Gujarat Exclusive > The Exclusive > AMCએ છેલ્લાં બે દિવસમાં અમદાવાદમાં 28 Unit seals કર્યા

AMCએ છેલ્લાં બે દિવસમાં અમદાવાદમાં 28 Unit seals કર્યા

0
109
  • માસ્ક વગરના 463 કેસો કરીને 4.63 લાખની રકમ દંડ પેટે વસૂલી
  • સૌથી વધુ 15 યુનિટો દક્ષિણ પશ્ચિમ ઝોનમાં Unit seals કરાયા

અમદાવાદઃ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે છેલ્લાં બે દિવસમાં કરેલા કેસો તથા સીલ કરેલા યુનિટો (Unit seals)ની વિગતો આજે જાહેર કરી છે. તે મુજબ છેલ્લાં બે દિવસમાં 28 યુનિટો સીલ કર્યા છે. જેમાં સૌથી વધુ દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 15 યુનિટો સીલ કર્યા છે.જયારે ઉત્તર પશ્ચિમ વિસ્તારમાં 12 અને પશ્ચિમ વિસ્તારમાં 1 યુનિટ સીલ કર્યું હતું.

જો કે બીજા એકપણ ઝોનમાં કોઇપણ યુનિટને સીલ કરાયાં નથી. બીજી બાજુ માસ્ક વગર ફરતાં 463 લોકો સામે કેસો કરીને 4,63,000ની રકમ દંડ પેટે વસૂલ કરી છે.

અમદાવાદ શહેરમાં કોરોના કેસોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થતો જાય છે. જેથી સંક્રમણનું પ્રમાણ ઘટાડવા માટે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્રારા વિવિધ પગલાં ભરવામાં આવી રહ્યાં છે. તેમાંય કોવિડ 19ની ગાઇડલાઇનનો ચુસ્તપણે અમલ થાય તે માટે રિતસરની ઝુંબેશ હાથ ધરી છે. આ ઝુંબેશના ભાગરુપે જ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ દ્રારા શહેરના સાતેય ઝોનમાં માસ્ક વગર જાહેરમાં ફરવા બદલના 463 કેસો કર્યા હતા. પ્રત્યેક કેસ દીઠ રૂપિયા 1 હજારની રકમ દંડ પેટે વસૂલ કરી છે. આ દંડની રકમ 4,63,000 થાય છે.

આ પણ વાંચોઃ

કયા ઝોનમાં કેટલાં Unit seals અને પેનલ્ટી વસૂલી ?

ઝોનનું નામ        કેસની સંખ્યા              દંડની વસૂલાત             સીલ કરેલા યુનિટો

  • પૂર્વ                       39                                 39,000                            0
  • પશ્ચિમ                 62                                  62,000                             1
  • ઉત્તર                   47                                   47,000                             0
  • દક્ષિણ                59                                   59,000                             0
  • મધ્ય                  48                                    48,000                             0
  • ઉત્તર પશ્ચિમ      109                                1,09,000                          12
  • દક્ષિણ પશ્ચિમ    99                                   99,000                            15

 કયા Unit seals ?

ઉત્તર પશ્ચિમ ઝોન

  • દેવરાજ ફાર્મ સિધું ભવન રોડ
  • બિસ્મીલ્લા ફાસ્ટફુડ સિંધુ ભવન રોડ
  • ધ પુટનીર સિંધુ ભવન રોડ
  • એસ.બી. આર. સિંધુ ભવન રોજ
  • ડાભી કોફી બાર ધ ગ્રાન્ડ ભગવતી હોટલની બાજુમાં
  • શંભુ કોફી બાર એસ.જી. હાઇવે
  • મેલ્ટ આઇસ્ક્રીમ પકવાન ચાર રસ્તા
  • ધ પંજાબ માલવા હોટલ એસ.જી. હાઇવે
  • કાફે રેસ્ટોરન્ટ હાથી મંદિરની બાજુમાં
  • ધ બુગી સેફ સિંધુ ભવન રોડ
  • એરીસ કાફે સિંધુ ભવન રોડ
  • ગ્રેસ કાફે સિંધુ ભવન રોડ

આ પણ વાંચોઃ

દક્ષિણ પશ્ચિમ ઝોન

  • પુમા સ્ટોર, દેવઆર્ક મોલ
  • ફન્કરી સ્ટેશન વાઇડ એંગલ
  • થીકશિપ આઇસ્ક્રીમ વાઇડ એંગલ
  • કલોવઝ બાય ઇન્ડીવીડયુલ્સ સફલ પેગાસીસ, 100 ફૂટ રોડ
  • ડિલક્સ પાન પાર્લર
  • ગાત્રાળ ટી સ્ટોલ
  • ધી પીઝા શોપ
  • ચામુંડા પાન પાર્લર
  • પીહો પાન પાર્લર
  • શ્રી ટી સ્ટોલ
  • સુરભી એગ સેન્ટર
  • વિન્સ કાફે, કાકે દા ધાબા રોડ
  • કેફે ફાર્મ લેન્ડ
  • કે.એચ. કાપડીયા સ્પોર્ટસ એકેડેમી
  • સ્વેટ કેફે

પશ્ચિમ ઝોન

  • ચાઇ સુટ્ટા બાર એચ.એલ. કોલેજ રોડ
  •