ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં ચારે બાજુથી થઇ રહી છે ટીકા
અમદાવાદ: કોરોનાને કારણે આખરે IPLની બાકી મેચો પડતી મૂકાઇ પરંતુ અમદાવાદમાં તેના ખેલાડીઓના કાફલા માટે (Ambulance stopped for cricketers)ચાર રસ્તા પર એમ્બ્યુલન્સને અટકાવવાની શરમજનક ઘટના બની ગઇ. આ અંગેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ચારેબાજુથી તંત્રની ટીકા થઇ રહી છે. વીડિયો ત્રણ દિવસ પહેલાંનો છે. જ્યારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ રદ કરાતાટ ્રાફિક પોલીસની રાહબરીમાંબે લકઝરી બસોમાં ક્રિકેટરોને લઇ જવાઇ રહ્યા હતા.
ક્રિકે્ટરો માટે આ વ્યવસ્થા આમ તો સામાન્ય છે. પરંતુ કોરોના મહામારીના સમયમાં એમ્બ્યુલન્સને અટકાવી ક્રિકેટરોને મહત્વ અપાયું તે દુઃખદ બાબત કહેવાય. જનરલી પણ નિયમ પ્રમાણે એમ્બ્યુલન્સને જ પ્રાયોરિટી આપવી જરૂરી હોય છે. ત્યાં દેશ સહિત સમગ્ર રાજ્યમાં કોરોનાના દર્દીઓના જીવ કિંમતી છે. તેવા સમયમાં અમદાવાદમાં પોલીસની ગફલત સમજો કે ગેરસમજ કે પછી આંખ આડા કાન આઈપીએલના ક્રિકેટરોની બસને પસાર કરવા માટે ટ્રાફિકમાં એક એમ્બ્યુલન્સને રોકવામાં આવી હતી.
આ પણ વાંચોઃ કોરોનાના કહેર વચ્ચે IPL સ્થગિત, BCCIનો મોટો નિર્ણય
ઘટના પાંજરાપોળ વિસ્તારની હોવાની લાગે છે
ઘટના અમદાવાદના પાંજરાપોળ વિસ્તારની હોવાની માહિતી મળી છે જ્યાંથી પસાર થઈ રહેલી ખેલાડીઓની બસને પ્રાથમિક્તા આપવા માટે એક એમ્બ્યુલન્સ રોકવા (Ambulance stopped for cricketers)માં આવી હતી. ટ્રાફિકમાં સામા કાંઠે રાહ જોઈ રહેલા એક કાર ચાલકે આ વીડિયો પોતાના મોબાઇલમાં કેદ કરી લીધો હતો. જેના કારણે વીડિયો વાયરલ થતાં જ પોલીસની ટ્રાફિક વ્યવસ્થા પર સવાલો સર્જાયા હતા.
ખેલાડીઓ મહત્ત્વના છે કે દર્દીઓ
ખેલાડીઓ મહત્ત્વના છે કે દર્દીઓ એ તંત્ર અને પોલીસ બંનેએ નક્કી કરવું પડશે. શહેર કોરોના સામે લડી રહ્યું છે સમગ્ર રાજ્ય મહામારી સામે જંગ લડી રહ્યું છે ત્યારે IPLના ખેલાડીના કાફલાને પસાર કરવા માટે જીવન સંજીવનીનું આવી રીતે અટવાઈ પડવું એ માનવતા માટે પણ શરમજનક બાબત છે. ઘટના સોશિયલ મીડિયામાં વાયરલ છે.
દેશમાં કોરોના વાયરસના કેસ વધતા આઈપીએલ 2021 સ્થગિત કરવામાં આવી છે. આ સિઝન માટે આઈપીએલને સ્થગિત કરવામાં આવી હોવાના અહેવાલોની બીસીસીઆઈના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ ખુદ માહિતી આપી છે.
આ પણ વાંચોઃ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPL મેચમાં સટ્ટો રમાડવા લઇ જનાર IBનો PSI ઝડપાયો
કોલકાતા અને ચેન્નાઇના ખેલાડીઓમાં ચેપ લાગ્યો
કોલકત્તા નાઇટ રાઇડર્સ અને ચેન્નાઇ સુપરકિંગ્સમાં કોરોના પહોંચતા ધીરે ધીરે ચેપ વધવાની શક્યતાઓ જણાઈ રહી હતી. તેવામાં આખરે બોર્ડ દ્વારા બાકી મેચો રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. Ambulance stopped for cricketers
બે દિવસમાં ખેલાડીઓ વરૂણ ચક્રવર્તી, સંદીપ વારિયર, વૃધ્ધિમન સહા, અમિત મિશ્રા અને બોલિંગ કોચ બાલાજી સહિત 8 ખેલાડીઓ અને કોચિંગ સ્ટાફના બે સભ્યોના સંક્રમિત થવાના અહેવાલો બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. બીસીસીઆઈએ કહ્યું કે ટૂર્નામેન્ટને રદ કરવું જરૂરી છે. લીગમાં જોડાનારા દરેક ખેલાડી અને સપોર્ટ સ્ટાફને તેમના ઘરે સુરક્ષિત રીતે પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવશે.