Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ઉત્તરાયણમાં ઇમરજન્સીને પહોંચી વળવા 13 જેટલી 108ની ટીમ સ્ટેન્ડબાય રહેશે

ઉત્તરાયણમાં ઇમરજન્સીને પહોંચી વળવા 13 જેટલી 108ની ટીમ સ્ટેન્ડબાય રહેશે

0
65

ઉત્તરાયણને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ઉત્તરાયણમાં ઈમરજન્સી બનાવો વધુ બનતા હોય છે તે માટે ઈમરજન્સી સેવામાં અસુવિધા ઉભી ન થાય તે માટે 108ના 13 વિવિધ સ્થળો પર 70 જેટલો સ્ટાફ સાથે 24 કલાક એમ્બ્યુલન્સને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.

ગાંધીનગર ખાતે કુલ 13 જેટલી 108 એમ્બ્યુલન્સ કાર્યરત છે. કોરોના મહામારી હોય કે કોઈ પણ પ્રકારની ઇમરજન્સી સેવા માટે 108 દર વખતે તૈયાર હોય છે. ઉત્તરાયણમાં દોરીથી કપાવાનાં, ફોલ ડાઉન, રોડ અકસ્માતના બનાવો તથા અન્ય મેડિકલ ઇમરજન્સીમા વધારો થતો હોય છે. આથી ઇન્ફોસિટી, સેક્ટર 17, સેક્ટર 20, ચિલોડા, માણસા, રાંધેજા, મહુડી અડાલજ, કલોલ, ખાત્રજ સાથે બહિયલ, રખિયાલ અને દહેગામ જેટલા વિવિધ લોકેશન પર 108 ઇમરજન્સી સેવા મેઈન હાઇવે પર 24 કલાક ખડે પગે રહેશે. તેમ ગાંધીનગર જિલ્લા પ્રોગ્રામ મેનેજર સંદિપ ગઢવી તથા અક્ષય પંચાલ એ જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, રાજયમાં ઉત્તરાયણને લઈ લોકોમાં ભારે આતુરતા જોવા મળતી હોય છે અને સવારથી જ લોકો પોત પોતાના ધાબા પર પતંગ ચગાવવા માટે પહોંચી જતા હોય છે. ત્યારે આ વખતે સરકારે કોરોના વાયરસની મહામારીને ધ્યાનમાં રાખી ઉત્તરાયણને લઈ ગાઈડલાઈન પણ જાહેર કરી દીધી છે. જેમાં ધાબા પર ફકત પરિવારજનો સાથે જ ઉત્તરાયણ ઉજવી શકશે.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9

(પ્રતિકાત્મક તસવીર)