં તંત્રની ચાર સાબુ, ચાર માસ્ક, છીકણી અને સફેદ રંગની પ૬ હોમિયોપેથિક દવા, આયુર્વેદિક દવા વગેરે ધરાવતી કિટનું શાસક પક્ષ ભાજપ દ્વારા લોકોમાં વિતરણ કરાવતા પણ વિવાદ ઉઠ્યો હતો. ત્યાં વળી આ કોવિડ હોસ્પિટલોને રકમ ચુકવવાનો વિવાદ વકર્યો છે.

આ પણ વાંચોઃ ધ્યાન રાખો, અમદાવાદમાં વેન્ટિલેટર સપોર્ટવાળા ફક્ત 16 જ ICU બેડ ખાલી